હિટમેન તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટર રોહિત શર્મા રહે છે કરોડો રૂપિયાના આલીશાન ઘરમાં, તસવીરો એવી કે રાત્રે સ્વપ્નમાં પણ દેખાશે આલીશાન ઘર... - Chel Chabilo Gujrati

હિટમેન તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટર રોહિત શર્મા રહે છે કરોડો રૂપિયાના આલીશાન ઘરમાં, તસવીરો એવી કે રાત્રે સ્વપ્નમાં પણ દેખાશે આલીશાન ઘર…

ક્યારેય જોઈ છે રોહિત શર્માના ઘરના અંદરની તસવીરો ? OMG ! કેટલું બધું છે તેમની પાસે

કોઈપણ વ્યક્તિ માટે ઘર ખરીદવું એ સ્વપ્ન સાકાર થવા જેવું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાનું ઘર વૈભવી હોય અને તેમાં તમામ સુવિધાઓ હોવી જોઈએ, જેથી  જીવન આરામદાયક બને. ઘણી મોટી હસ્તીઓના ઘરના નામ પ્રખ્યાત છે, જેમાં અમિતાભ બચ્ચનનું ઘર ‘જલસા’ અને શાહરૂખ ખાનનું ‘મન્નત’ સામેલ છે.

ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માનું ઘર પણ ખૂબ જ વૈભવી છે. રોહિતે રિતિકા સજદેહ સાથે લગ્ન પહેલા જ આ ઘર ખરીદ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર એવું પણ કહેવાય છે કે રોહિત અને રિતિકાએ મળીને તેમના ઘરનું આયોજન કર્યું હતું. જે બાદ તેમણે પોતાની વાતો ઈન્ટિરિયર ડિઝાઈનર સમક્ષ મૂકી હતી. આજે અમે બતાવીશું રોહિત શર્માના ઘરના અંદરની તસવીરો.

સપનાના શહેર અને દેશની  રાજધાની ‘મુંબઈ’ સાથે જોડાયેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માનું ઘર મુંબઈમાં જ છે. અહીં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું,  ત્યાં જ તેમનું શરૂઆતનું શિક્ષણ કર્યું  અને અહીંથી જ તે ક્રિકેટમાં સામેલ થયા હતા.

રોહિતનું નવું ઘર ‘વર્લી’ વિસ્તારમાં આવેલું છે જે આહુજા ટાવરના 29મા માળે છે. આ બિલ્ડિંગમાં ક્લબ હાઉસ અને મનોરંજન વિસ્તાર, તેમજ યોગ રૂમ, સ્પા સેન્ટર, મીની થિયેટરની સુવિધાઓ છે.

આ બિલ્ડિંગમાં રહેતા હાઇ-પ્રોફાઇલ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અહીં બિઝનેસ એરિયા પણ બનાવવામાં  આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર રોહિત શર્માના ઘરની કિંમત આશરે 30 કરોડ રૂપિયા છે. ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2015માંઆ ઘર ખરીદ્યું હતું.

આ પહેલા રોહિત બોરીવલીમાં રહેતા હતા. રિતિકા સજદેહ સાથે સગાઈ થયા બાદ રોહિતે આ ઘર ખરીદવાનું નક્કી કર્યું હતું અને લગ્ન બાદ  રોહિત તેની પત્ની સાથે અહીં શિફ્ટ થઇ ગયા હતા. રોહિત શર્મા અને રિતિકા સજદેહનું આ વૈભવી ઘર 6000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ 4-બીએચકે ફ્લેટમાં ઘર માટે જરૂરી તમામ સુવિધાઓ છે.

ક્રિકેટર રોહિત શર્માના ઘરની ડિઝાઇન પ્રખ્યાત સિંગાપોર ઇન્ટિરિયર ડિઝાઇનર કંપની ‘પાલ્મર એન્ડ ટર્નર આર્કિટેક્ટ્સ’ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઘરનું ફિનિશિંગ એટલું અદભૂત છે કે કોઈ તેને જોઈને પ્રશ્ન કરી શકે જ  નહીં.  રોહિત અને રિતિકાએ તેમના ઘરના દરેક ખૂણાને તેમની પસંદ અનુસાર ડિઝાઇન કરાવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વસનીય બેટ્સમેન રોહિત શર્માના ઘરની અંદરના લિવિંગ રૂમનો વિસ્તાર આશરે 750 ચોરસ ફૂટ જેટલો છે. લિવિંગ રૂમ ખુબ જ શાનદાર અને ભવ્ય છે, સાથે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેનાર  અને જ્યાં આપણે બેસવા કે ઉભા રહેવામાં આરામદાયક અનુભવીએ છીએ તે  બાલ્કનીમાં દિવાલ માટે કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રોહિતના ઘરની બાલ્કનીમાંથી 270 ડિગ્રી વ્યૂ ઉપલબ્ધ છે.

બાલ્કનીમાંથી બાંદ્રા-વર્લી સી લિંક પણ દેખાય છે. રોહિત શર્મા તેની પુત્રી સમાયરા અને પત્ની રિતિકા ઘણીવાર  બાલ્કનીમાં જોવા મળતા હોય  છે. રોહિત ઘણી વાર  આ જગ્યાએ પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતા હોય  છે. રોહિત શર્માનું કહેવું છે કે સમાયરાને આ જગ્યા ખૂબ પસંદ  છે.

રોહિત શર્માના ઘરમાં 4 કિંગ સાઇઝના બેડરૂમ છે સાથે જ  હોલ અને કિચન છે. રોહિતના બેડરૂમની વાત કરીએ તો બેડરૂમ ફાઇવ સ્ટાર હોટલથી ઓછો નથી. તે લગભગ 590 ચોરસ ફૂટમાં બનેલો છે અને શહેરનું દ્રશ્ય પણ બેડરૂમમાંથી જોઈ શકાય છે. રોહિતે તેના માસ્ટર બેડરૂમના માસ્ટર બાથરૂમમાં ઈમ્પોટેડ માર્બલનો ઉપયોગ કર્યો છે, જે આરસ અને લાકડાનું મિશ્રણ છે.

રોહિત શર્માને તેના ઘરમાં એક વૈભવી બાથરૂમ અને રસોડું બનાવ્યું છે. બાથટબથી લઈને વોશરૂમ સુધી ઘણી વૈભવી વસ્તુઓ છે. રસોડું સંપૂર્ણપણે મોડ્યુલર છે. રસોડામાં જોઈતી તમામ જરૂરી મશીનો અને સાધનો ઉપલબ્ધ છે. ડાઇનિંગ એરિયા રસોડાને અડીને છે, પરંતુ લિવિંગ રૂમથી દૂર છે. સાથે જ બાથરૂમ પણ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ ઘરની નેમ પ્લેટ પર રોહિત શર્માની સાથે તેની પત્ની રિતિકા અને પુત્રી સમાયરાનું નામ પણ લખેલું છે. રોહિત શર્માના ઘરના દરેક રૂમમાં સુંદર ઝૂમર પણ છે. રૂમમાં લગાવેલી કાચની બારીમાંથી આખું સમુદ્ર દેખાય છે. ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ વિદેશથી આયાત કરવામાં આવી છે.

એટલું જ નહીં, રોહિત શર્માના ફ્લેટના વોશરૂમને  પણ ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.  53 માળના આહુજા ટાવર્સે એશિયા પેસિફિક એવોર્ડ્સ 2011માં ‘બેસ્ટ હાઇ રાઇઝ આર્કિટેક્ચર કેટેગરી’માં 5 સ્ટાર એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા છે. આ ઇમારત દેખાવમાં પણ ખૂબ સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

Live 247 Media

disabled