ઓ...હો.... ચાર પાના વાળો આ છોડ વેચાયો 6 લાખ રૂપિયામાં, જાણો એવું તો શું ખાસ હતું તેમાં? - Chel Chabilo Gujrati

ઓ…હો…. ચાર પાના વાળો આ છોડ વેચાયો 6 લાખ રૂપિયામાં, જાણો એવું તો શું ખાસ હતું તેમાં?

ઘરની અંદર સાજ-સજાવટ અને સારી હવા મેળવવા માટે ઘણા લોકો વિવિધ પ્લાન્ટ લગાવતા હોય છે. ઘણા ધનવાન લોકો સારા સારા અને મોંઘા પ્લાન્ટ પણ પોતાના ઘરની અંદર લાગાવે છે, પરંતુ કોઈ છોડની કિંમત 6 લાખ રૂપિયા હશે એવું તમે ક્યારેય સાંભળ્યું છે ? હા આ હકીકત છે.

આટલો મોંઘો છોડ ખરીદવાનું કોઈ વિચારી પણ ના શકે. આ ચાર પાના વાળા છોડની કિંમત 6 લાખ રૂપિયા છે. ઓગસ્ટ મહિનામાં તેને કિંમતના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા.

ન્યૂઝીલેન્ડની અંદર એક વ્યક્તિએ આ છોડને 8150 અમેરિકી ડોલરમાં ખરીદ્યુ છે., એટલે કે આની કુલ કિંમત 598,853 રૂપિયા થઇ. આ છોડનું નામ છે વેરિગેટેડ રેફીડોફોરા ટેટ્રાસ્પર્મા (Variegated Rhaphidophora Tetrasperma), આ ઉપરાંત તેને ફોલોડેનડ્રોન મિનીમા (Philodendron Minima) પણ કહેવામાં આવે છે. તેમાં લીલા અને પીળા રંગના ચાર પાના હોય છે.

સામાન્ય રીતે વેરિગેટેડ મિનીમાને 14 સેન્ટિમીટરના કાળા રંગના કુંડામાં લગાવવામાં આવે છે. આ છોડને ટ્રેડ મી નામની કંપનીએ વેચ્યું છે. તેના પ્રવક્તા રુબી ટોપજૈડનું કહેવું છે કે ઓગસ્ટની શરૂઆતમાં સૌથી ઊંચી કિંમત 6500 ડોલર્સ એટલે કે 4.77 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ ઓગસ્ટના અંત સુધીમાં તેને એક ખરીદદારે 5.98 લાખ રૂપિયામાં ખરીદ્યુ.

આ છોડની માંગ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ છે. તેને ખરીદનારા લોકો આ છોડનું જતન બાળકની જેમ કરે છે. રુબી ટોપજૈડનું કહેવું છે કે આજકાલ યુવાઓ આવા કામની અંદર પૈસા ખર્ચવા માટે વિચારતા નથી કારણ કે આ મિલેનિયલ યુવા છે. તેમને પોતાની વસ્તુઓને સાચવતા આવડે છે.

Uma Thakor

disabled