દૂરથી દેખાતો આ કિલ્લો નજીક જતા જ થઈ જાય છે ગાયબ, આખરે શું છે આ રહસ્ય - Chel Chabilo Gujrati

દૂરથી દેખાતો આ કિલ્લો નજીક જતા જ થઈ જાય છે ગાયબ, આખરે શું છે આ રહસ્ય

ઝાંસીથી આશરે 70 કિમી દૂર ગઢકુંડારમાં એક અત્યંત રહસ્યમય કિલ્લો આવેલો છે. 11મી સદીમાં બનેલા આ કિલ્લામાં 5 માળ છે. જેમાના 3 જમીનની ઉપર જયારે 2 માળ જમીનની અંદર છે.

બુંદેલખંડના કિલ્લા પર બીએચયૂથી શોધ કરનારા અજય સિંહનું કહેવું છે કે આ કિલ્લો ચંદેલ કાળમાં ચંદેલોનું સુબાઈ મુખ્યાલય અને સૈનિક મથક હતુ. યશોવર્મા ચંદેલ (925-40 ઈ.)એ દક્ષિણી- પશ્ચિમી બુંદેલખંડને પોતાના હસ્તક લઈ લીધું હતું.

આની સુરક્ષા માટે ગઢ કુંડાર કિલ્લાનું નિર્માણ કરાવામાં આવ્યું હતું. આમાં કિલેદાર પણ રાખવામાં આવ્યાં હતા. 1182માં ચંદેલ-ચૌહાણો વચ્ચે યુદ્ધ થયું. જેમાં ચંદેલ હારી ગયા. આમાં ગઢ કુંડારના કિલેદાર શિયાજૂ પવારનું મૃત્યુ થયું એ પછી અહી નાયબ કિલેદાર ખેત સિંહ ખંગારે ખંગાર રાજ્ય સ્થાપિત કર્યું.

કહેવાય છે કે અહીના નજીકના એક ગામમાં થોડા વર્ષો પહેલાં એક જાન આવી હતી. જાનમાં આવેસા 50થી 50 લોકો આ કિલ્લો જોવા આવ્યાં. ફરતાં ફરતાં આ લોકો અંડરગ્રાઉન્ડ માળ તરફ જતાં રહ્યાં. અંદર ગયેલા લોકોમાંથી આજ સુધી કોઈ પાછું નથી આવ્યું. એ પછી પણ આવી ઘટનાઓ બની છે. આવી ઘટનાઓ પછી મહેલમાં નીચે જવાનો રસ્તો બંધ કરી દેવાયો. કિલ્લો બિલકુલ ભૂલભૂલૈયા જેવો છે. જો માહિતી ના હોય તો અંદર જનાર કોઈપણ રસ્તો ભૂલી શકે છે.

1182થી 1257 સુધી ખંગાર રાજ્ય રહ્યું. એ પછી બુંદેલા રાજા સોહન પાલે અહીં પોતાને સ્થાપિત કરી લીધા. 1257થી 1539 ઈ. સુધી એટલે કે 283 વર્ષો સુઝી આ કિલ્લા પર બુંદેલાઓનું શાસન હતુ. એ પછી આ કિલ્લો વિરાન થતો ગયો. 1605 પછી ઓરછાના રાજા વીર સિંહ દેવ આ કિલ્લાની સંભાળ લીધી.

વીર સિંહે પ્રાચીન ચંદેલ યુગ, કુઠારી, ભૂતલ ઘર જેવા વિચિત્ર તિલિસ્મી ગઢનો જીર્ણોધ્ધાર કરવાની ગઢ કુંડારને કિલ્લાની પહેલી હરોળમાં સ્થાન અપાવ્યું. 13મી થી 16મા શતાબ્દી સુધી આ બુંદેલા શાસકોની રાજધાની હતી. 1531 માં રાજા રુદ્ર પ્રતાપ દેવે પોતાની રાજધાની ગઢ કુંડારથી ખસેડીને ઓરછાને બનાવી લીધી.

ગઢકુંડાર કિલ્લાને લઇને વૃન્દાવનલાલ વર્માએ એક પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તરકમાં કિલ્લામાં બીજા રહસ્યો વિશે પણ લખવામાં આવ્યું છે. ભૂલભૂલૈયા અને અંધારુ હોવાને લીધે આ કિલ્લો દિવસે પણ ભયાનક લાગે છે. કિલ્લામાં એટલો ખજાનો છે કે ભારત દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બની જાય ઇતિહાસકાર હરગોવિંદ સિંહ કુશવાહ કહે છે કે ગઢકુંડાર બહુ શ્રીમંત રાજ્ય હતું.

ગઢકુંડારના કિલ્લાના અંડરગ્રાઉન્ડ ભાગમાં ઘણા રહસ્યો આજે પણ છે. અહીં ચંદેલા, બુંદેલા અને ખંગારોનું શાસન હતું. તેમની પાસે સોની, હીરા અને ઝવેરાતની કોઈ કમી નહોતી. કેટલીય વિદેશી તાકતોએ આ ખજાનો લુટ્યો પરંતુ આજે પણ અહીં એટલુ ધન છે કે ભારત સૌથી શ્રીમંત દેશ બની શકે.

Uma Thakor

disabled