જે બાળકને હું ટ્યુશન ભણાવું છું તેના પપ્પા બહુ ગમે છે, તો શું એની ઉપર ચડીને ઘપાઘપ કરું ? પત્ની સાથે બનતું નથી - Chel Chabilo Gujrati

જે બાળકને હું ટ્યુશન ભણાવું છું તેના પપ્પા બહુ ગમે છે, તો શું એની ઉપર ચડીને ઘપાઘપ કરું ? પત્ની સાથે બનતું નથી

હું ટયૂશન ભણાવું છું તે સ્ટુડન્ટના પપ્પા બહુ હોટ લાગે છે, પણ માણીએ છીએ, મેરેજ માટે …જુઓ

આજ કાલનો યુવા વર્ગ કઈ દિશામાં જાય છે તે કઈ કહેવાય એમ નથી. આજે ઘણા પ્રેમ સંબંધો તમે એવા પણ જોયા હશે જેમાં ઉંમરના કોઈ બંધનો નથીઓ હોતા, સાથે જ પરણિત સ્ત્રીઓ અને પુરુષો કુંવારા છોકરા અને છોકરીઓ સાથે પણ સંબંધો બંધાતા જોવા મળે છે. પરંતુ ઘણીવાર આવા સંબંધોનું પરિણામ પણ ખરાબ આવતું હોય છે.

સમાચાર પાત્રોમાં કેટલાક વિશેષજ્ઞો દ્વારા કોલમ ચલાવવામાં આવે છે. જેમાં આપણે પણ આપણા સવાલ પૂછી શકીએ. એવા જ એક સમાચાર પત્રની એક કોલમની અંદર એક યુવતીએ પૂછ્યું હતું કે “હું જે બાળકને ટ્યુશન ભણાવું છું, તેના પપ્પા મને ખુબ જ ગમે છે, અને તેમના તેમની પત્ની સાથેના પણ સંબંધો સારા નથી, અને મારી સાથે સારી રીતે વાત કરી છે, તો શું અમે બંને સંબંધો બાંધી શકીએ ? હું તેમને લગ્ન માટે પ્રપોઝ કરી શકું ?”

યુવતીએ તેના પ્રશ્નમાં જણાવ્યું હતું કે, “હાલમાં હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું અને ટયૂશન કરું છું. મારા એક સ્ટુડન્ટના ઘરે રોજ ભણાવવા જાઉં છું. તેના ફાધરનો નેચર મને બહુ જ પસંદ છે. હું એની પાછળ પાગલ બની ગઇ છું. એને પણ હું ખૂબ જ ગમું છું. એ બિઝનેસમેન છે. મને વારંવાર બહુ બધી ગિફ્ટ આપે છે. અમે અંગત વાતો પણ કરીએ છીએ. એની પત્નીનો સ્વભાવ બહુ ખરાબ હોવાનું એ કહે છે, જોકે, મારી સાથે તો સારી રીતે વાત કરતી હોય છે.  એમના કહેવા મુજબ બાળકના જન્મ બાદથી એની પત્નીને સંબંધોમાં રસ જ નથી રહ્યો, અને એને પોતાને બહુ જ રસ હોય છે. આવી વાત કરીને એણે મને સંબંધો માટે આકર્ષી! અને મને એ ખૂબ ગમતો હોવાથી મેં એની સાથે સંબંધો બાંધ્યા,  હવે મને એની સાથે મેરેજ કરવાની ઇચ્છા છે, એ નહીં માને તો બીજા કોઇ સાથે મેરેજ નહીં કરું! મારેે હવે શું કરવું એ જણાવો ?”

યુવતીના આ પ્રશ્નનો જવાબ આપતા નિષ્ણાતે જણાવ્યું કે, “તારી સમસ્યાની વાત કરીએ તો તે ટયૂશન કરતી હોવાની વાત કરી છે. તે સાથે તું પીજી કરે છે, એનો મતલબ થાય છે કે તું વેલ એજ્યુકેટેડ છે. તું ટયૂશન કરે છે તે દર્શાવે છે કે તારા ફેમિલીની આર્થિક સ્થિતિ વધુ સારી નથી. તને તારા સ્ટુડન્ટના ફાધરનો નેચર બહુ જ ગમી ગયો છે, એટલે કે એ બોલાવવામાં મીઠડો છે. એ બિઝનેસમેન છે એટલે બોલવામાં તો સારો હોય જ. એ સાથે એ તને વારંવાર બહુ બધી ગિફ્ટ્સ આપે છે! બસ આ જ તારો માઇનસ પોઇન્ટ છે. એ તને બહુ ગમવામાં એની તને વધુ આકર્ષવાની રીતભાત છે. એક તો એ સારો વ્યક્તિ છે, દેખાવડો પણ હશે જ! વળી એણે તને એવી મીઠી મીઠી વાતો કરી કે અંગત વાતો સુધી પહોંચી ગયા.”

નિષ્ણાતે આગળ જણાવ્યું કે, “એમાંય એણે તને એવું કહ્યું કે તેની પત્નીને બાળક થયા બાદ સંબંધોમાં જરાય રસ નથી અને તેને પોતાને બહુ છે! આ વાત એણે એવી રીતે રજૂ કરી કે તું વધુ આકર્ષાઇ! એક તો તુું કુંવારી હોવાથી અને સામેથી પ્રેમાળ વર્તન થવાથી તારી વાસના ભડકી. જેને તું પ્રેમ સમજી બેઠી. આપણી કેટલીક હીરોઇનોએ પરિણીત પુરુષો સાથે મેરેજ કર્યા છે તે વાત તારા મનમાં સારો પ્રભાવ પાડી હોવાનું તારો ઇમેઇલ વાંચતા સ્પષ્ટ થાય જ છે. અહીં બધી વિગતો આપવી યોગ્ય ના હોવાથી વધુ જણાવ્યું નથી, પરંતુ તું પ્રેમના નામે ખોટા રસ્તે ચઢી ગઇ. તેં મીઠડા અને ધનવાન બિઝનેસમેનને તારું સર્વસ્વ સોંપીને તારી જાતને એ રીતે સમજાવી છે કે એમાં શું વાંધો? આખરે મેરેજ તો એની સાથે જ કરવાના છે ને! પરંતુ તે અંગે કોઈ વાત થઈ નથી કે કોલ અપાયા નથી.”

એક્સપર્ટ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, “તારા આ વિચારે તને વધુ ઇજન આપીને તને એ વ્યક્તિ સાથે વારંવાર સંબંધો માણતી કરી દીધી છેે. જે તારા માટે જરાય યોગ્ય નથી. તે તને વાસનાની પૂતળીથી વધુ કંઇ સમજતો નહીં જ હોય. તું એની જરૂરિયાત  હતી તે પૂરી થઇ ગઇ છે. હવે તું એને પ્રપોઝ કરીશ એટલે કે એને તું મેરેજ માટે કહીશ તો એ તને ઘસીને ના જ પાડશે! તેં એ માટે જ તો માર્ગદર્શન માગ્યું છે. ધારો કે, એ તને હા કહે તો પણ એ બહુ અઘરું છે. એ મેરિડ હોવા ઉપરાંત બાળકનો પિતા છે. એના માટે ડીવોર્સ સરળ નહીં હોય. વળી તારે પણ વિચારવું જોઇએ કે કોઇ મહિલાનો સંસાર ઉજાડવાથી તને શું મળવાનું? તારા પ્રેમ પાછળ માત્ર વાસના, આકર્ષણથી વધુ કંઇ નથી.”

તે યુવતીને સમજાવતા એક્સપર્ટ કહે છે કે, “તું વેલ એજ્યુકેટેડ છે અને તને સારું પાત્ર મળી શકે એમ છે. તું કોઇ યોગ્ય યુવાનને પસંદ કર, એને લવ કર અને પછી મેરેજ કર એ વધુ યોગ્ય છે. કેટલાક કિસ્સામાં લવ ના પણ થાય એવું બને છે, પરંતુ  સારું પાત્ર તો તને ગમી જ શકે. એટલે તારું અને પેલા ત્રણનું જીવન તહસ નહસ થતું રોકવા પણ તારે બિઝનેસમેન સાથે મેરેજ કરવાનો વિચાર માંડી વાળવો. એટલું જ નહીં આજથી જ કોઇ બહાનું બતાવી તેના પુત્રનું ટયૂશન છોડી દે, અને તે વ્યક્તિને મળવાનું બંધ કરી દે…! ઝેરના પારખાં કરવાના ના હોય..! એ તને ના પાડે, તારી નબળાઇનો લાભ લેવા પ્રયાસ કરે એ કરતાં તો તું પહેલેથી જ એને છોડી દે એ જ બહેતર છે.. હવે પછી આ રીતે મેરેજ વિના કોઇ અન્ય સાથે સંબંધ બાંધવાથી ભૂલ ના કરતી. આ એક દુઃસ્વપ્ન હતું એ ભૂલી જા..! સરસ જીવન જીવવા માટે રસ્તો ખુલ્લો જ છે!

Uma Thakor

disabled