પર્સમાં રાખવાનું શરૂ કરી દો આ નાની એવી વસ્તુ, કૃષ્ણ ભગવાન વરસાવશે તમારા પર ધન સંપદા

ઘણીવાર લોકોના જીવનમાં એવું બનતું હોય છે કે ખુબ મહેનત કરવા છતાં પણ પૈસા નથી આવતા કેમ કે મહેનત કરવાની સાથે સાથે દૈવીય શક્તિઓનો આશીર્વાદ હોવો પણ ખુબ જરૂરી છે.  એવામાં શાસ્ત્રોના આધારે આજે અમે તમને મોરપીંછનો એવો ઉપાય બતાવીશું જેનાથી તમારા પર ધનવર્ષા થવાથી કોઇ રોકી નહીં શકે.

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તમારા પર્સની અંદર મોરપીંછ રાખવું ખુબ જ શુભ મનાવામાં આવે છે. મોરપીંછ ભગવાન કૃષ્ણને પ્રિય હોવાની સાથે સાથે તેને સારું શગુન પણ માનવામાં આવે છે. નાનું એવું મોરપીંછ તમારા ઘરમાં ધનનું આગમન કરાવે છે અને સાથે જ તમારું પર્સ પણ હંમેશા પૈસાથી છલોછલ રાખે છે.

આ સિવાય ઘર-પરિવારમાં ચાલી રહેલા સંકટો, કલેશ-ઝઘડા, પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થવા, આર્થિક તંગી જેવી સમસ્યાઓ માટે પણ મોરપીંછ શુભ માનવામાં આવ્યું છે.

તમે તમારા ઘરમાં કે પછી ઘરના મંદિરમાં એક લાકડાની બનેલી વાંસળી રાખી દો. મોરપીંછની સાથે સાથે વાંસળી પણ ભગવાન કૃષ્ણને ખુબ જ પ્રિય છે માટે તેનાથી ઘરમાં સુખશાંતિ બનેલી રહેશે.

disabled