શું તમે ક્યારેય વાંદરાને મોબાઈલમાં યુટ્યુબ ચલાવતો જોયો છે? જુઓ બેડ પર સુતા સુતા કેટલો આરમાંથી મોબાઈલ ચલાવે છે વાંદરો

આજના સમયમાં દરેક લોકો સ્માર્ટ ફોન વાપરતા  થઇ ગયા છે. ગામડાના હોય કે શહેરના, નિરક્ષર હોય કે પછી શિક્ષિત દરેક લોકો મોબાઈલ અને ઈંટરનેટ ચલાવવાનું જાણે છે. જો કે આજે આ સામાન્ય વાત થઇ ચુકી છે. આજે બાળકોથી લઈને વૃદ્ધોના હાથમાં પણ તમને સ્માર્ટફોન જોવા મળશે. પણ શું તમે ક્યારેય બંદર(વાંદરો,વાનર)ને મોબાઈલ ચલાવતા જોયો છે? સમગ્ર પ્રાણીઓની જાતમાં વાંદરો ખુબ જ સ્માર્ટ માનવામાં આવે છે અને ઘણીવાર તે માણસોને પણ ચકમો આપી દે છે.એવામાં સોશિયલ મીડિયા પર વાંદરાનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં વાંદરો બેડ પર આરામથી સુતા સુતા મોબાઇલમાં યુટ્યુબ ચલાવી રહ્યો છે, જો કે તમે ઇન્ટરનેટ પર વાંદરાને લગતા ઘણા ફની વિડીયો જોયા હશે પણ આ વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો.

આ અમુક સેકન્ડના વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો જે બેડ પર આરામથી સૂતો છે અને તેના હાથમમાં સ્માર્ટ ફોન પણ છે.જેમાં તે યુટ્યુબ વીડિયો ચલાવી રહ્યો છે. તે મોબાઈલમા યુટ્યુબ જોવામાં એટલો વ્યસ્ત છે કે અમુક સમય સુધી તેને એ અહેસાસ પણ નથી થતો કે બાજુમા કઈ વ્યક્તિ ઉભા રહીને તેનો વીડિયો બનાવી રહ્યો છે.જો કે અમુક સમય બાદ વાંદરો કેમેરામેનને જોઈ લે છે. સોશિયલ મીડિયા પર વાનરનો આ ફની વિડીયો જોઈને લોકો હસવાની સાથે સાથે હેરાન પણ થઇ રહ્યા છે. વાંદારનો આવો સ્વેગ જોઈને લોકો પોતાના ભાઈ-બહેનો  અને મિત્રોને પણ ટેગ કરવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HER ŞEY DAHİL (@hersey.dahil16)

સોશિયલ મીડિયા પર આ વીડિયો hersey.dahil16 નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. વીડિયોને 13 લાખ વ્યૂઝ અને 71 હજારથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે અને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે,’હું જાણું છું કે તે મોબાઈલમાં શું જોઈ રહ્યો છે’ જ્યારે અન્ય એકે લખ્યું કે,’મેં આજ સુધી આવો અનોખો અને યુનિક વિડીયો નથી જોયો”.

disabled