નશામાં ધૂત કારમાં મહિલા સાથે ન કરવાનું કરી બેઠો, પત્નીની શંકા હકિકતમાં બદલાઈ,હવે પત્નીને કેવી રીતે કહેવી આ વાત - Chel Chabilo Gujrati

નશામાં ધૂત કારમાં મહિલા સાથે ન કરવાનું કરી બેઠો, પત્નીની શંકા હકિકતમાં બદલાઈ,હવે પત્નીને કેવી રીતે કહેવી આ વાત

મારું લગ્નજીવન ખુબ સારી રીતે ચાલતું હતું પણ સમસ્યા તો ત્યારે શરૂ થઇ જ્યારે તેણે મારા પર શંકા કરવાની શૃરૂઆત કરી અને તેને લાગ્યું કે મારું કોઈક બીજી મહિલા જોડે અફેર ચાલી રહ્યું છે. સાચું કહું તો મેં લગ્ન પહેલા પણ કોઈની સાથે શરીર સંબંધ બાંધ્યો ન હતો તેથી આ બાબતનો ઉકેલ કેવી રીતે લાવવો તેની મને સમજ ન હતી.

મને લાગવા લાગ્યું કે મારી પત્ની જાસૂસની જેમ મારા પર ધ્યાન રાખી રહી છે, જે મને બિલકુલ પણ પસંદ ન હતું.  મારા અરેન્જ મેરેજ થયા હતા. અમને એકબીજાની લાગણીઓને સમજવામાં ઘણો સમય લાગ્યો હતો.  જો કે મારી પત્ની ખૂબ જ મીઠી સ્વભાવની છે અને તે મારી ખૂબ કાળજી લે છે અને મારી લાગણીઓને ખુબ સમજે છે. મારી દરેક વાતોનું ખુબ ધ્યાન રાખે છે.

તેનું રૂપાળું શરીર અને તેના આંખોની ચમક હંમેશા મને તેના તરફ આકર્ષિત કરતી રહે છે. પતિ-પત્નીના સંબંધમાં લાગણી પ્રેમ ની સાથે સાથે એકબીજા પર વિશ્વાસ હોવો પણ જરૂરી છે. તેની આ આદત મને ખુબ પરેશાન કરતી હતી, જેને લીધે મારો સ્વભાવ પણ ચીડિયો બનવા લાગ્યો હતો. મારા કેટલાક સ્પેશિયલ પ્રોજેક્ટ દરમિયાન પણ તેના સતત મેસેજ અને કોલ આવતા રહેતા હતા અને તેના કારણે મારી પરેશાનીઓ વધારે થવા લાગી. મને સમજાતું ન હતું કે આખરે તે મારા પર આટલી શંકા શા માટે કરે છે,

હું એકદમ પ્રામાણિક પુરુષ છું. મારી પત્નીના લગ્ન પહેલા ઘણા સંબંધો હતા છતાં પણ મેં તેને તેના વિષે ક્યારેય પણ પ્રશ્ન નથી કર્યો કેમ કે મને ભૂતકાળની વાત પસંદ નથી અને વર્તમાનમાં જીવવું વધુ પસંદ છે.  એક દિવસ જ્યારે મેં તેને ગુસ્સેથી પૂછી જ લીધું કે આખ તે આવું કેમ કરે છે તો તેણે કહ્યું કે તેને લાગે છે કે હું તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છું. તેના મગજમાં આવા વિચારો કેવી રીતે આવ્યા તે મને સમજાતું નથી. જેને લીધે મારું વર્તન પણ બદલાવા લાગ્યું. અને મેં દારૂ પીવાનું શરૂ કર્યું. તેને મારા પરથી એકદમ વિશ્વાસ ઉડી ગયો જેને લીધે હું તેનાથી નારાજ રહેવા લાગ્યો. આ બધી બાબતો વિચારીને એક દિવસ મેં ક્લ્બમાં ઘણો દારૂ પીધો.

હું ક્લ્બમાં દારૂ પી રહ્યો હતો ત્યારે એક મહિલા મારી બાજુમાં આવીને બેઠી. મેં તેની સાથે થોડી ઘણી વાત કરી પછી હું તેને તેની ગાડીમાં મુકવા ગયો. પણ અચાનક જ અમે બંને એટલા નજીક આવ્યા કે મેં તે સ્ત્રીને ચુંબન કરી લીધું. અચાનક જ મને સમજાયું કે આ ખોટું થઇ રહ્યું છે અને એવામાં મેં તેની માફી માંગી અને હું ગાડીમાંથી બહાર નીકળ્યો.ખરેખર તો મારી પત્નીએ મને એટલી હદે ત્રાસ આપ્યો કે આજે મેં ખરેખર તેની સાથે છેતરપિંડી કરી. હું મારા આ ખરાબ કામ પ્રત્યે ખુબ દિલગીરી અને શરમ અનુભવું છું અને હું ઈચ્છું છું કે હું મારી પત્નીને આ વિશે ખુલ્લેઆમ કહું. પરંતુ રસ્તામાં ક્યાંક હું મારી પત્નીને આ ભૂલ માટે દોષી ઠેરવતો હતો. તે એટલા માટે હતું કારણ કે તેને મારા પર વિશ્વાસ ન હતો અને આખરે મેં તે જ રસ્તો અપનાવ્યો જેણે મારી પત્નીને મારા પર શંકા કરી. પરંતુ હવે મને ખબર નથી પડતી કે આ વિશે મારી પત્ની સાથે કેવી રીતે વાત કરવી.

Uma Thakor

disabled