ઓન કેમેરા રસ્તાની વચ્ચે ફૂલ લઈને છોકરીને પ્રપોઝ કરવા પહોંચ્યો છોકરો, પછી છોકરીએ કીધું કંઈક આવું જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

ઓન કેમેરા રસ્તાની વચ્ચે ફૂલ લઈને છોકરીને પ્રપોઝ કરવા પહોંચ્યો છોકરો, પછી છોકરીએ કીધું કંઈક આવું જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ઘણી બધી જાતના વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી લગ્ન સાથે જોડાયેલ વધારે જ્યાં દુલ્હો તેમજ દુલ્હનના ખાસ પળોને કેમેરામાં કેદ કરવામાં આવે છે. તે સૌથી વધારે જોવામાં આવે છે. તેના સિવાય ફની વીડિયો પણ ખુબ જોવા મળતા હોય છે.

જોકે ઓન કેમેરા પર પોતાની પસંદ વાળી છોકરીને પ્રપોઝ કરવાનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. છોકરા માટે તે પળ કદાચ ખુબ જ ખાસ હોઈ શકતો હતો પરંતુ છોકરીએ કંઈક એવું કર્યું તે તેનું મોઢું ઉતરી ગયું અને આખા વીડિયો તેના માટે નેગેટિવ થઇ ગયો.

આ દિવસોમાં સોશિયલ મીડિયાની દુનિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને એક વાર માટે તમારું પણ દિલ તૂટી જશે. વીડિયો એક યુવક અને એક છોકરી સાથે જોડાયેલ છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે છોકરો આ વીડિયોમાં દેખાઈ રહેલી છોકરીને એક બાજુ પ્રેમ કરતો હતો. તે તેના મિત્રો સાથે છોકરીને પ્રપોઝ કરવા ગયો હતો. આ દરમ્યાન છોકરી જે કરે છે તે એક જ ઝટકામાં છોકરાનું દિલ તૂટી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો તેના હાથમાં ફૂલ લઈને ખુબ જ ખુશ થઈને છોકરીને પ્રપોઝ કરવા જાય છે. તેની સાથે તેનો એક મિત્ર પણ છે. તે તેની સહેલીની સાથે સાઇકલ પર જઈ રહેલી છોકરીને રસ્તા પર રોકે છે અને પોતાના દિલની વાત કહે છે. છોકરો તે છોકરીને I LOVE YOU કહે છે. છોકરાને લાગતું હતું કે છોકરી તેના પ્રેમને ક્યારેય નાકારશે નહિ. જોકે બીજી જ ક્ષણે છોકરી NO બોલીને તેના પ્રેમને અસ્વીકાર કરી દે છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોને bhutni_ke_memes નામના ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે.

Live 247 Media

disabled