66 વર્ષની ઉંમરે આ દિગ્ગજ અમ્પાયરનું નિધન થયું: આ કપૂર હિરોઈન સાથે અમ્પાયરે ખુબ ઘપાઘપ કરેલું, હોટેલમાં રંગરેલિયા મનાવતી તસવીરો આવેલી હતી સામે જુઓ ફોટોઝ - Chel Chabilo Gujrati

66 વર્ષની ઉંમરે આ દિગ્ગજ અમ્પાયરનું નિધન થયું: આ કપૂર હિરોઈન સાથે અમ્પાયરે ખુબ ઘપાઘપ કરેલું, હોટેલમાં રંગરેલિયા મનાવતી તસવીરો આવેલી હતી સામે જુઓ ફોટોઝ

ભૂતપૂર્વ અમ્પાયર અને ICCની એલિટ પેનલના એક ભાગ અસદ રઉફનું કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થયું છે. તેઓ 66 વર્ષના હતા અને પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંથી એક રહ્યા હતા. પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફનું નામ ઘણા વર્ષો પહેલા વિવાદમાં આવ્યું હતું જ્યારે મુંબઈ સ્થિત મોડલ લીના કપૂરે તેમના પર લગ્ન કરવાની લાલચ આપીને યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. તે સમયે થોડા દિવસો પછી લીનાએ રહસ્યમય રીતે તેના આરોપો પાછા ખેંચી લીધા પરંતુ દબાવને કારણે તેણે આરોપો પાછા લઇ લીધા અને પછી લીના ફરીથી સામે આવી. રઉફ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યા પછી પાછી ખેંચી લેનારી લીનાએ કહ્યુ હતુ કે, તેણે દબાણમાં પોતાના આરોપો પાછા લીધા હતા.

ત્યારે તેને ધમકીઓ પણ મળી હતી. લીનાએ કહ્યું, રઉફ પાકિસ્તાનનો પાવરફુલ માણસ છે. તે મહાન લોકો સાથે સંપર્ક ધરાવે છે. લીનાએ પાકિસ્તાની અમ્પાયર સામેની ફરિયાદ પાછી ખેંચી લીધી હોવા છતાં તેણે કહ્યુ હતુ કે, જો પોલીસે તેના બળાત્કારના આરોપ પર તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો રઉફ ફરી ગુનો કરવાની હિંમત ન કરી શક્યો હોત. રઉફ પર શોષણનો આરોપ લાગ્યા પછી સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.મોડલ લીના કપૂરે પાકિસ્તાનના પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર અસદ રઉફ પર ઉત્પીડનનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો.

મોડલના કહેવા પ્રમાણે, રઉફે લગ્નના બહાને તેની સાથે 15 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. મુંબઈ પોલીસને લેખિત ફરિયાદ આપ્યા બાદ દૈનિક ભાસ્કર સાથે વાત કરતાં લીનાએ કહ્યું કે તેના અને પાકિસ્તાની અમ્પાયર અસદ વચ્ચે સંબંધ હતા. તેણે કહ્યું કે ક્રિકેટ ટૂર દરમિયાન બંનેએ ઘણી વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બંને શ્રીલંકામાં એક નજીકના મિત્ર દ્વારા મળ્યા હતા. જે બાદ બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. લીનાએ જણાવ્યું કે શ્રીલંકામાં બંને ત્રણ દિવસ એક જ હોટલના રૂમમાં રહ્યા અને બેડ પણ શેર કર્યો.

આ દરમિયાન તેણે તેની સાથે ભાવનાત્મક સંબંધ કેળવ્યો. મુંબઈ પરત ફર્યા બાદ બંને સતત એકબીજાના સંપર્કમાં રહ્યા. જ્યારે તે બીમાર પડી ત્યારે અસદ રઉફ મુંબઈ મળવા આવ્યો હતો. બંનેએ સાત દિવસ લોખંડવાલા એપાર્ટમેન્ટમાં સાથે વિતાવ્યા હતા. આ દરમિયાન રઉફે તેની સાથે 6 વખત શરીર સંબંધ માણ્યો હતો. તેણે જણાવ્યું કે IPL મેચ દરમિયાન બંને ચાર દિવસ દિલ્હી અને પુણેમાં સાથે હતા. આ દરમિયાન બંનેએ 6 વખત શારીરક સંબંધો બાંધ્યા હતા. તેમનો સંબંધ રોમેન્ટિક બન્યો. આ દરમિયાન રઉફે ઘણી વખત લગ્નની ખાતરી આપી હતી,

જ્યારે પાકિસ્તાનમાં તેની પત્ની અને બે બાળકો હતા. લીનાએ એમ પણ કહ્યું કે રઉફે તેને લગ્નની સાથે ઘર અને કારનું વચન આપ્યું હતું. લીનાના જણાવ્યા મુજબ, રઉફે તેને કહ્યું હતું કે તેની પત્ની અને બાળકોને લગ્નમાં કોઈ સમસ્યા નથી અને તે પણ ખુશીથી તેમના લગ્નમાં હાજરી આપશે. જો કે, પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફે આ સમગ્ર મામલાને ખોટો ગણાવ્યો હતો. તેણે લીનાને ઓળખવાની પણ ના પાડી દીધી. રઉફે કહ્યું કે તે લીના નામની કોઈ છોકરીને ઓળખતો નથી. પ્રસિદ્ધિ મેળવવાનું આ એક ગંદુ ષડયંત્ર છે.

ઘણી છોકરીઓ તેની સાથે ફોટો પડાવે છે. તેનો અર્થ એ નથી કે તે દરેકને ઓળખે છે. લીનાને આપેલા વાયદા અંગે રઉફ કહે છે કે તેની પાસે કાર નથી, તો તે કોઈને કાર લેવાનું વચન કેવી રીતે આપી શકે. અસદે 13 વર્ષ સુધી 231 ઇન્ટરનેશનલ મેચોમાં એમ્પાયરિંગ કર્યું છે. તેણે વર્ષ 2000માં અમ્પાયરિંગમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી અને પછી 2006માં ICCની એલિટ પેનલનો ભાગ બન્યો. પાકિસ્તાનના ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર રહેલા રઉફે વર્લ્ડ કપ સહિત ઘણી મોટી ICC ટૂર્નામેન્ટમાં અફિશિએશન કર્યું હતું. તેની પાસે ભારતની પ્રખ્યાત ટી20 લીગ ‘IPL’માં અમ્પાયરિંગનો અનુભવ પણ હતો. તે 2000ના દાયકાના પાકિસ્તાનના સૌથી સફળ અમ્પાયર હતા.

Live 247 Media

disabled