કબરાઉ મોગલધામમાં મણિધર બાપુની ઉદારી ફરી આવી સામે... જે દીકરાની બંને કીડનીઓ ફેલ થઇ ગઈ હતી તેના માટે કહ્યું એવું કે... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

કબરાઉ મોગલધામમાં મણિધર બાપુની ઉદારી ફરી આવી સામે… જે દીકરાની બંને કીડનીઓ ફેલ થઇ ગઈ હતી તેના માટે કહ્યું એવું કે… જુઓ વીડિયો

આપણી આ પાવન ગુજરાતની ધરતી પર ઘણા સંતો-મહંતો થઇ ગયા અને આ ધરતી પર ઈશ્વર પણ આવી ગયા છે. આજે પણ  ગુજરાતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં ઈશ્વરીય શક્તિના પરચાઓ સતત મળતા આવે છે. આવું જ એક ચમત્કારિક ધામ છે આઈ શ્રી મોગલ માતાજીનું ધામ એવું કબરાઉ ધામ. જ્યાં બિરાજતા મણિધર બાપુમાં લોકોને ઈશ્વરીય શક્તિના દર્શન થતા હોય છે.

સોશિયલ મીડિયામાં અને લોકોના મોઢે પણ મોગલધામમાંથી ઘણા બધા પરચાઓ રોજ સાંભળવા મળતા હોય છે.  આ ધામમાં ઘણા લોકોની સમસ્યાઓ આઇશ્રી મોગલા માતાજીએ દૂર કરી છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પૂર્ણ થતા કબરાઉ ધામ આવે છે અને મા મોગલના દર્શન પણ કરતા હોય છે. સાથે જ ઘણા લોકો પોતાની તકલીફોને લઈને પણ આવતા હોય છે.

મોગલધામમાં બિરાજતા મણિધર બાપુ પણ ત્યાં બેસીને બધાની ફરિયાદ સાંભળતા હોય છે, સાથે જ ઘણીવાર એવું પણ કરતા હોય છે જે જોઈને આપણે તેમની સામે નટ મસ્તક થઇ જઈએ. હાલમાં જ સામે આવેલા એક વીડિયોની અંદર આવી જ એક ઘટના બનતી જોવા મળી રહી છે. જેમાં એક પિતા પોતાના દીકરાને લઈને કબરાઉ ધામમાં મા મોગલના શરણે આવે છે.

મણિધર બાપુને પિતા પોતાના દીકરાની વાત જણાવે છે. તે કહે છે કે તેમના દીકરાની બંને કીડનીઓ ફેલ થઇ ગઈ છે. દવાઓ કરાવવા છતાં પણ કોઈ ફર્ક નથી પડ્યો, ત્યારે મણીધાર બાપુ એ દીકરાના બંને હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે “મારી કિડની તું લઇ લે અને તારી કિડની મને આપી દે.” બાપુ આ ઉપરાંત એમ પણ કહે છે કે પહેલા દવા અને પછી દુઆ, મા મોગલ મટાડી દેશે.”

સોશિયલ મીડિયામાં  હવે આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તે જોઈને બાપુ અને મોગલધામના લોકો ગુણગાન ગાઈ રહ્યા છે. આ ઉપરાંત ઘણા વીડિયોમાં જોવા મળે છે કે મોગલધામમાં પોતાનું ધાર્યું કામ પૂર્ણ થવા પર જે લોકો હજારો લાખો રૂપિયા ચઢાવવા માટે આવતા હોય છે તેમાં બાપુ એક રૂપિયો ઉમેરી તેમને પરત આપે છે અને આ પૈસા બહેન દીકરીને આપી દેવા પણ સૂચના કરતા હોય છે.

Uma Thakor

disabled