જાપાનની આવી 20 ખૂબીઓ જોઈને તમે પણ ત્યાં ચોક્કસ જાવા માંગશો - Chel Chabilo Gujrati

જાપાનની આવી 20 ખૂબીઓ જોઈને તમે પણ ત્યાં ચોક્કસ જાવા માંગશો

જાપાન પોતાની રહેણીકરની અને સંસ્કૃતિ માટે દરેક દેશોથી એકદમ અલગ છે. માનવામાં આવે છે કે જાપાનની સંસ્કૃતિ ચીનની સંસ્કૃતિનો વિસ્તાર રૂપ છે. જાપાનની સંસ્કૃતિ જેટલી સુંદર હોય છે તેટલી જ આરામદાયક હોય છે તેઓની રહેવાની રીત. જેટલી લગ્ઝરીયસ જિંગદી આ લોકો જીવે છે તેટલા જ તેઓ પરિશ્રમી પણ હોય છે.ઓવરટાઈમ કરવા માટે તો રજાના દિવસે પણ કામ કરે છે. આજે અમે જાપાનની સુંદર તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે પણ ત્યાં ફરવા માટે જાવાનું વિચારશો.

1. જાપાન એરપોર્ટ:

આપણા દેશમાં એરપોર્ટ પર લગેજની લગતી વ્યવસ્થા થોડી ઢીલી છે, પણ જાપાન આ વાતનું ખુબ સારી રીતે ધ્યાન રાખે છે, તે એરપોર્ટ પર પોતાની સેવા આપવામાં આપણાથી ખુબ આગળ છે. ત્યાં સામાનને ખુબ સારી રીતે રાખવામાં આવે છે.

2.આભાર વ્યક્ત કરવાનો તરીકો:

આ લેટર કોઈ એક દુકાનદારે પોતાના ગ્રાહકનો આભાર વ્યક્ત કરવા માટે લખ્યો છે. આપણા દેશમાં આવું થઇ શકે ખરું?

3. જાપાનમાં મૈપ(નકશા)ની જરૂર જ નથી:

જ્યારે પણ તમે જાપાન ફરવા માટે જાઓ તો બિલકુલ પણ ચિંતા ના કરો. ત્યાં તમને ગુગલ મેપની જરૂર પણ નહીં પડે. કેમ કે ત્યાંના પોલિસકર્મીઓ તમને એવા પ્રકારનો નકશો બનાવીને આપે છે કે તમે ક્યાંય પણ અટકી ના શકો.

4. આ ઘડિયાળ નહીં પણ પાણીનો ફુવારો છે:

ફાઉન્ટેન વાળી ઘડિયાળ ક્યાંય જોઈ છે? જાપાનમાં આવી ફાઉન્ટેન પણ છે જે સમય પણ દેખાડે છે.

5. હોટેલમાં ડાયનાસોર કરે છે તમારું સ્વાગત:

આ એક હોટેલ છે જ્યાં તમારા સ્વાગત માટે ડાયનાસોર ઉભેલા રહે છે. જો કે અસલી નહીં પણ રોબર્ટિક ડાયનાસોર છે.

6. ચોખાના છોડની ચિત્રકારી:

આ રંગોથી બનેલી કોઈ પેન્ટિંગ નથી પણ ચોખાના છોડથી આવી ડિઝાઇન બનાવામાં આવી છે. આ આર્ટ ફોર્મ ને ‘Rice Paddy’ કહેવામાં આવે છે જેની શરૂઆત પણ જાપાનથી જ થઇ હતી.

7.ડ્રાઇવરની નિશાની:

જાપાનની ટ્રાફિક વ્યવસ્થામાં આ એક અનોખો નિયમ છે. અહીં લાઇસેંસ તો બને જ છે સાથે જ ગાડીઓ પર પણ સ્ટીકર લાગે છે.સિનિયર ડ્રાઇવર અને બિગિનર્સ માટે અલગ અલગ સ્ટીકર હોય છે.

8. દુકાનદાર નથી હોતા દુકાનોમાં:

જાપાનમાં ઘણી દુકાનો એવી છે જ્યાં કોઈ દુકાનદાર જ નથી હોતા. ગ્રાહક સામાન ખરીદ્યા પછી તેની કિંમત દુકાનમાં રાખેલા ડબ્બામાં નાખી દે છે.

9. ફ્લાઇટ ના મોડા થવા પર માંગે છે માફી:

જાપાનમાં ફ્લાઇટ મોડી થાવા પર એરપોર્ટ માં કાર્યરત કર્મચારીઓ યાત્રીઓની સામે ઝૂકીને માફી માગે છે.

10. ટીટી ને ટિકિટ દેખાડવાની પણ કોઈ જરૂર નથી:

ત્યાંની સીટોમાં એક પોકેટ હોય છે જેમાં યાત્રીઓ પોતાની ટિકિટ નાખી દે છે, ટીટી આવીને પોતાની જાતે જ ટિકિટ ચેક કરીને પાછી ટિકિટ અંદર મૂકી દે છે.

11. આગથી બચવાની વ્યવસ્થા:

અહીંના લોકો દરેક સમસ્યા માટે પહેલાથી જ તૈયાર રહે છે. આ લસરપટ્ટી જેવી ટ્રેક આગથી બચવા માટે બનાવામાં આવેલી છે.

12.બસમાં યાત્રીઓનું ધ્યાન:

અહીં બસમાં સફર કરનારા યાત્રીઓનું પણ ખુબ ધ્યાન રાખવામાં આવે છે.

13. સીઢીઓથી સામાન ઉતારવાનું આસાન:

સામાન માટે આવી ખાસ ટ્રોલી બનાવામાં આવી છે જેની મદદથી તમે સામાન સહેલાઈથી ઉતારી શકો છો.

14. આ અમારી સીટ છે:

ત્યાંની સીટોમાં મહિલા,પુરુષ કે વૃદ્ધ નું નામ લખેલું નથી હોતું પણ કંઈક આવા સંકેતો હોય છે.

15. લિફ્ટમાં ટોઈલેટ:

જાપાનની લિફ્ટમાં પણ ટોઈલેટની સુવિધા હોય છે.

16. આધુનિક છે જાપાન:

ત્યાંની વેન્ડીંગ મશીનથી જ દરેક સામાન ખરીદવામાં આવે છે.

17. દિવ્યાંગોનું ખાસ ધ્યાન:

દિવ્યાંગ લોકોને કોઈ સમસ્યા ના આવે તેના માટે પાર્કિંગ ગેટ બનાવવામાં આવ્યું છે જે રિમોટથી ઓપરેટ થાય છે.

18. ટિકિટમાં કારણ:

આ ટ્રેનની ટિકિટમાં મોડા થાવાનું કારણ પણ લખેલું છે.

19. કારની ઉપર કાર:

જાપાનમાં મલ્ટી લેવલ પાર્કિંગ પણ છે.

20. અમ્બ્રેલા વેન્ડીંગ મશીન:

વરસાદ અહીં અચાનક જ આવી પડે છે. એવામાં અહીંના લોકો આ અમ્બ્રેલા વેન્ડીંગ મશીનથી છત્રી લઇ શકે છે.

Live 247 Media

disabled