મારી ફ્રેન્ડના પતિ જોડે મારે આડા અને ઉભા સંબંધો બંધાઈ ગયા છે અને હવે હું તેના વગર નહિ રહી શકું….

મારી ફ્રેન્ડના પતિ જોડે ચુપચાપ શરીર સુખ માણી લીધું છે, હવે હું એના વિના રહી શકું એમ નથી, એની ઉપપત્ની

આજે સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે અને ઘણા ઓછા લોકો ન્યુઝ પેપર વાંચતા જોવા મળે છે, છતાં પણ ઘણો એવો વર્ગ છે જે આજે પણ ન્યુઝ પેપર વાંચતા જોવા મળે છે. ઘણા ન્યુઝ પેપરની કોલમમાં સવાલ જવાબ પણ પૂછવામાં આવે છે અને જેના જવાબ પણ આપવામાં આવે છે. ત્યારે યૌવન સમસ્યાને લગતા ઘણા પ્રશ્નો લોકો પૂછતાં હોય છે અને જવાબ પણ ઘણા લોકો વાંચતા હોય છે.

ત્યારે એવા જ એક ખ્યાતનામ ન્યુઝ પેપરની એક કોલમમાં સવાલ જવાબ સેક્શનમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં એક યુવતીએ જણાવ્યું હતું કે, ” મારી એક ફ્રેન્ડની સમસ્યા તમે ઉકેલી આપી હતી એટલે મનેય મારી સમસ્યા તમારી સમજી રજૂ કરવાનું સૂઝયું છે.  હું હાલમાં જ ગ્રેજ્યુએટ થઇ છું. મારા પરિવારની આર્થિક સ્થિતિ થોડી નબળી હોવાથી મેં સર્વિસ કરવાનો નિર્ણય લેતા મારી નજીકના જ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેકભાઇ (નામ બદલ્યું છે)એ મને તેમની જ કંપનીમાં સર્વિસ અપાવી છે.” (તમામ તસવીર પ્રતિકાત્મક છે)

તેને આગળ પૂછ્યું કે, “હકીકતમાં તેની પત્ની મમતા (નામ બદલ્યું છે) મારી સ્કૂલના સમયથી જ ફ્રેન્ડ છે. એણે જ તેના પતિ વિવેકભાઇને કહેતા તેમણે મને સર્વિસ અપાવી છે. હવે સમસ્યા એ છે કે મમતા પ્રેગ્નન્ટ હતી ત્યારથી એણે મને તેના ઘરે ખાસ તેની હેલ્પ કરવા માટે આવવા કહ્યું હતું. એટલે હું સવાર-સાંજ જ્યારે સમય મળે ત્યારે તેના ઘરે જતી અને હજી જાઉં છું. એની પ્રેગ્નન્સી દરમિયાન વિવેકભાઈ અને હું ક્યારે નજીક આવી ગયાં તેની ખબર જ ન પડી.”

પોતાનો સવાલ જણાવતા તેને પૂછ્યું કે, “અમે કંપનીમાં પણ સાથે જ હોવાથી ઘનિષ્ટતા વધી અને મમતાને બાળક જન્મ્યું એ રાતે જ અમે બંનેએ સંબંધ બાંધી લીધો. મને વિવેકજી બહુ ગમે છે, એ તો મને પત્ની બનાવવા માગે છે, હું તેના વિના રહી શકું એમ નથી. મને તેના પ્રત્યે ખૂબ જ લવ થઇ ગયો છે, હું છેલ્લે કંઈ નહીં તો તેમની ઉપપત્ની તરીકે પણ રહેવા માંગુ છું. ખરેખર મારે શું કરવું જોઇએ? તેની સમજ પડતી નથી તો આપ જરૂરથી માર્ગદર્શન આપશોજી.

આ સવાલનો એક્સપર્ટ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં તેમને કહ્યું હતું કે, “તારો ઈ-મેઇલ વ્યવસ્થિત અને સ્પષ્ટ હોવાથી સમસ્યા સમજવામાં કોઇ મુશ્કેલી નથી પડી. બાકી ઘણા પ્રશ્નકર્તાઓ ઈ-મેઇલમાં એવી ગોળ ગોળ અને ગરબડ માહિતી લખે કે સમસ્યા જ સમજવી અઘરી પડે. તારા કેસમાં એવું નથી પરંતુ સમસ્યા ખુદ જ અઘરી છે. ”

“તેં તારી ફ્રેન્ડ કે જેણે તને સર્વિસ મેળવી આપવામાં તેના પતિને કહીને સહાય કરી તેને જ સહાયના બહાને છેહ દીધો છે. તેણે તને પોતાની પ્રેગ્નન્સી વેળા અન્ય કોઈ નહીં હોવાથી તારી સહાય માગી અને દરરોજ બોલાવી તો તેં એના પતિ સાથે જ ગુલ ખીલવવા માંડયા. મમતા સાથે પહેલેથી ફ્રેન્ડશિપ હોવાથી વિવેક સાથે તારે સારો સંબંધ બંધાય એ સ્વાભાવિક છે. એમાંય એણે તને સર્વિસ અપાવી હોવાથી તું જરા એના ઉપકાર તળે આવી ગઇ અને મમતાની પ્રેગ્નન્સીને કારણે વિવેકને તારા પ્રત્યે આકર્ષણ થયું. જેથી બંને વધુ નજીક આવતાં જે ન થવું જોઇએ તે જ થયું. ”

“આકર્ષણ એટલે કે વાસનાનું ભૂત તમારા બંને પર એવું સવાર થઇ ગયું કે મમતાએ બાળકને જન્મ આપ્યો તે દિવસે જ તમે હનીમૂન મનાવી લીધું! હવે એક વાર પછી અનેક વાર સ્વાભાવિક છે. તમે એકબીજાને પસંદ કરતાં હોવાથી આટલાં નજીક આવી ગયાં છો કે લગ્ન કરવાની હદ સુધી પહોંચી ગયાં છો. વિવેક કદાચ મમતાને ડિવોર્સ આપવાની હદે જાય એવી શક્યતા છે. જોકે તેં થોડી સમજદારીવાળી વાત કરી છે કે તું છેલ્લે એની ઉપપત્ની તરીકે પણ રહેવા તૈયાર છે. આ વાત કરી શકાય. જોકે એ કોઇ યોગ્ય માર્ગ નથી. હકીકતમાં તેં જે પગલું ભર્યું છે તે નાદાનીથી વધુ કંઈ નથી. માત્ર અને માત્ર ભૂખ, હવસ સિવાય પ્રેમ જેવું કશું નથી. પ્રેમ હોય તો તે કોઈ ત્રીજી વ્યક્તિની જિંદગી ના બગાડે. તમે બંને અત્યારે એ માર્ગે જ છો. તમે મમતા અને તેના માસૂમ બાળકનો વિચાર સુધ્ધાં કરતાં નથી.”

“થોડું તો માનવતાની રીતે વિચારવું અને વર્તવું જોઈએ. તેઓએ શું ગુનો કર્યો છે? વિવેકને તો તારા શરીરમાં જ રસ હતો અને છે, પરંતુ તે થોડા સમય પૂરતો જ રહેશે. પ્રેમ જ કાયમી હોય છે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં આકર્ષણ ગૌણ હોય. તેમાં ત્યાગ હોય, ભોગ નહીં, મતલબ કે તમારો સંબંધ પ્રેમનો નથી. એટલે આકર્ષણનો રંગ ક્યારે ઊતરી જાય તે કહેવાય નહીં. તમે સાથે રહેશો તો કઈ રીતે? તમારા ત્રણેય વચ્ચે મૈત્રીને કારણે કદાચ સાથે રહેવાનું સ્વીકારો તો તેય થોડા સમય પૂરતું જ ચાલે. તમારા વચ્ચે એકબીજાને દૂર કરવાની રમત શરુ થશે જે તમારા જીવનને બરબાદ કરી નાખશે.”

“બિપાશા, તું તો છેવટે ઉપપત્ની તરીકે રહેવા તૈયાર છે! જે પાગલપન છે. તું એથી સુખી થશે એમ માનતી હોય તો તે નરી ભૂલ છે. શરીર સૌષ્ઠવ છે ત્યાં સુધી કદાચ ભોગ ભોગવી શકીશ, પરંતુ જીવનમાં બીજું ઘણું બધું હોય છે. તે બાહ્યમાં બહુ અઘરું લાગવા માંડશે. તું ગમે ત્યારે એકલી પડી જઇશ અને તને ત્યારે કોઇ નહીં સંઘરે. તમામ પાસાંનો વિચાર કરતા તારા માટે વિવેક સાથેનો સંબંધ દુઃસ્વપ્ન જેવો જ માનવામાં ભલાઈ છે. તું ઝડપથી તેને ભૂલીને તેનો અંત લાવી દે! તારે હવે વિવેકને સ્પષ્ટ કહી દેવું પડશે કે તમારો સંબંધ હવે પૂરો થયો છે અને મમતાને શંકા ન પડે એ માટે ધીરે ધીરે સંબંધ ઓછો કરી નાખવા સમજાવજે. ”

“પછી તારે કોઇ યોગ્ય યુવાન સાથે પ્રેમસંબંધ બંધાય તો અને ના બંધાય તો પરિવારની સહાયથી છોકરો શોધીને પરણી જવું જ હિતાવહ રહેશે. એક વાર તું અન્ય કોઇ યુવકને પ્રેમ કરવા માંડીશ તો વિવેક ક્યારે ભુલાઈ જશે એનીય ખબર નહીં પડે. જીવનમાં પછી ક્યારેય ભૂતકાળ યાદ પણ ના કરતી! જીવન સુખેથી જીવવા ને પ્રગતિ કરવા માટે છે, તેને માત્ર ક્ષણિક આનંદ માટે વેડફી ન નંખાય! મનને મક્કમ કરીને જાણે કંઇ જ ના બન્યું હોય એમ વર્તીને વિવેક સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ એ જ તને સાચી સલાહ છે.”

disabled