સતત કામમાં વ્યસ્ત રહેતા પતિએ પત્નીને ખુશ રાખવા માટે શોધી અનોખી રીત, અન્ય પુરુષો સાથે પત્નીને સંબંધો બાંધવા માટે આપી દીધી મંજૂરી અને પછી - Chel Chabilo Gujrati

સતત કામમાં વ્યસ્ત રહેતા પતિએ પત્નીને ખુશ રાખવા માટે શોધી અનોખી રીત, અન્ય પુરુષો સાથે પત્નીને સંબંધો બાંધવા માટે આપી દીધી મંજૂરી અને પછી

આ કેવો બેશરમ પતિ ! પત્નીને બીજા યુવક સાથે રંગરેલિયો મનાવવાની મંજૂરી આપી : પછી પત્નિ હાથમાં રહે ખરી?

લગ્નની ગાડી જ્યારે એક પૈડાં ઉપર ચાલતી નથી, તેને ચલાવવા બંને પૈડાં એટલે કે પતિ પત્નીને સાથે ચાલવું પડે છે. લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવા માટે લોકો વિવિધ ઉપાયો પણ અજમાવતા હોય છે. ત્યારે અમુક ઝગડાઓ કે મતભેદો ઉકેલવા, એકબીજાને શક્ય તેટલો સમય આપવો, સમાધાન કરવું અથવા કાઉન્સેલિંગ માટે જવું.

ત્યારે એક માણસે તેના લગ્ન જીવનને બચાવવા માટે જે રીતે પ્રયાસ કર્યો તેના ઉપર તેને પોતાને જ દુઃખ  થઇ રહ્યું છે. આ વ્યક્તિએ રિલેશનશિપ પોર્ટલ પર આ ઘટસ્ફોટ કર્યો છે. તેને જણાવ્યું કે તેનું લગ્ન જીવન ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું હતું. ત્યારે એક દિવસ મને ખબર ન હતી કે મને શું લાગ્યું કે મેં મારી પત્નીને કહી દીધું કે જો તે મારી સાથે છેતરપિંડી કરે અને કોઈ બીજા સાથે અફેર હોય તો મને કોઈ ફરક પડતો નથી.

ત્યારે પહેલા મારી પત્નીને આ વાત સમજાઈ નહીં અને મને બે વાર પૂછ્યું કે આનો મતલબ શું છે ? ત્યારે મેં ગુસ્સામાંકહ્યું કે તમારે જે કરવું હોય તે કરો અને મારે કંઈ કહેવું પણ નથી. તે યુવકે લખ્યું,કે ‘હું મારા કામમાં એટલો વ્યસ્ત હતો અને મારી પત્નીને પૂરતો સમય આપી શકતો ન હતો. ત્યારે હું ઇચ્છતો હતો કે મારી પત્ની ખુશ રહે અને આનંદ કરે. ”

યુવકે આગળ લખ્યું કે, “ત્યારે અમે કેટલાક નિયમો પણ બનાવ્યા જેમ કે ક્યારેય સંતાન ન હોવું અને લગ્નેતર સંબંધોમાં પણ એકબીજાને પૂરતી સ્વતંત્રતા આપવી.  ત્યારે થોડા દિવસો પહેલા મારી પત્નીએ મને જણાવ્યું કે તેની ઓફિસમાં એક વ્યક્તિ તેની સાથે ચેનચાળા કરી રહ્યો હતો અને મેં તેને બીજા કોઈ સાથે અફેર કરવાની મંજૂરી આપી ત્યારથી તેણે પણ તે વ્યક્તિમાં રસ બતાવવાનું શરૂ કર્યું.”

એક મહિનાની અંદર બંને ખૂબ નજીક આવી ગયા અને તેમની વચ્ચે સંબંધો બંધાયા, જેના બાદ પણ, પત્નીને અન્ય પુરુષો સાથે સંબંધો હોવાનું કબુલ્યું અને તેના પતિએ જ આપેલી મંજૂરી તેને ભારે પડી રહી હોય તેમ લાગ્યું. આવી ઘણી બધી ઘટનાઓના ખુલાસાઓ લોકો સોશિયલ મીડિયામાં કરતા હોય છે. ઘણી મહિલાઓ પણ આવા સંબંધો વિશે હેરાન કરનારા ખુલાસા કરે છે.

Uma Thakor

disabled