મોહમ્મદ શમીની ખુબસુરત બીવીની માંગમાં સિંદૂર જોઇ લોકો રહી ગયા હેરાન, પૂછ્યુ- ફરી લગ્ન કરી લીધા કે શું ? - Chel Chabilo Gujrati

મોહમ્મદ શમીની ખુબસુરત બીવીની માંગમાં સિંદૂર જોઇ લોકો રહી ગયા હેરાન, પૂછ્યુ- ફરી લગ્ન કરી લીધા કે શું ?

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીનું અંગત જીવન ફરી એકવાર ચર્ચાનો હિસ્સો બની ગયું છે. કારણ કે આ વખતે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ સોશિયલ મીડિયા પર સિંદૂરની તસવીર શેર કરી છે. જ્યારે હસીન જહાંએ સોશિયલ મીડિયા પર તેની માંગ ભરેલી તસવીર શેર કરી ત્યારે લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તસવીરમાં તે સુંદર દેખાઈ રહી છે, પરંતુ લોકોનું સીધુ ધ્યાન તેની સિંદૂર ભરેલી માંગ પર ગયુ હતુ. ચાહકો જાણવા માંગે છે કે હસીન જહાંએ તેની માંગ કેમ ભરી છે. બધા જાણે છે કે ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

શમીની પત્નીએ તેના પર હુમલો, મેચ ફિક્સિંગ અને દેશ સાથે વિશ્વાસઘાત જેવા અનેક આરોપો લગાવ્યા છે. માત્ર શમ્મી જ નહીં, હસીન જહાંએ તેના પરિવારના સભ્યોને પણ ઘેરી લીધા. આવી સ્થિતિમાં, જ્યારે હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર સિંદૂર વાળી તસવીર શેર કરી, ત્યારે ચાહકો વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવા લાગ્યા.હસીન જહાંને કોઈએ પૂછ્યું – શું તમે બીજી વાર લગ્ન કર્યા છે, તો કોઈએ પૂછ્યું – શું તમને કોઈ મળી ગયુ છે.. તો કોઈએ કહ્યું – શું આ મેડમનો કોઈ નવો પબ્લિસિટી સ્ટંટ છે…

ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ 2014માં ક્રિકેટર મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 4 વર્ષ પછી તેમની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને આ ખટાશના કારણે તેમના સંબંધો બગડી ગયા. તમને જણાવી દઈએ કે હસીન જહાં અને મોહમ્મદ શમીની એક દીકરી પણ છે જે હસીન જહાં સાથે રહે છે.હસીન જહાંએ 6 માર્ચ 2018ના રોજ મોહમ્મદ શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી. ત્યારથી બંને સાથે રહેતા નથી.

ત્યાર બાદ તેણે તેના પતિ શમી પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું માંગ્યું હતું. એટલે કે એક કરોડ 20 લાખ વાર્ષિક એલિમોની માંગવામાં આવી હતી. તેણે પોતાના અને પુત્રીના ભરણપોષણ માટે આ એલિમની માંગી હતી. શમીની પત્ની હસીન જહાંએ આ ફાસ્ટ બોલર વિરુદ્ધ એક્સ્ટ્રા મેરિટલ અફેર સહિત વિવિધ પ્રકારના આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો. તેણે શમી પર મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પછી BCCIએ તેનો વાર્ષિક કરાર સમાપ્ત કરી દીધો. જોકે, તપાસ બાદ બીસીસીઆઈએ શમીને 3 કરોડ રૂપિયાના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ફરીથી સામેલ કર્યો હતો. પત્નીના આરોપોનો સામનો કરી રહેલા શમીની પોલીસે પૂછપરછ કરી હતી અને તેના ઘરની પણ તલાશી લીધી હતી.

Live 247 Media

disabled