વારંવાર પરેશાન કરે છે બીમારીઓ અને નથી થતું સ્વસ્થ શરીર, તો કરી લો હનુમાનજીનો આ અચૂક ઉપાય - Chel Chabilo Gujrati

વારંવાર પરેશાન કરે છે બીમારીઓ અને નથી થતું સ્વસ્થ શરીર, તો કરી લો હનુમાનજીનો આ અચૂક ઉપાય

વ્યક્તિએ કામની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું  ઓણ ધ્યાન રાખવું જરૂરી છે. જો સ્વાસ્થ્ય સારું રહેશે તો જ જીવન સારી રીતે વીતશે. જો કે છતાં પણ શરીરમાં આ કોઈને કોઈ સમસ્યા આવતી જ હોય છે. ક્યારેક શરદી-ઉધરસ, પેટ કે માથાનો દુઃખાવો, હાથ-પગનો દુખાવો વગેરે ચાલતું જ રહેતું હોય છે . એવામાં બજરંગબલીનો આ ઉપાય કરવાથી તમે શરીરની આવી બીમારીઓથી મુક્ત થઇ જશો અને શરીર તાજગી અનુભવવા લાગશે.

તેના માટે તમે અઠવાડિયામાં મંગળવારનો દિવસ પસંદ કરો અને બ્રમ્હચર્યનું પાલન કરો. એટલે કે આ દિવસે તમારે તમારા પાર્ટનર જોડે સંબંધ બનાવવાના નહીં રહે, અને આ સિવાય મદિરાનું સેવન પણ કરવાનું નહીં રહે. આ સિવાય પુરા દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ફળનો આહાર લો.

મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરીને બજરંગબલીની પૂજા કરવાની રહેશે અને પૂજામાં સિંદૂરનો ઉપીયોગ ચોક્કસ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી ગંગા જળ છાંટો.  આ સિવાય દિવસમાં એકવાર વાંદરાઓને કેળા ખવડાવો. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર જે પણ ખરાબ દોષ ચાલી રહ્યા છે તે દૂર થઇ જશે અને તમે સ્વસ્થ જીવન વિતાવવા લાગશો.

આ સિવાય જો તમે ઇચ્છતા હોવ કે તમારા જીવનના દરેક વિઘ્ન દૂર થઇ જાય તો તેના માટે બુધવારે ગણેશજીનું પૂજન કરવાથી જીવનમાં ઘણું બધું મેળવી શકો તેમ છો. ભગવાન અને  દેવી-દેવતાઓની પૂજા તમને હંમેશા રોગમુક્ત રાખશે.

yc.naresh

disabled