દુલ્હાએ સ્ટેજ પર 'મુજસે શાદી કરોગી' ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, એનર્જી એવી કે રણવીર સિંહને પણ આપે ટક્કર - Chel Chabilo Gujrati

દુલ્હાએ સ્ટેજ પર ‘મુજસે શાદી કરોગી’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, એનર્જી એવી કે રણવીર સિંહને પણ આપે ટક્કર

ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આ કારણે સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવતા રહે છે. આમાં લોકો વર-કન્યા સાથે જોડાયેલા વીડિયોને ખુબ પસંદ કરતા હોય છે. જો વર-કન્યા નાચતા જોવા મળે તો લોકોને ઉત્સાહ વધી જતો હોય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક વરરાજા જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં વરરાજાના ડાન્સને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા તૈયાર થઈને સ્ટેજ પર પહોંચી ગયો છે. આ દરમિયાન ત્યાં સલમાન ખાનનું ગીત ‘મુજસે શાદી કરોગી’ વાગવા લાગે છે. આ પછી વર પોતાના પર કાબૂ રાખી શકતો નથી અને જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે. વરરાજા જે રીતે ડાન્સ કરે છે તે લોકોના દિલ જીતી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા તેની બહેનો અને મિત્રો સાથે સ્ટેજ પર બિલકુલ સલમાન ખાન જેવા સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે. તે જે રીતે ડાન્સ કરે છે તે જોઈને લાગે છે કે તેણે લગ્ન પહેલા ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Vaivahik Wedding (@vaivahik)

વરરાજાના ડાન્સને જોઈને ત્યાં હાજર સબંધીઓ અને મહેમાનો તેના જોરદાર વખાણ કરતા જોવા મળે છે. આ વીડિયો vaivahik નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે.

Live 247 Media

disabled