લો બોલો.. ડ્રાઈવરના ગિયર બદલવાના અંદાજ પર જ ફિદા થઇ ગઈ માલકીન, અમીરી ગરીબીની ચિંતા કર્યા વગર જ કરી લીધા લગ્ન, જુઓ અનોખી પ્રેમ કહાની - Chel Chabilo Gujrati

લો બોલો.. ડ્રાઈવરના ગિયર બદલવાના અંદાજ પર જ ફિદા થઇ ગઈ માલકીન, અમીરી ગરીબીની ચિંતા કર્યા વગર જ કરી લીધા લગ્ન, જુઓ અનોખી પ્રેમ કહાની

ધનવાન માલકીનને કાર શીખવતા ગરીબ ડ્રાઈવર સાથે થયો પ્રેમ, જે અંદાજમાં ગિયર બદલતો હતો એ જોઈને જ પ્રેમમાં પડી ગઈ

ઈન્ટરનેટ પર તમે કેટલીય પ્રેમ કહાનીઓ વાયરલ થતી જોઈ હશે, જેમાં કેટલાકને ઘરમાં કામ કરતા નોકર સાથે પણ પ્રેમ થઇ જતો હોય છે. તો ઘણાને ડ્રાઈવર સાથે પણ પ્રેમ થઇ જતો હોય છે, આવી જ એક કહાની હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં એક માલકીનને તેના ડ્રાઈવર સાથે જ પ્રેમ થઇ ગયો અને આ પ્રેમ થવા પાછળનું કારણ ડ્રાઈવરનો ગિયર બદલવાનો અંદાજ હતો.

આ વિચિત્ર પ્રેમ કહાની પણ બીજી પ્રેમ કહાનીઓની જેમ પાકિસ્તાનમાંથી જ સામે આવી છે. જ્યાં એક ધનવાન મહિલાને એક ગરીબ ડ્રાઈવર સાથે પ્રેમ થઇ ગયો.  ડેઇલી પાકિસ્તાન સાથે વાત કરતા મહિલાએ જણાવ્યું હતું કે, તેનો પતિ પહેલા ડ્રાઈવર હતો, તેને ગાડી શીખવવા માટે લઇ જતો હતો. આ દરમિયાન જ ડ્રાઈવરનો ગિયર બદલવાનો અંદાજ મહિલાને ખુબ જ પસંદ આવી ગયો.

ડ્રાઈવર જે રીતે ગાડીના ગિયર બદલતો હતો તે જોવાનું માલકીનને ખુબ જ પસંદ આવ્યું હતું. આ અંદાજ ઉપર જ તે ફિદા થઇ ગઈ અને ડ્રાઈવરને દિલ આપી બેઠી. ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલાએ તેના પતિ માટે એક ગીત પણ ગાયું હતું. મહિલાએ હિન્દી ફિલ્મ બોબીનું ગીત “હમતુમ એક કમરે મેં બંધ હો, ઔર છબી કહો જાએ.” ગાયું હતું.

મહિલાનું કહેવું છે કે અમારા બંનેનું મળવું એ કિસ્મતમાં લખ્યું હતું અને હવે તે બંને એકબીજા સાથે જિંદગી વિતાવવાની કસમ પણ ખાઈ ચુક્યા છે.  મહિલાએ એમ પણ કહ્યું કે જયારે તે ગિયર બદલાવ માટે હાથ ફેરવતો હતો તે જોઈને મને ખુબ જ ગમતું હતું અને ઘણીવાર તો એવું પણ બનતું હતું કે મને તેનો હાથ પકડી લેવાનું મન થઇ જતું.

Uma Thakor

disabled