દુલ્હને લગ્નમાં કર્યું કંઈક એવું કે વરરાજાએ કરી લીધું રેકોર્ડ, પછી આવી રીતે કરી મદદ જુઓ વીડિયોમાં

દરેક યુવાઓનું સપનું હોય છે કે તેઓ એક દિવસ યોગ્ય જીવનસાથી પસંદ કરે અને લગ્ન કરે. જ્યારે કોઈ વ્યક્તિના લગ્ન થાય છે ત્યારે તે તેના જીવનનો સૌથી મોટો અને યાદગાર દિવસ માનવામાં આવે છે. વર-વધુ આ દિવસને ખુબ જ સારી રીતે જીવવા માંગે છે અને વર-વધુ દરેક ક્ષણને કેમરામાં કૈંદ કરવાનું પસંદ કરે છે.લગ્નના વીડિયોમાં સૌથી વધારે વર-વધુના વીડિયો જ પસંદ કરવામાં આવે છે જેમાં અમુક ફની મોમેન્ટ પણ કેમરામાં કૈદ થઇ જતી હોય છે. એવો જ એક ફની વીડિયો હાલ સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ તમારું હસવું રોકી નહિ શકો.

દરેક મહિલાને પાણી પુરી ખાવી ખુબ પસંદ હોય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નના દિવસે પણ દુલ્હન પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતી અને પાણીપુરી જોઈને તેને ખાવા માટે પહોંચી જાય છે.વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દુલ્હન જમવા માટે બેસે છે તો તેની સામે પાણી પુરી પણ પીરસવામાં આવે છે. દુલ્હન જ્યારે પાણીપુરી ખાવાની કોશિશ કરે છે ત્યારે ફની મોમન્ટ કેમેરામાં કૈદ થઇ જાય છે.

વીડિયો kamakshi.kiwi નામના પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને ‘ગોલગપ્પા’ કૈપ્શન પણ આપવામાં આવ્યું છે.વીડિયોને જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ પણ કમેન્ટ બોક્સમાં આપી રહ્યા છે.દુલ્હન પોતાના નાકની નથણી આડે આવવાને લીધે પાણીપુરી ખાઈ નથી શકતી એવામાં વરરાજો પોતાની પત્નીનો હુકુમ માનતા તેના નાકની નથણી મોં પાસેથી ઉપર ઉઠાવે છે, જેના પછી દુલ્હન પાણી પુરી ખાઈ શકે છે. સોશિયલ મીડીયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ ફની મોમેન્ટનો લુપ્ત ઉઠાવી રહ્યા છે.

જુઓ દુલ્હનનો પાણીપુરી ખાતો ફની વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Kamakshi🖤 (@kamakshi.kiwi)

disabled