‘અમદાવાદમાં મેડમને ઘપાઘપ કરીને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે’ એક રાતના 20 હજાર, જો આવો વાયરલ મેસેજ આવે તો આટલું કરજો - Chel Chabilo Gujrati

‘અમદાવાદમાં મેડમને ઘપાઘપ કરીને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે’ એક રાતના 20 હજાર, જો આવો વાયરલ મેસેજ આવે તો આટલું કરજો

તમે મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! યુવાનોને અપાય છે એક રાતના 15,000 થી 20,000 રૂપિયા કમાવવાની લાલચ.હાઈ પ્રોફાઈલ મહિલાઓને ખુબ એકલું લાગે છે, તમારે માત્ર તેમની એકલતા દૂર કરવાની છે. મેડમ જો મોજમાં આવી જશે તો તમને માંગ્યા પૈસા મળશે! આખરે શું છે આ સમગ્ર મામલો? અમદાવાદમાં કંઈક આવી રીતે શરૂ થયો છે આ ગોરખ ધંધો? કઈ રીતે બેરોજગાર યુવાનોને બનાવવામાં આવે છે શિકાર? કઈ રીતે થાય છે છેતરપિંડી?

યુવાની લાગતા જ દરેક કોઈમાં સમાગમની ઈચ્છા થવી સ્વાભાવિક છે, જેની ઇચ્છા સંતોષવા યુવાનો ગમે તે હદ સુધી પહોંચી જાય છે. ખાસ કરીને સોશલ મીડિયામાં આજકાલ એવી ઘણી જાહેરાતો ફરે છે કે હાઈપ્રોફાઈલ મહિલા, એર હોસ્ટેસ, કોલેજ ગર્લ, નર્સ, ડોકટર સાથે આનંદ માણો અને રોજના 10થી 15 હજાર રૂપિયા કમાઓ આવી જાહેરાતો સાથે ફોન નંબર પણ લખવામાં આવતા હોય છે. તમે એ નંબર પર ફોન કરો એટલે મહિલા વિષે તમને માહિતી અપાય છે. શું ખરેખર મહિલા સાથે દોસ્તી અને અંગત આનંદ મેળવીને રોજના રૂપિયા કમાઈ શકાય? જો આટલા બધા રૂપિયા મળતા હોય તો કોઈ નોકરી કે ધંધો પણ ન કરે. હવે અમે તમને આ છેતરપિંડી કેવી રીતે થાય છે તમારી પાસેથી કેવી રીતે રૂપિયા પડાવવામાં આવે છે તેના વિશે જણાવીશું. તાજેતરમાં અમદાવાદના જ એક યુવાન સાથે આ પ્રકારની ઘટના બની હતી.

અમદાવાદમાં પણ ચાલે છે આવો ગોરખ ધંધો!
અમદાવાદના એસ.જી.હાઈવે પર પણ ઘણીવાર આ પ્રકારના જીગોલોના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. હાઈપ્રોફાઈલ મહિલા કાર લઈને આવે અને હાથમાં લાલ કલરનો રૂમાલ બાંધ્યો હોય, લાલ ટી શર્ટ પહેરી હોય તેવા યુવાનને બોલાવે છે અને જીગોલો લાલ કલરને આવી રીતે કોડ વર્ડ તરીકે રાખે છે, જેથી તેના ખરીદારને તેની ઓળખ થઈ શકે. આ તો થઈ જીગોલોના ધંધાની વાત પણ હવે આ ગંદા ધંધાની આડમાં પણ બીજો ધંધો શરૂ થયો છે અને તે છે છેતરપિંડીનો ધંધો જેમાં યુવાનોને એક રાતના 15,000 થી 20,000 રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે. મેડમને કરો, મેડમ તમને ખુશ કરશે! એક જ રાતમાં કમાઓ તગડી રકમ… જેવી જાહેરાત આપીને લાલચ આપવામાં આવે છે. જેના માટે તમારી પાસેથી અલગ અલગ પ્રકારની સિક્યોરિટી અમાઉન્ટ માંગવામાં આવે છે. જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી.

જીગોલો સર્વિસીસ શું છે?
જીગોલો શબ્દ આવતા જ મનમાં અમદાવાદનો હાઈપ્રોફાઈલ ગણાતો એસજી હાઈવે યાદ આવે, જ્યાં તમને રાત્રે બાઈક લઈને હેન્ડસમ છોકરાઓ ફરતા દેખાશે. થોડીવારમાં ત્યાં કોઈ હાઈફાઈ કાર આવશે અને પેલો હેન્ડસમ બોય બાઈક મુકીને કારમાં બેસીને નીકળી જશે અને કારમાં  સવાર થયેલાં બોયની સવાર કેવી રીતે થશે તેની પણ ખબર નહીં પડે. ઊંચી લાઇફસ્ટાઈલ, નોકરીઓની કમી અને પૈસાની તંગીને લીધે જેમ ઘણી છોકરીઓ દેહવ્યાપારમાં આવે છે તેમ છોકરાઓ પણ પૈસા કમાવવા માટે પોતાના શરીરનો સોદો કરે છે. જેમ શરીરના ગંધા ધંધામાં આવેલી યુવતીઓને કોર્લ ગર્લ કહેવામાં આવે છે, એમ આ ધંધામાં મહિલાઓને ‘સુખ’ આપવાનું કામ કરતા યુવકને જીગોલો કહેવામાં આવે છે.

કોને કહેવાય જીગોલો?
દેશના અન્ય મોટા શહેરોમાં આ બિઝનેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં પણ આ પ્રકારનું ચલણ શરૂ થઈ ચૂક્યું છે. પુરુષોના દેહવ્યાપારના બિઝનેસને જીગોલો માર્કેટ કહેવાય છે. જો તમને સીધી ભાષામાં જીગોલોનો અર્થ કહેવામાં આવે તો હાઈપ્રોફાઈલ ઘરની મહિલા સાથે તમે સમાગમ કરો અને તેને તમારાથી ચરમસુખનો આનંદ મળે તો તે તમને સુખ આપવાના બદલામાં માંગ્યા પૈસા આપે છે. આવી મહિલાઓ રોમાન્સ કરવા હીટ એન્ડ ફીટ છોકરાની શોધમાં હોય છે.

તાજેતર આવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો:
હાઈપ્રોફાઈલ મહિલા સાથે અંગત આનંદ માણી પૈસા કમાવવાની લાલચ આપતી બે યુવતી સહિત આઠ લોકોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ડમી નંબરમાંથી વાતચીત કરતા આવા લોકોને પકડવા ખુબ મુશ્કેલ હોય છે. ત્યારે કોઈ પણ પ્રકારની જાહેરાત જોઈને લાલચમાં આવીને ફોન કરતા પહેલાં સાવધાન. અમે તમને આવી છેતરપિંડી કરતા લોકોથી સાવધાન કરવા આ પ્રકારના સમાચાર તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પણ ગુનેગારો તમારી આસપાસ જ ફરી રહ્યાં છે તેથી તમે રહો સાવધાન…નહીં તો પૈસા કમાવવા તો દૂર પણ તમારા લાખના બાર હજાર થઈ જશે

આવી જાહેરાતોથી સાવધાન, કેવી કેવી આપવામાં આવે છે આવી લાલચઃ
આવી પણ જાહેરાતો આવતી હોય છે કે, હાઈપ્રોફાઈલ મહિલાને એકલું એકલું લાગે છે તો તેની સાથે સમય પસાર કરનાર હેન્ડસમ યુવકને મળશે આટલા રૂપિયા. મહિલાને સુખ આપી શકે તેવા હેન્ડસમ યુવકની જરૂર છે. મહિલાને ખુશ કરો અને પૈસા કમાવો. તેમાં ફોન નંબર પણ આપવામાં આવે છે. ફોન પર જેમ જેમ તમે તે મહિલાઓ વિશે વિગતો માંગશો તેમ તેમ તમને વધુ લાલચ અપાશે.

જેમાં તમને ઔથી પહેલા કંપનીમાં રજીસ્ટ્રેશન માટે 1500થી 3500 રૂપિયા જમા કરાવવાનું કહેવામા આવશે જો કે હકીકતમાં આવી કોઈ કંપની હોતી નથી.પૈસા જમા થતા તમને ડ્રાઇવર ચાર્જ જમા કરાવવાનું કહેવામાં આવશે.

ડ્રાઈવર ચાર્જ માટે પણ 2000થી 5000 રૂપિયા જમા કરાવવાના રહેશે. જેના માટે તમને બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવશે.હજારો રૂપિયા આપ્યા બાદ પણ તમારી પાસેથી વધારે પૈસા પડાવવાના દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે.

ફોન પર તમને કહેવામાં આવશે કે મેડમ હાઈ પ્રોફાઈલ છે તો તમારે તેના માટે 5 હજાર રૂપિયા જમા કરાવવા પડશે આ પૈસા તમને બે કલાકમાં પાછા આપી દેવામાં આવશે. આટલા પૈસા આપ્યા પછી પણ તમને કોઈ હાઈપ્રોફાઈલ મહિલા સાથે તમારી મિટીંગ નથી કરાવાતી અને આખરે તમે છેતરપિંડીનો સ્વીકાર બનો છે. આજના સમયના યુવકોનું ઓછું ભણતર અને વ્યસનની લતમાં તમામ વસ્તુ ગુમાવી દેતા હોય છે, તેવામાં પૈસા કમાવવાની લાલચ પણ એટલી જ હોય છે, ત્યારે આવી જાહેરાતો વાંચીને વધુ પૈસા ગુમાવે છે.

Uma Thakor

disabled