આટલી ફ્લેક્સિબલ કન્યા આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોઈ હોય, વરમાળા પહેરાવતા કમરમાંથી એવી પાછળની તરફ વળી કે જોતા જ રહી ગયા બધા - Chel Chabilo Gujrati

આટલી ફ્લેક્સિબલ કન્યા આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોઈ હોય, વરમાળા પહેરાવતા કમરમાંથી એવી પાછળની તરફ વળી કે જોતા જ રહી ગયા બધા

આપણા દેશની અંદર લગ્નને લઈને ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે, ત્યારે લગ્નની અંદર ડાન્સનું પણ ખુબ જ મહત્વ હોય છે, જેના ઘણા વીડિયો તમે જોયા હશે, આ ઉરપટ લગ્નમાં થતી મજાક મસ્તી પણ ખુબ જ વાયરલ થતી હોય છે. તો અનોખી રિવાજ પણ લોકોનું ધ્યાન ખેંચે છે.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે તમે પણ આજ પહેલા કયારેય નહિ જોયો હોય. આ વીડિયોની અંદર કન્યાની એવી લચક જોવા મળે છે તેને જોઈને વરરાજા તો ઠીક પણ જોનારા પણ ઘાયલ થઇ જાય. કારણ કે આ દુલ્હન એટલી ફ્લેક્સિબલ છે કે જોઈને તમે પણ હેરાન રહી જશો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વર-કન્યા વરમાળા માટે સ્ટેજ ઉપર ઉભા છે. વરરાજા તેના હાથમાં વરમાળા લઈને ઉભા છે અને તે કન્યાના ગળામાં પહેરાવવાની તૈયારી કરી રહ્યા છે, જેવા જે તે પોતાના બંને હાથે કન્યાના ગળામાં વરમાળા નાખવા જાય છે કે કન્યા કમરના ભાગેથી પાછળની તરફ એવી લચક લઈને નમે છે કે તેને જોઈને વરરાજા પણ હેરાન રહી જાય.

 

View this post on Instagram

 

A post shared by Parul Garg (@parulgargmakeup)

સોશિયલ મીડિયામાં કન્યાની આ લચક જોવી બધાને ખુબ જ પસંદ આવી રહી છે. ઘણા લોકો કન્યાની ફિટનેસની પ્રસંશા કરી રહ્યા છે તો ઘણા લોકોને દુલ્હનનો આ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો 17 જાન્યુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને ગણતરીના સમયમાં જ ખુબ જ વાયરલ પણ થઇ ગયો.

Uma Thakor

disabled