ડઝન ભર કુતારોએ એક નાની બિલાડી પર કરી દીધો હુમલો, પછી બિલાડીએ જે કર્યું તે જોઈને બધા ચોકી ગયા, જુઓ વીડિયો
રસ્તા પર માણસોને લડતા ઝઘડતાતો તમે ઘણી વખત જોયા હશે પરંતુ ક્યારેક પ્રાણીઓની મામૂલી લડાઈ જોવી પણ ખુબ જ ફની હોય છે. ખાસ કરીને લડાઈ કુતરા અને બિલાડીની તો મામલો અલગ જ રીતે ચર્ચાનો વિષય બની જતી હોય છે. આ દિવસોમાં એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાથે ડઝન કુતરા ભેગા મળીને એક બિલાડી પર હુમલો કરી દે છે પરંતુ વીડિયોમાં બિલાડી જેવી રીતે એકલી બધા કૂતરાની સામે મુકાબલો કરે છે તે વખાણ કરવાને લાયક છે. આ ક્લિપને જોયા બાદ એક વાતો તો પાક્કી થઇ ગઈ કે કોઈ કમજોરીને બિલાડીનું નામ નહિ આપે.
વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે આ કોઈ ગલીનો વીડિયો છે જ્યાં ડઝન કુતરા ભેગા મળીને બિલાડી પર હુમલો કરી દે છે. તે બધા એક સાથે ભસીને બિલાડીનો વિરોધ કરીને તેને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ બિલાડીએ તેની હિંમત દેખાડી અને બધા કૂતરાને એક જ વર્મા આડે હાથ લઈને એવી ધમકાવી અને બતાવી દીધું કે તેને સિંહની માસી કહેવામાં આવે છે.
This is why I love cats so much!
They are so elegant and so brave! ❤️pic.twitter.com/LIkC7o5CiV— Nature Campanion (@naturecampanion) June 4, 2022
આ મજેદાર વીડિયોને ટ્વિટર પર naturecampanion નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેમણે કેપ્શન લખ્યું હતું,’એટલા માટે જ મને કુતરા કરતા વધારે બિલાડી પસંદ છે કેમ કે કુતરા કરતા વધારે બહાદુર હોય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ત્રણ લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચુક્યા છે અને લોકો કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું,’આ બિલાડી સાચેમાં હિંમતવાળી છે. તેમજ બીજા યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી કે,’આજે સમજ આવ્યું કે તેને સિંહની માસી કેમ કહેવામાં આવે છે.’