મહેનત કરવા છતાં પણ નથી બની રહ્યા પૈસા, તો અચૂક કરી લો આ ધનવર્ષાનો ઉપાય

મોટાભાગે એવું જોવામાં આવતું હોય છે કે લોકો ખુબ મહેનત કરવા છતાં પણ સફળ નથી થઇ શકતા. એવું ઘણીવાર બનતું હોય છે અને લોકો સમજી પણ નથી શકતા કે આખરે એવું શા માટે  થઇ રહ્યું છે. શાસ્ત્રોના આધારે ખરાબ સમયને ટાળવા માટેના અમુક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે.

આ ઉપાયોથી તમારું ભાગ્ય સુધરશે અને સાથે જ ધન પ્રાપ્તિ પણ થશે. તેનાથી માં લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપા બનેલી રહેશે.

તેના માટે તમારે સવારે ઉઠતા જ મંદિરમાં લાલ કપડું પાથરીને તેના પર માં લક્ષ્મી અને કુબેર મહારાજની મૂર્તિ સ્થાપિત કરો. જેના પછી તમારે અઠવાડિયામાં ત્રણ વાર ઘી થી બનેલું ચુરમુ અને બે દિવસ માવાની બનેલી મીઠાઈનો ભોગ કુબેર મહારાજ અને માં લક્ષમીને લગાવવાનો રહેશે.

એક અઠવાડિયા પછી કુબેર અથવા ધનલક્ષ્મી યંત્ર આ જ મૂર્તિની પાસે રાખો અને પ્રસાદ પરિવારના દરેક સભ્યોને આપો. આ સિવાય તમે તમારા કાર્યસ્થાન પર લીંબુના ચાર ટુકડા કરી ચારે દિશામાં ફેંકી દો અને પશુઓને ઘાસ ખવડાવો . આવું કરવાથી તમારું ભાગ્ય ચમકાશે અને આવકના અનેક રસ્તાઓ ખુલતા જણાશે.

આવું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે અને હકારાત્મક ઉર્જાનું વહન થશે. ભગવાનનો આશીર્વાદ હંમેશા તમારા પર બનેલો રહેશે, જે તમને દરેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. આ સિવાય આર્થિક તંગી પણ થશે દૂર.

disabled