ટ્રેન્ડિંગ રીલ્સને ફોલો કરવા માટે મેટ્રોમાં બધાની સામે બનાવી દીધો વીડિયો, વાયરલ થઇ રહ્યો છે વીડિયો
આ દિવસોમાં તમે પણ એવા કેટલાક વીડિયો જરૂર જોયા હશે જેમાં મેટ્રોમાં લોકો કે બાળકો ડાન્સ કરતા નજર આવ્યા હશે. પરંતુ આવું કંઈક કરવા માટે ખુબ હિંમત જોઈતી હોય છે. માણસોથી ભરેલી મેટ્રોમાં એક છોકરીના ડાન્સનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક જીંગલ જીંગલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડની કોશિશ ઘણા બધા લોકોએ ખુબ જ સરસ રીતે નિભાવ્યો છે. તેમાંથી એક છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે મેટ્રોમાં વીડિયો બનાવી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીએ લાલ કલરનું જંપસૂટ પહેરીને કશિકા ડાન્સ કરતા ગજબ કહેર વરસાવી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કશિકાએ આ ચેલેન્જ પૂરું કરવા માટે મેટ્રોને જ તેનો ડાન્સ ફ્લોર બનાવી દીધો હતો. આ વીડિયોને અત્યાર સુધી ઘણા બધા વ્યૂઝ મળી ચુક્યા છે. એટલું જ નહિ 15 હજાર કરતા વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરેલો છે. આ છોકરીના ડાન્સે ઘણા બધા લોકોને તેના દીવાના બનાવી દીધા છે.
View this post on Instagram
વીડિયો શેર કરતા જ લોકોને કોમેન્ટની લાઈન લાગી ગઈ હતી. ઘણા યુઝર્સ છોકરીની હિંમતના વખાણ કરી રહ્યા હતા તો કેટલાક લોકો છોકરીની પાછળ બેસિલી મહિલાની પ્રતિક્રિયા પર હસી મજાક કરતા નજર આવી રહ્યા હતા. વધારે પડતા લકોએ કશિકાના કોન્ફિડન્સના વખાણ કર્યા હતા. કશિકા એક અભિનેત્રી મોડેલ અને ડાન્સર પણ છે. કશિકા સ્ટાર મિસ ટીન કેપિટલ ઓફ ઇન્ડિયા 2021માં પણ ભાગ લઇ ચુકી છે.