અંધ માતા અને બાળક ચાલી રહ્યા પ્લેટફોર્મ પર, આચાનક ટ્રેક પર પડી ગયું બાળક, પછી ભગવાન બનીને આવ્યો આ વ્યક્તિ, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે... - Chel Chabilo Gujrati

અંધ માતા અને બાળક ચાલી રહ્યા પ્લેટફોર્મ પર, આચાનક ટ્રેક પર પડી ગયું બાળક, પછી ભગવાન બનીને આવ્યો આ વ્યક્તિ, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે…

આ વ્યક્તિએ એક આંધળી માતાના બાળકને બચાવવા લગાવી દીધો પોતાનો જીવ દાવ પર, ઇનામના અડધા પૈસા પણ આપ્યા બાળકને… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણીવાર કેટલીક એવી ઘટનાઓના વીડિયો વાયરલ થઇ જતા હોય છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ઘણીવાર કેમેરામાં એવા દૃશ્યો કેદ થાય છે જે આપણને પણ હેરાન કરી દે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક અંધ મહિલાનો દીકરો પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર પડી જાય છે અને પછી એક રેલવે કર્મચારી તેને બચાવવા પોતાનો જીવ દાવ પર લગાવી દે છે.

એવું કહેવાય છે કે પૃથ્વી પર ઘણા સુંદર અને અદ્ભુત લોકો છે. શ્રેષ્ઠ લોકોના કારણે જ આ દુનિયા સુંદર અને શાનદાર  લાગે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક તેની માતા સાથે રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહ્યો હતો. ચાલતી વખતે બાળક પડી ગયું. સૌથી દુઃખદ વાત એ છે કે માતા જોઈ શકતી ન હતી. તેણીએ પણ હિંમતભેર પોતાના બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, એક વ્યક્તિ ઝડપથી દોડીને ટ્રેક પર આવી જાય છે અને બાળકને સમયસર બચાવી લે છે. આ વ્યક્તિના કામથી ખુશ થઈને રેલવે વ્યક્તિને પુરસ્કાર આપે છે. ઇનામ લીધા પછી, વ્યક્તિએ તેનું મોટું હૃદય બતાવ્યું અને અડધા પૈસા બાળકના શિક્ષણ માટે આપ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ લોકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક બાળકને બચાવે છે. આ વીડિયો દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણે પોતે શેર કર્યો છે. તેણે વીડિયોની સાથે માહિતી પણ શેર કરી છે. તેણે લખ્યું છે “મયુર શેલ્કેનો હૃદયપૂર્વક આભાર. તેણે 6 વર્ષના બાળકનો જીવ બચાવ્યો. બાળકની માતા પણ જોઈ શકતી ન હતી. આ રીતે બંનેના જીવ બચી ગયા. આ માટે રેલવેએ મયુરનું સન્માન પણ કર્યું હતું. સૌથી સારી વાત એ હતી કે મયુરે પોતાનો અડધો હિસ્સો બાળકના શિક્ષણ માટે દાનમાં આપી દીધો. તમારા પર ગર્વ છે મયુર!”

આ વીડિયોને સોશિયલ મીડિયા પર 19 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે, આ વીડિયોને 26 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે – ખુબ જ સુંદર વિડીયો. તે જ સમયે, અન્ય એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું છે – આનાથી વધુ સારું ઉદાહરણ શોધી શકાતું નથી. મયુર એક સારો વ્યક્તિ છે.

Uma Thakor

disabled