લગ્નના દિવસે વરઘોડો લઈને આવેલ દુલ્હાને દુલ્હને આપ્યો છત પરથી અવાજ, પછી જે થયું જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

લગ્નના દિવસે વરઘોડો લઈને આવેલ દુલ્હાને દુલ્હને આપ્યો છત પરથી અવાજ, પછી જે થયું જુઓ વીડિયો

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. કેટલાક વીડિયો જ્યાં ખુબ મજેદાર હોય છે જે તમે વારંમ વાર જોવાનો પસંદ કરો છો તો કેટલાક વીડિયો એટલા ઈમોશનલ હોય છે કે તમે પણ રડવા લાગતા હોવ છો. તેમજ કેટલાક વીડિયોમાં દુલ્હન પોતાના સ્વેગથી નેટીજન્સનું દિલ જીતી લેતી હોય છે.

આવો જ એક દુલ્હા દુલ્હનનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક દુલ્હન છત પરથી દુલ્હાને અવાજ આપતી નજર આવી રહી છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુલ્હન છતની રેલિંગ પર બેસેલી છે. તેણે મેકઅપ કરેલો છે અને જવેલરી પણ પહેરેલી છે પરંતુ લહેંગાને જગ્યાએ જીન્સ પહેરેલું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નીચે વરઘોડો આવેલો છે અને ઘોડી પર બેસેલો દુલ્હો પણ નજર આવી રહ્યો છે. સાથે જ કેટલાક ઢોલ વાળા પણ નજર આવી રહ્યા છે.

આ બધાને દુલ્હન ઉપરથી બધાને જોઈ રહી છે અને પછી ખુબ જ જોરથી અવાજ લગાવતા દુલ્હાના બોલાવી રહી છે પરંતુ કદાચ તેને અવાજ પહોંચતો નથી. આ વીડિયોમાં પોતાના દુલ્હાને અવાજ આપતી દુલ્હન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ચાહકોને ખુબ પસંદ પણ આવી રહ્યું છે અને તે લોકો જોરદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને harshkarnawatphotography.films નામના એક ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને આની પર અત્યાર સુધી 3 લાખ કરતા વધુ લાઇક્સ આવી ચુકી છે.

Live 247 Media

disabled