"શ્રીવલ્લી" ગીતના સ્ટેપ કરવામાં આ એર હોસ્ટેસે કરી નાખી એવી મોટી ભૂલ કે મોઢા ઉપર હાથ મૂકીને પછી શરમાવવું પડ્યું, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

“શ્રીવલ્લી” ગીતના સ્ટેપ કરવામાં આ એર હોસ્ટેસે કરી નાખી એવી મોટી ભૂલ કે મોઢા ઉપર હાથ મૂકીને પછી શરમાવવું પડ્યું, જુઓ વીડિયો

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થયા બાદથી જ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ વિવેચકો અને દર્શકોમાં ઘણી લોકપ્રિય બની છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ જબરદસ્ત કમાણી પણ કરી છે. આ ફિલ્મમાં એક્ટર અલ્લુ અર્જુન અને એક્ટ્રેસ રશ્મિકામંદાનાના અભિનયને લોકોએ પસંદ કર્યો છે. સામાન્ય લોકો ઉપર પુષ્પાના ગીતો અને સ્ટાઇલનો નશો ચઢેલો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં પુષ્પાના ગીત ઉપર લોકો વીડિયો બનાવી રહ્યા છે ત્યારે એક એરહોસ્ટેસનો ડાન્સ વીડિયો ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે ફિલ્મના ગીત ‘તેરી ઝલક અશરફી.. શ્રીવલ્લી’ના હૂક સ્ટેપ્સની નકલ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. એરહોસ્ટેસ ખાલી ફ્લાઈટમાં આ ડાન્સ સ્ટેપ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે શ્રીવલ્લી ગીતના હૂક સ્ટેપને કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જો કે આ દરમિયાન તે એક મોટી ભૂલ કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એરહોસ્ટેસ અલ્લુ અર્જુનના હૂક સ્ટેપને બરાબર સમજી શકી નથી. પરંતુ તેમ છતાં તેણી તેને અજમાવી રહી હોય તેવું લાગે છે. વીડિયોમાં જોઈને લાગે છે કે એરહોસ્ટેસને ખુદ ખબર પડી ગઈ છે કે તેણે આ ગીતના સ્ટેપને ખરાબ કરી નાખ્યો છે. એટલા માટે તે પોતાના ડાન્સ પર હસતી જોવા મળે છે. આ વીડિયો તેના એક સાથી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Uma meenakshi (@yamtha.uma)

આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં ડાન્સ કરતી એર હોસ્ટેસનું નામ ઉમા મીનાક્ષી છે, જે સ્પાઈસ જેટની ફ્લાઈટની એર હોસ્ટેસ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. આ પહેલા તેણે ફ્લાઈટમાં જ ફિલ્મ ‘પુષ્પા’ના અન્ય ગીત ‘સામી’ પર ડાન્સ પણ કર્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ઉમાના આ વીડિયો પર હજારો લાઈક્સ અને કમેન્ટ જોવા મળી રહી છે.

Uma Thakor

disabled