નારિયેળના આ ઉપાયો દૂર કરશે કરશે તમામ પ્રકારની સમસ્યાઓ, થશે ધનલાભ

આપણા હિન્દૂ ધર્મની અંદર દરેક પૂજા અથવા શુભ કાર્ય કરવા માટે નારિયેળની જરૂર પહેલા પડતી હોય છે.  જેને આપણે શ્રીફળ પણ કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે નારિયેળ ભગવાનને અતિપ્રિય છે, જેના કારણે આપણે દરેક પૂજામાં તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યોતિષના જણાવ્યા પ્રમાણે નારિયેળના બીજા પણ ઘણા ચમત્કારિક ઉપાયો છે.

જેના દ્વારા તમે તમારી મુશ્કેલીઓ પણ દૂર કરી શકો છો અને ધનની પ્રાપ્તિ પણ કરી શકો છો. ચાલો જોઈએ એવા કેટલાક ઉપાયો.

1. ધનલાભ માટે: ધન લાભ માટે એક આખું નારિયેળ લઈને માતા લક્ષ્મીને અપર્ણ કરવું. થોડીવાર બાદ તે નારિયેળને એક લાલ કપડામાં લપેટીને કોઈ એવી જગ્યાએ રાખી લેવું જેને કોઈ જોઈ ના શકે. આ ઉપાય દ્વારા ઘરમાં ધનલાભની સાથે સાથે સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.

2. નકારાત્મક ઉર્જા દૂર કરવા: જો તમને લાગી રહ્યું છે કે તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો વાસ થઇ રહ્યો છે તો નારિયેળનું કાજલથી તિલક કરવું. ત્યારબાદ તે નારિયેળને આખા ઘરમાં ફેરવી અને ત્યારબાદ નદીમાં પ્રવાહિત કરી દેવું. જેના કારણે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે.

3. વ્યવસાયમાં ફાયદો કરવા માટે: ધંધામાં વૃદ્ધિ કરવા માટે નારિયેળને પીળા કપડામાં લપેટીની તેમાં થોડી જનેઉ અને મીઠાઈ રાખીને કોઈ વિષ્ણુ મંદરીમાં અર્પણ કરી દેવું. જેનાથી ધંધામાં ખુબ જ વધારો થશે ધંધા માં સારી એવી પ્રગતિ થશે .

4. રાહુ કેતુના દોષથી મુક્તિ મેળવવા: રાહુ કેતુના દોષથી જો પરેશાન થતા હોય તો એક સૂકા નારિયેળને અડધું કાપી લેવું. આ બંન્ને ટુકડાઓમાં ખાંડ મૂકી અને કોઈ સુમસાન જગ્યા ઉપર જમીનમાં દબાવી દેવું. જેમ જેમ કીડીઓ અથવા બીજા જીવ તેને ખાતા જશે તેમ તેમ તમારા ગ્રહદોષ પણ દૂર થતા જશે.

5. શનિ દોષ દૂર કરવા: શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં જઈને 7 નારિયેળ ચઢાવવા. ત્યારબાદ તે નારિયેળને નદીમાં વહાવી દેવા. જેના કારણે શનિ દોષમાં ઘટાડો આવશે. અને જેનાથી શનિ દોષ માં તમને ઘટાડો થશે.

6. ખરાબ નજરથી બચવા: જો કોઈ બાળકને ખરાબ નજર લાગી ગઈ હોય તો તેની ઉપરથી પાણી વાળું નારિયેળ 11 વખત ફેરવીને સળગાવી દેવું. આમ કરવાથી ખરાબ નજર દૂર થઇ જશે. આ રીતે આપણા બાળકો ને ખરાબ નઝર થી પણ બચાવી શકો છો.

After post

disabled