દુનિયાના 5 સૌથી ડરામણા રસ્તા, જેને જોઈને જ લોકો કંપવા લાગી જાય છે - Chel Chabilo Gujrati

દુનિયાના 5 સૌથી ડરામણા રસ્તા, જેને જોઈને જ લોકો કંપવા લાગી જાય છે

આપણે ઘણા એવા વાંકા ચૂંકા અને ઊંચાઈવાળા રસ્તાઓ ઉપર ગયા હોઈશું. ઘણા એવા પણ ખતરનાક રસ્તા જોયા હશે જેને જોઈને આપણને પણ ડર લાગતો હશે. પરંતુ આજે અમે તમને દુનિયાના એવા ડરામણા રસ્તા વિશે જણાવીશું જેના ઉપર ચાલવું સામાન્ય લોકોનું કામ નથી. કમજોર દિલવાળા લોકો તો તેના ઉપર જઈ જ નથી શકતા. આ રસ્તા એટલા ખતરનાક હોય છે કે દરેક સમયે મૃત્યુ માથા ઉપર મંડરાતું રહે છે. ફક્ત જોવાથી જ હૈયું કંપી જાય છે.

સ્પેનના દક્ષિણ ક્ષેત્રમાં 110 વર્ષ જૂનું “એલ કેમીનીટો ડેલ રે” માર્ગને દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓમાંથી એક માનવામાં આવે છે. તેને “કિંગ્સ પાથ-વે”ના નામથી ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ 1905માં કરવામાં આવ્યું હતું. આ ખતરનાક રસ્તાને હાઇડ્રોલિક પાવર પ્લાન્ટમાં કામ કરવા વાળા મજૂરો માટે બનાવવામાં આવ્યો હતો. જો કે આ રસ્તાને વર્ષ 2000માં બંધ કરી દેવામાં આવ્યો, કારણે અહીંયા ઉપરથી બે લોકોનું પડવાના કારણે મૃત્યુ થઇ ગયું હતું.

પશ્ચિમી ચીનના ગુલુકાન ગામના બાળકો એક સ્કૂલમાં ભણવા માટે આ ખતરનાક રસ્તા ઉપરથી જાય છે. આ 5000 ફૂટ લાંબો રસ્તો ચટ્ટાન ઉપર બનેલો છે. જેને “ક્લિફ પાથ”ના નામે ઓળખવામાં આવે છે.

ચીનના હુંશાન ક્લિફસાઈટ પાથ હુંશાન યલો નદીના બેસીનની પાસે ઓરડોસ લૂપ સેક્શનના સાઉથવેસ્ટમાં શાનકસી પ્રાંતના ક્વિનલિંગ માઉન્ટેન્સના પૂર્વી ભાગ ઉપર સ્થિત છે. અહીંયા બે પગદંડી માર્ગ 1614 મીટરની ઊંચાઈ ઉપર હુંશાનની ઉત્તર ઘાટી માટે બનેલા છે. આ “હુઆ શાન યુ”ના નામથી વધારે પ્રસિદ્ધ છે. અહીંયા બહુ જ બધા પર્યટકો આવે છે. સરકારે અહીંયા સુરક્ષાની વ્યવસ્થા કરેલી છે. તે છતાં પણ અહીંયા દરવર્ષે દુર્ઘટનાઓ થાય છે.

ફ્રાન્સના અલ્પસના સેન્ટ પિયરે ડી ઈંટરીમોન્ટમાં સ્થિત રોચ વેયરાંડ જવું દરેક કોઈના હાથની વાત નથી. અહીંયા સારામાં સારા મજબૂત કાળજા વાળા લોકોનો આત્મા પણ કંપી ઉઠે છે.

ચીનના હુનાન પ્રાંતના યુએયાંગમન ચીનની સ્પાઈડરમેનની અમેજીંગ આર્મી પોતાના જીવનને દાવ ઉપર લગાવીને 300 મીટરની ઊંચાઈ ઉપર આ રસ્તો બનાવ્યો છે. આ ખતરનાક રસ્તાને જોઈને જ લોકોના શ્વાસ અટકી જાય છે.

Uma Thakor

disabled