રામાયણના અભિનેતાઓની આ 20 દુર્લભ તસવીરો જોઈને આંખો પણ ચમકી ઉઠશે

લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ એક નવી આશા અને નવું ઉમંગ લઈને આવ્યું, સાથે સાથે ટેલિવિઝન જગતના ઘણા રેકોર્ડ પણ રામાયણના પ્રસારને પોતાના નામે કરી લીધા, વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાં રામાયણ પહેલા નંબરે આવી ગયું, અને આ રેકોર્ડ હવે કોઈ તોડી શકે એમ પણ નથી.

રામાયણના પ્રસારણ સાથે રામાયણ સાથે જોડાયેલી ઘણી એવી બાબતો પણ છે જે આજે પણ સાંભળવી ગમે, ખાસ કરીને રામાયણમાં અભિનય કરનારા અભિનેતાઓના જીવન વિશે જાણવામાં વધારે મજા આવતી હોય છે. આજે અમે તમને રામાયણના અભિનેતાઓની કેટલીક એવી તસવીરો બતાવીશું જે જોઈને તમારી આંખો પણ ચમકી ઉઠશે.

લક્ષ્મણનો અભિનય કરનાર અભિનેતા સુનિલ લહેરીને 1984માં એ સમયના પ્રધાનમંત્રી ઈન્દીરીએ ગાંધીએ એક શુભેચ્છા સંદેશ આપ્યો હતો અને ત્યારે સુનીલની પફિલ્મ પણ આવવાની હતી “ફિર આઈ બરસાત”\

કેમેરાની સામે રામ અને રાવણની દુશ્મની જોવા મળી હતી. કેમેરાની પાછળ અરુણ ગોવિલ અને અરવિદ ત્રિવેદી હાથ મિલાવતા નજરે ચડે છે.

રામનો અભિનય કરનાર અરુણ ગોવિલ અને અભિનેત્રી દીપિકા ચીખલીયા રામાયણના સેટ સિવાય પણ એકસાથે જોવા મળ્યા હતા.

રામાનંદ સાગર એક પુસ્તકમાંથી રામ અને સીતાને રામાયણના કેટલાક દૃશ્યોની સમજ આપી રહ્યા છે જયારે લક્ષ્મણ, ભારત અને શત્રુજ્ઞ પાછળ ઉભા ઉભા તેમને નિહાળી રહ્યા છે.

રામાયણમાં સીતાનો અભિનય કરનાર અભિનેત્રી દીપિકા સાથે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીને પણ જોઈ શકાય છે.

લક્ષ્મણનો અભિનય કરનાર સુનિલ લહેરીની પહેલી ફિલ્મ “નક્સલી”નું આ દૃશ્ય છે, આ ફિલ્મમાં મીથુન ચક્રવર્તી અને સ્મિતા પાટીલ પણ હતા.

સુનિલ લહેરી અને દીપિકા ચીખલીયા આ પહેલા પણ રામાનંદ સાગરની “વિક્રમ વેતાળ’ ધારાવાહિકમાં સાથે કામ કરી ચુક્યા હતા.

અભિનેત્રી જુહી ચાવલા 1984માં મિસ ઇન્ડિયા બની ત્યારે અભિનેતા સુનિલ લહેરી તેમને ફુલોનો ગુલદસ્તો આપી રહ્યા હતા.

રામ અને કૃષ્ણ પણ ગાયક અનુપમ જલોટા સાથે જોવા મળ્યા હતા. નિતેશ ભારદ્વાજ, અરુણ ગોવિલ અને અનુપમ જલોટા.

શૂટિંગ સિવાય પણ અરુણ ગોવિલ મોટા ભાઈ લાગી રહ્યા છે. સુનિલના ગાલ પર કંઈક ઠીક કરી રહ્યા છે. બંને ભાઈ કુલ લાગી રહ્યા છે.

અભિનેત્રી દીપિકા ચીખલીયા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ સાથે જોવા મળી હતી. દીપિકા 1991માં ભાજપની સીટ ઉપરથી સાંસદ પણ બની હતી.

અભિનેત્રી દીપિકા ચીખલીયા સાથે રાવણનો અભિનય કરનાર અરવિંદ ત્રિવેદી પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તેઓ પહેલીવાર જયારે સંસદમાં આવ્યા ત્યારની આ તસ્વીર છે.

રામાયણના બધા જ અભિનેતાઓની અલગ અલગ તસવીરો તો ઘણી જોવા મળે છે પરંતુ આજે પહેલીવાર બધા જ અભિનેતાઓ એક જ તસ્વીરમાં જોવા મળશે.

રાવણનો અભિનય કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી એ ઘણી જ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. એક કાર્યક્રમમાં અભિનેતા અરુણ ગોવિલ તેમનું સન્માન કરી રહ્યા છે.

રામાનંદ સાગર કોઈ સીનની ઊંડાળ પૂર્વક રાવણ અને સીતા સાથે ચર્ચા કરી રહેલા જોવા મળે છે. રામાનંદ સાગર દરેક સીન જાતે જ સમજાવતા હતા.

રામાયણની ટીમે પણ રામાનંદ સાગર સીન સમજાવતા હતા, આ સમગ્ર ટિમ સાથે એક સીનની ચર્ચા કરતા રામાનંદ સાગર જોવા મળે છે.

હનુમાનનો રોલ કરનાર અભિનેતા દારા સિંહ તેમન દીકરા વિન્દુ સાથે મસ્તી કરતા નજરે ચડે છે. આ ફોટો ત્યારનો છે જયારે તે પોતાના દીકરાને વ્યાયામ કરાવી રહ્યા હતા.

રામાનંદ સાગર અને અભિનેતા અરુણ ગોવિલ સાથે દીપિકી ચીખલીયા પણ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સાથે જોવા મળી રહ્યા છે.

અભિનેત્રી પધ્મા ખાન જણે રામાયણમાં કૈકઈનો અભિનય કર્યો હતો તે પણ આ તસ્વીરમાં જોવા મળી રહી છે.

After post

disabled