ધ્યાનથી જુઓ ૧૨ તસવીરો...ફોટોગ્રાફરને તેની અપેક્ષા ન હતી - Chel Chabilo Gujrati

ધ્યાનથી જુઓ ૧૨ તસવીરો…ફોટોગ્રાફરને તેની અપેક્ષા ન હતી

જીવન અનેક રહસ્યો, આશ્ચર્યો અને પહેલીઓથી ભરેલું છે. અમુક ફોટોગ્રાફર દ્વારા એવી તસવીરો ક્લિક કરવામાં આવી કે તેના બેકગ્રાઉન્ડમાં અમુક એવી વિચિત્ર વસ્તુ જોવા મળી કે તેને જોઈને તમે પણ ચોંકી જશો.

1. પહેલી નજરમાં જોતા આ માત્ર એક સુંદર યુવતીની જ તસ્વીર લાગે છે. પણ જો તેને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે અરીસામાં કોઈકનો ચેહરો દેખાઈ રહ્યો છે. ફોટો ક્લિક કરતી વખેતે આ શૈતાનનો ચેહરો ધ્યાનમાં આવ્યો ન હતો પણ પછી તેની ખબર પડતા જ આ યુવતી ડરી ગઈ હતી.

2. બીચ પરની આ સુંદર યુવતીઓની તસવીરો જોતા લાગશે કે તેઓ વેકેશન પર ગયેલી છે અને પુરા મસ્તનીના મૂડમાં છે, પણ જો બારીકીથી જોશો તો એક વ્યક્તિ તેઓની પાછળ છે અને યુવતીઓ જેવો જ પોઝ આપી રહ્યો છે. યુવતીઓ જેવો જ પોઝ આપવું થોડું વીચીત્ર લાગી રહ્યું છે.

3. રિહાના અને કેટી પેરી નામની બંને યુવતીઓ બેસ્ટ ફ્રેન્ડ છે. અને જ્યારે પણ તેઓ કોઈ એવોર્ડ સમારોહમાં સાથે હોય છે ત્યારે તેની તસવીરો વાયરલ થઇ જ જાય છે. આ તસવીર સામે આવતા જ જોવા મળ્યું કે કોઈ અન્ય વ્યક્તિ ખુરશી નીચે છે. અમુકનું કહેવું છે કે તે બંનેના કપડાની નીચે જોવાની કોશિશ કરી રહ્યો છે તો અમુકનું માનવું છે કે આ તસવીર ફોટોશોપ્ડ છે.

4. મૈકયલા નામની આ યુવતી ખુબ ખુશ દેખાઈ રહી છે કેમ કે તે હાલમાં જ શોપિંગ કરીને આવી છે. નવા કપડાં એક પછી એક પહેરીને તેણે સેલ્ફી લીધી અને પોસ્ટ પણ કરી, પણ જ્યારે તેણે તસવીરમાં જોયું કે તેની અલમારીની અંદર કોઈ અજાણ વ્યક્તિ હતો, અને તે ડરીને બહાર ભાગી ગઈ હતી, જો કે પછી તેને જાણ થઇ કે તે તેની બહેનનો બોયફ્રેન્ડ હતો અને ત્યાં છુપાઈ ગયો હતો.

5. આ તસ્વીર પહેલી વારમાં જોતા સામાન્ય લાગશે, પણ ધ્યાનથી જોતા જણાશે કે આ યુવતીના બેડની નીચે કોઈક છુપાયેલું છે, પણ પછી બધાને ખબર પડી કે તે આ યુવતીનો મિત્ર જ હતો.

6.આ યુવતી ઝાડ પાસે ઉભા રહીને તસવીર લઇ રહી હતી, પણ અચાનક જ તેની માં એ બૂમ પાડી, કેમ કે ઝાડ પર એક ઝેરીલો સાંપ હતો માટે યુવતી ત્યાંથી દૂર ભાગી ગઈ. 7. ઘરની બહાર પણ અમુક વિચિત્ર વસ્તુઓ જોવા મળતી હોય છે. આ તસ્વીર હોલીવુડ ફિલ્મ સ્લેન્ડર મેનની યાદ અપાવે છે. તસવીરમાં યુવતીની પાછળ દેખાઈ રહેલી આ વિચિત્ર આકૃતિ જોઈને લાગી રહ્યું છે કે તે સ્લેન્ડર મેન છે.

8. યુવતીની આ તસવીર તેના પતિ રોબીને ક્લિક કરી હતી. તસવીરને જોતા માલુમ પડ્યું કે જંગલમાં દૂર કોઈક વિચિત્ર આકૃતિ દેખાઈ રહી છે અને તે કોઈ રોબોટના જેવી જ દેખાતી હતી.

9. આ તસવીર 1962ની છે અને જો તસવીરને ધ્યાનથી જોશો તો તમને માલુમ પડશે કે છેલ્લા વ્યક્તિની પાછળ અન્ય કોઈકના પગ પણ દેખાઈ રહ્યા છે, જે એકદમ ડરામણું લાગી રહ્યું છે.

10. યુલિયા પોતાના ભાઈઓ સાથે બીચ પર ગઈ હતી અને ત્યાં તસવીરો પણ ક્લિક કરી હતી પણ અચાનક જ તેઓ ત્યાંથી સામાન લઈને ભાગી ગયા કેમ કે તસવીરમાં તેઓને અમુક વિચિત્ર જીવ પાણીમાં દેખાયુ હતું, માટે ડરીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

11. આ તસવીર ખુબ વાયરલ થઇ હતી કેમ કે તસવીરમાં સોફાની પાછળ કોઈકની આકૃતિ દેખાઈ રહી છે પણ પછી માલુમ પડ્યું કે આ તસવીર આઇસલેન્ડની એક ફિલ્મનો સીન હતો.

12. આ તસવીર ખુબ ડરામણી લાગી રહી છે કેમ કે જો તમે ધ્યાનથી જોશો તો એક વ્યક્તિના પગ નીચે કોઈ યુવતીનો ચહેરો દેખાઈ રહ્યો છે.

Live 247 Media

disabled