આ 9 સંકેત તમને બતાવે છે કે તમારી પત્ની કે પતિ બહાર લફરું તો નથી કરતી ને..જાણો - Chel Chabilo Gujrati

આ 9 સંકેત તમને બતાવે છે કે તમારી પત્ની કે પતિ બહાર લફરું તો નથી કરતી ને..જાણો

આ 9 સંકેતથી તમારો પાર્ટનર લફરાબાજ હશે તો પકડાઈ જશે

કહેવામાં આવે છે કે સંબંધો ત્યારે મજબૂત થાય છે જયારે સચ્ચાઈ અને વિશ્વાસ આવે છે. ઘણી વાર આપણે જોતા હોય છે કે, વિશ્વાસના હોવાને કારણે ઘણા સંબંધો તૂટી જતા હોય છે.સાચો માણસ કોઈ પણ ઉપર ભરોસો કરી શકે છે. જયારે સાચા માણસનો કોઈવિશ્વાસઘાત કરે છે ત સમય તેને ખબર નથી પડતી. પરંતુ જયારે માણસને ખબર પડે છે કે, સામેવાળો માણસ વિશ્વાસ ઘાત કરે છે ત્યારે બહુ સમય વીતી ગયો હોય છે. આ બાદ ફરીથી માણસ ભરોસો કરવાને લાયક નથી હોતો.

આજની દુનિયા મતલબી છે. પછી તે પતિ-પત્ની હોય કે પ્રેમી પંખીડા હોય બધા પોટ-પોતાના મતલબથી જ જીવે છે. આ જ કારણે એક દિવસ સંબંધમાં વિશ્વાસઘાત થાય છે. જો તમે પણ વિશ્વાસ ઘાતથી બચવા માંગતા હોય તો તમારે તમારા પાર્ટનર સંકેતો સમજવા પડશે. આ સંકેત સમજાય ગયા બાદ તમે અંદાજો લગાવી શકો છો કે તમારું પાર્ટનર તમારાથી ખોટું તો નથી બોલતું ને.

1.બેન્ક રિલેટેડ કાગળ તમારાથી છુપાવવું
જો તમારો પાર્ટનર તમારાથી ક્રેડિટ, મોબાઇલ બેંકિંગ અને પાસબુક જેવી માહિતી શેર કરતું નથી, તો તમારે સમજવું જોઈએ કે તે તમારા પર ભરોસો કરતું નથી. કેટલાક પાર્ટનર શરૂઆતમાં બધું શેર કરે છે પરંતુ પછીથી છુપાવે છે. આ સંકેત બતાવે છે કે, તમારું પાર્ટનર તમને છેતરી રહ્યું છે.

2.ફોનને છુપાડવો
જો પાર્ટનર તેનો ફોન તમારી પાસેથી છુપાવે છે, તો તેને ડર લાગે છે કે જો તમે તેનો ફોન ચેક કરશો નહીં, તો આ ડર એ સંકેત છે કે તે તમારી પાસે કંઈક છુપાવી રહ્યો છે. તેના મગજમાં બીજું જ કંઈક ચાલી રહ્યું છે. જીવનસાથીથી કંઇપણ છુપાવવાનો અર્થ છે કે તે તેના જીવનસાથી સાથે જૂઠું બોલે છે અને તેની સાથે છેતરપિંડી કરે છે. જ્યારે આ સંકેત જોવા મળે ત્યારે તરત જ સાવચેત રહેવું જોઈએ.

3.તમારી સાથે વિશ્વાસ ઘાત કરીને પસ્તાવો ના થવો જોઈએ.
જો તમે તમારા પાર્ટનરને તમારી પાસે ખોટું બોલતા અથવા છેતરપિંડી કરતા ઝડપી પાડો છો અને તમારા પાર્ટનરને એ બદલ અફસોસ નથી, તો તેનો અર્થ એ છે કે તેને તેની ભૂલનો અહેસાસ નથી થયો.આ બાદ ત ફરીથી તમારો વિશ્વાસ ઘાત કરી શકે છે.આ માટે તમારે તમારા સંબંધો બાબતે પહેલાથી જ વિચારી લેવું જોઈએ.

4.ઘરેથી બહાર રહેવું
જો તમારા પાર્ટનર કામના બહાને વારંવાર શહેરની બહાર અથવા ઘરની બહાર જવા વિશે વાત કરે છે, તો તે સમજવું જોઈએ કે કંઈક ખોટું થઈ રહ્યું છે. બિઝનેસ ટ્રીપ પર અવારનવાર જવુંએ પણ છેતરપિંડીનો સંકેત હોઈ શકે છે. જો તમારો સાથી અચાનક જિમ જોઈન કરીને બોડી બનાવવા લાગે, વાળને કલર કરાવે, સજીધજીને બહાર જાય ત્યારે સમજી લેવું જોઈએ કે કે તો તેનું ચક્કર ચાલી રહ્યું છે અથવા ચાલવાનું છે.

5.પાર્ટનરને તેના મિત્રો અને પરિવારવાળાથી દૂર રાખવા

જો તમે વારંવાર કહેતા છતાં પણ તમારો પાર્ટનર તેના પરિવાર સાથે મળાવતો નથી તો સમજી લેવું જોઈએ કે, તે તમારી સાથેનો સંબંધ બધાથી છુપાવવા માંગે છે. તે કોઈને કહ્યા વિના આ સંબંધમાં રહીને તેનો અંત લાવશે. આ દગાથી બચવું.

6.તમારી સાથે સમય વીતાવવાને મહત્વ ના આપવું
જો કોઈ પણ સંબંધમાં પ્રેમ હોય તો બંને પાર્ટનર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. જો તમારો પાર્ટનર તમારી સાથે સમય વિતાવતો નથી અને તેને કોઈ અફસોસ નથી તો તે ચિંતાનો વિષય છે. જો તમારો પાર્ટનર તમારો વિચાર પણ ના કરતો હોય તે તમને છેતરી શકે છે. જો આવનારા સમયમાં પણ તમારો પાર્ટનર તમારો વિશ્વાસઘાત કરી શકે છે. જયારે આ સંકેત મળે કે તમારો પાર્ટનર તમારી સાથે સમય વીતાવવૌ પસંદ નથી કરતો તો તમારે સાવધાન થઇ જવું જોઈએ.

7.તમારી પ્રત્યે બેપરવાહ બનવું
જો તમારો પાર્ટનર તમારી પરવાહ નથી કરતા. તમને શું થયું છે, તમારી તબિયત કેવી છે, તમે તેની સાથે આરામદાયક છો કે નહીં. જો આ બધી બાબતો વિશે તમારો પાર્ટનર વિચારતો નથી, તો તમારે સમજી લેવું જોઈએ કે તે તમારી ચિંતા કરતો નથી. તે આગામી સમયે તમને છેતરી શકે છે. સંબંધમાં બેપરવાહી વિશ્વાસઘાતની સૌથી મોટી નિશાની છે.

8.કામને લઈને બહાનું કરીને ઓફિસમાં સમય વિતાવવું
જો તમારો પાર્ટનર ઓફિસના કામના બહાને ઘરે મોડા આવે છે અથવા તો ઓફિસમાં જ રોકાઈ જાવ છો. જો આવું વારંવાર બનતું હોય તમારે સમજી લેવું જોઈએ કે તતમારો પાર્ટનર બીજા કોઈ સાથે ચક્કરમાં છે. ઓફિસથી મોડું આવવું એ કંઈક છીપાવી રહ્યા છે.

9.સોશિયલ મીડિયા એકાઉન્ટને તમારી સાથે શેરના કરવું
જો તમારો પાર્ટનર પ્રાઈવર્સીની વાત કહીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો પાસવર્ડ છુપાવે છે. તો સમજી જવું જોઈએ કે, તમારો પાર્ટનર તમારી પાસે કંઈક છુપાવી રહ્યો છે.

divyansh

disabled