આ યુવક પ્રાઇવેટ ભાગ બદલાવી બની ગયો યુવતી પછી તેની સાથે થયું કંઈક એવું કે ચીતરી ચડશે, વાંચો એક સત્યઘટના - Chel Chabilo Gujrati

આ યુવક પ્રાઇવેટ ભાગ બદલાવી બની ગયો યુવતી પછી તેની સાથે થયું કંઈક એવું કે ચીતરી ચડશે, વાંચો એક સત્યઘટના

સમાજમાં આપણે ઘણા સ્ત્રી પુરુષોને જોઈએ છે જે તેમના લથી વિપરીત નજર આવતા હોય છે. ઘણી યુવતીઓ દેખાવે ભલે એક સ્ત્રી હોય પરંતુ તેમની અંદર એક પુરુષ જેવી ઈચ્છાઓ હોય છે તો કેટલાક પુરુષમાં સ્ત્રી જેવી ઈચ્છાઓ થતી હોય છે.

આવો જ એક કિસ્સો નોર્થ ઇન્ડિયન રેલવેમાં ગ્રેડ વન ટેક્નિશ્યનમાં કામ કરવા વાળા રાજેશ પાંડેનો સામે આવ્યો છે. જે જન્મથી પુરુષ છે પરંતુ તેની અંદર રહેલી સ્ત્રી ભાવનાએ તેને એક સ્ત્રી બનવા મજબુર કરી દીધો અને પોતાનું પરિવર્તન બદલાવી તે રાજેશ પાંડે માંથી સોનિયા પાંડે બની ગયો. પરંતુ માત્ર નામ અને પરિવર્તન બદલાવવાથી જ તે સંપૂર્ણ મહિલા નથી બની ગયો ત્યારબાદ પણ તેને ઘણીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજેશનો જન્મ એક પુરુષનિમાં થયો.ચાર બહેનો વચ્ચે એક જ ભાઈ રાજેશ હતો. પિતાના અવસાન બાદ તેમની જગ્યા ઉપર રાજેશને રેલવેમાં નોકરી પણ મળી ગઈ. પરંતુ નાનપણથી જ રાજેશની અંદર રહેલી સ્ત્રી ભાવના તેને સ્ત્રી જેવું બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી રહી. રાજેશને સ્ત્રીની જેમ તૈયાર થવું, શણગાર કરવા ખુબ જ ગમતા હતા. પરંતુ એક પુરુષ હોવાના કારણે તે પોતાની ઈચ્છાશક્તિને રોકી રાખતો હતો.

તેના ના કહેવા છતાં પણ પરિવારજનોએ તેના લગ્ન એક યુવતી સાથે કરાવી દીધા. પરંતુ રાજેશ એક પતિ તરીકે ક્યારેય સફળ થઇ શકે તેમ નહોતો એ વાતની તેને જાણ હતી માટે તેને તેની પત્નીને સમગ્ર હકીકત જણાવી દીધી અને તેની પત્નીએ પણ તેની વાત માની રાજેશથી અલગ થવાનું નક્કી કરી લીધું.

રાજેશને હંમેશા એવો અનુભવ થતો હતો કે ભગવાને તેને પુરુષ તો બનાવ્યો પરંતુ તેના શરીરમાં એક સ્ત્રીની આત્મા ગોઠવી દીધી છે. જેના કારણે રાજેશ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો, આ ડિપ્રેશનના કારણે તેને કરવાના પણ વિચારો આવતા હતા. કારણ કે સમાજ આ બાબતને હજુ સંપૂર્ણ પણે સ્વીકારી શક્યો નથી ત્યારે એક દિવસ તેને પરિવર્તન કરવાની સલાહ કોઈએ આપી અને તેને પોતાનું પરિવર્તન કરાવવાનું નક્કી કરી લીધું. પરિવર્તન કરાવ્યા બાદ તેને પોતાના નામમાં પણ પરિવર્તન કરી દીધું.

રાજેશમાંથી સોનિયા બન્યા બાદ તેને પોતાના પહેરવેશ પણ એક સ્ત્રી જેવો જ કરી લીધો પરંતુ એટલાથી જ પૂરતું નહોતું. પોતાના ડોક્યુમેન્ટમાં પણ રાજેશમાંથી સોનિયા નામ કરવાની જરૂર હતી જેના માટે રાજેશ હવે મહેનત કરવા લાગ્યો. કોર્ટ દ્વારા પણ પરિવર્તન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. તેના આધારકાર્ડ અને પાનકાર્ડમાં તો તેનું નામ રાજેશના બદલે સોનિયા થઇ ગયું છે. પરંતુ તે જે રેલવેમાં નોકરી કરી રહ્યો છે તેના આઈકાર્ડ અને બીજા કાગળિયામાં હજુ તેનું નામ રાજેશ જ બતાવી રહયું છે જેના કારણે તેને બેંકમાં, લોન લેવામાં, અને રેલવેમાં પોતાની ઓળખ બતાવવામાં ભારે મુશ્કેલી થઇ રહી છે.

પરિવર્તનના બે વર્ષ થવા ઉપર રાજેશમાંથી સોનિયા બનીને તેને એક સ્ત્રી જેવી અનુભૂતિ તો મળી ગઈ પરંતુ સમાજમાં પોતાની સોનિયા નામ તરીકેની ઓળખ ઉભી કરવામાં હજુ તેને તકલીફ થઇ રહી છે. પોતાના પરિવર્તનથી રાજેશ ખુશ તો છે જ તેને સંતોષ પણ છે એ વાતનો કે તે હવે પોતાની અસલ ઓળખમાં આવી ગયો. પરંતુ ડોક્યુમેન્ટમાં હજુ તેની ઓળખ રાજેશ તરીકે રહેતા તેની મુશ્કેલીઓ હજુ પણ વધી રહી છે.

રાજેશ જેવા ઘણા લોકો આપણા દેશમાં રહેલા છે જે પોતાનું પરિવર્તન કરાવવાની ઈચ્છા રાખતા હશે, પરિવર્તન કરાવી તેને સંતોષ પણ મળતો હશે છતાં પણ ડોક્યુમેન્ટ દ્વારા પોતાની ઓળખ ઉભી કરવામાં જે મુશ્કેલી ઉભી થાય છે તેનું એક ઉદાહરણ રાજેશ છે. આર્ટિકલ 15 મુજબ હાઇકોર્ટ દ્વારા પરિવર્તનને ખુલ્લી મંજૂરી તો મળી ગઈ છે તે છતાં પણ પોતાના પરિવર્તનની સાચી ઓળખ ડોક્યુમેન્ટ દ્વારા જ પુરવાર થાય છે અને તે ખુબ જ મુશ્કેલી ભર્યું છે. જેનો સામનો આજે પણ રાજેશ ઉર્ફે સોનિયા કરી રહી છે.

Live 247 Media

disabled