અમદાવાદના આ હવસખોર યુવકે એક બે નહિ પરંતુ 10 જેટલી કિશોરીઓના કપડાં ઉતરાવીને…ઘરમાં બહેન દીકરીઓ હોય તો જલ્દી વાંચી લેજો, ક્યાંક

આ હવાસ ખોર યુવકે સગીરા પ્રેમિકાને મેસેજ કર્યો, આજે તો તારું ઉપરથી લઈને નીચેનું બધું જ જોવું છે અને પછી પોલીસે…

આજકાલ સોશિયલ મીડિયાની ચલણ ખુબ જ વધ્યું છે, નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પાસે પણ સ્માર્ટફોન છે અને સ્માર્ટફોન દ્વારા તે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આ સોશિયલ મીડિયા જોખમ કારક પણ બને છે. જેની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણા એવા લોકો હોય છે જે સોશિયલ મીડિયા દ્વારા યુવતીઓ અને કિશોરીઓને પોતાનો શિકાર પણ બનાવતા હોય છે.

આવા જ એક સોશિયલ મીડિયા પર સગીર વય બાળકીઓને ફસાવીને અશ્લીલ માંગણી કરનારા યુવકની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આરોપીએ 10 થી વધુ સગીરાઓને ફસાવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ આરોપીનું નામ શૈલેષ ઉર્ફે સાહિલ લુખાડા છે.

આરોપી શૈલેષે પશ્ચિમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી બીભત્સ ફોટોની માંગણી કરી હતી. સગીરા પણ આરોપીનાં ઇરાદાથી અજાણ ભોળપણમાં પોતાની કપડાં વગરની તસ્વીરો મોકલી આપી હતી. જેના બાદ આરોપી શૈલેષે તે સગીરાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

આ પાસે શૈલેષે સગીરા પાસે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ સગીરાના માતા-પિતાને થતાં સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધી હતી. પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા આરોપી શૈલેષની આણંદથી ધરપકડ કરી હતી. ઝડપાયેલો આરોપી શૈલેષ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જીઆઇડીસીમાં ફેકટરીમાં છૂટક મજૂરી કરે છે.

છેલ્લા એક વર્ષથી આરોપી શૈલેષ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી સગીર વયની કિશોરીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તેની સાથે મિત્રતા કેળવી તેને ફોસલાવી બીભત્સ ફોટો -વીડિયો મંગાવી પૈસાની માંગણી કરતો. પોલીસ તપાસમાં આરોપીના મોબાઇલમાંથી અનેક કિશોરીઓના બીભત્સ ફોટા અને  વીડિયો પણ મેળવ્યા હતા.

disabled