અમદાવાદમાં પરિણીતા સાથે લિવ ઇનમાં રહેવું યુવકને ભારે પડયું, યુવકની એવી એવી હાલત કરી કે...ખરેખર આંખ ઉઘાડનાર કિસ્સો - Chel Chabilo Gujrati

અમદાવાદમાં પરિણીતા સાથે લિવ ઇનમાં રહેવું યુવકને ભારે પડયું, યુવકની એવી એવી હાલત કરી કે…ખરેખર આંખ ઉઘાડનાર કિસ્સો

ચેતી જજો પરિણીતા બાયુંને પટાવનારા લોકો, લિવ ઇનમાં આ ભાઈની એવી હાલત થઇ કે રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી ઘણીવાર અપહરણ અને લૂંટના કિસ્સાઓ સામે આવે છે, છેલ્લા ઘણા સમયમાં આવા કિસ્સાઓમાં વધારો પણ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના નિકોલમાં 28 વર્ષિય યુવકનું અપહરણ કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. નિકોલના આમ્રપર્ણ આવાસ યોજનામાં એક મહિનાથી ભાડે રહેતા પાર્થ પરમારનો વર્ષ 2018માં કોલેજ ખાતે દીપીકા સાથે પરિચય થયો હતો.

પ્રતિકાત્મક તસવીર

દીપિકાને પતિ સાથે મનમેળ ન આવતા 4 એપ્રિલ 2022ના રોજ તેણે પાર્થ પરમાર સાથે રહેવાનો સમજૂતી કરાર કોર્ટમાં કરાવ્યો હતો. તે બાદ બંને નિકોલ ખાતે રહેવા આવ્યા અને આ દરમિયાન જ એકવાર સાંજે પાર્થના ઘરે તેનો ભાણિયો આવતા તેણે દરવાજો ખોલ્યો હતો.

આ દરમિયાન દીપિકાના પિતા અને તેના કાકા તેમજ અન્ય ચાર ઈસમો તેમના ઘરમાં ઘૂસી આવ્યા અને યુવક અને દીપિકાને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. બે અલગ અલગ ગાડીમાં યુવતી અને યુવકને અવાવરૂ જગ્યાએ લઇ જઇ પાર્થને યુવતીના પિતાએ હથોડી દ્વારા ખભા પર માર માર્યો હતો. આ ઉપરાંત કાકા અને અન્ય લોકોએ ભેગા મળીને તેના મોબાઇલની લૂંટ ચલાવી હતી. ત્યારે મારને પગલે પાર્થ બેભાન થઈ જતા તમામ આરોપીઓ તેને મૂકીને ફરાર થઇ ગયા હતા.

આ મામલે પાર્થના ભાણિયાએ 108ને ફોન કર્યો બતો અને પાર્થને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. આ મામલે નિકોલમાં અપહરણ અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તપાસમાં સામે આવ્યુ છે કે, આ ગુનો કર્યા બાદ યુવતીને લઇને તમામ આરોપીઓ સુરેન્દ્રનગર નજીક ધાંગધ્રા ફરાર થયા હોવાથી પોલીસે ધાંગધ્રા ખાતે પણ ટીમ રવાના કરી હતી.

જો કે આરોપીઓ ત્યાં મળી આવ્યા નબોતા અને તેમને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપીએને શોધી કાઢવાના કામે લગાડી હતી. ઉલ્લેખનીય છે કે, યુવકના પિતાના જણાવ્યા અનુસાર યુવતીને અગાઉ પણ તેના પરિવારને સોંપવામાં આવી હતી. જો કે તે ફરી તેમના દીકરા પાર્થ જોડે રહેવા આવી જતા કોર્ટમાં જઇને સાથે રહેવાનો સમજૂતી કરાર કરાવ્યો હતો. પોલિસે ઘટનાને લઇને આસપાસના CCTV ફૂટેજ મેળવી આરોપીઓને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

Live 247 Media

disabled