રાજકોટમાં સોશિયલ મીડિયા ઉપર મળેલી યુવતીએ યુવકને કહ્યું “હોટલમાં રૂમ બુક કરાવી લે, જો મજા આવી તો વારંવાર મોજ કરતા રહીશું !” પછી બન્યું એવું કે…..

યુવતીએ કહ્યું કે, આજે તો આપણે એક થઇ જવાનું છે, બધા જ કપડા સાથે ઘરેણા પણ કાઢી નાખો પછી આપણે…

સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડી થવાના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા સુંદર યુવતીઓના ચક્કરમાં ફસાય છે અને હજારો લાખો રૂપિયાની નુકશાની પણ કરી લેતા હોય છે, ત્યારે આવી  જ એક ઘટના રંગીલા રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકને યુવતી સાથે રંગરેલિયા મનાવવા હોટલમાં જવું મોંઘું પડી ગયું.

પ્રાપ્ત માહિત અનુસાર એક યુવક થોડા સમય પહેલા એક યુવતીનાં સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ બંન્ને સોશિયલ મીડિયા પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યા હતા. એક દિવસ યુવતીએ યુવક પાસે તેનો નંબર માંગ્યો હતો. યુવતીએ કહ્યું કે, આપણે વ્હોટ્સએપ પર વાત કરીએ. જેથી યુવકે પોતાનો નંબર પણ આપ્યો હતો. બંન્ને વ્હોટ્સએપ પર વાતો કરવા લાગ્યા હતા.

જેના બાદ એક દિવસ યુવકે યુવતીને મળવા માટેની જીદ કરી. પરંતુ યુવતીએ થોડી આનાકાની કર્યા બાદ મળવાનું કહ્યું.  જેના કારણે યુવકે રાજકોટની એક હોટલમાં  રૂમ બુક કરાવ્યો, કારણ કે  યુવતીએ પણ કહ્યું હતું કે, જાહેરમાં મળવા કરતા કોઇ સારી હોટલમાં રૂમ બુક કરાવે તો આપણે બંન્ને સાથે મળીને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકીએ. આ મિટિંગ સારી રહી તો પછી આપણે અવાર નવાર મળતા રહીશું અને મોજ કરતા રહીશું.

યુવકે હોટલમાં રૂમ બુક કરાવીને રૂમમાં પણ ખુબ જ સજાવટ કરાવી હતી. આ ઉપરાંત પોતે ધનવાન છે એવું બતાવવા માટે ઘરેણા પણ પહેર્યા હતા. યુવતી પણ સમયસર પહોંચી ગઈ. યુવક અને યુવતી વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. ત્યાર બાદ યુવકે વસ્ત્રો ઉતારતા યુવતીએ ઘરેણા પણ ઉતારી નાખ તેવું જણાવ્યું હતું. યુવકે ઘરેણા ઉતારતા યુવતી તેના ઘરેણા લઇને ફરાર થઇ ગઇહ તી. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના પગલે પોલીસે હવે આ અંગે તપાસ આદરી છે. સીસીટીવીના આધારે તપાસ કરતા યુવતી માસ્કમાં દેખાઇ હતી. જેથી અન્ય સીસીટીવીના આધારે પોલીસ તપાસ આદરી છે.

 

disabled