જિમમાં યુવતી કરતી હતી કસરત અને ત્યાં એક યુવકે બનાવ્યો ત્તેનો ગંદો વીડિયો કે જોઈને તમારું પણ મગજ છટકી જશે

આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે જિમમાં જતા હોય છે. યુવકોની સાથે સાથે આજની યુવતીઓ પણ જિમમાં જઈને કસરત કરે છે. જિમની અંદર  કંફર્ટેબલ કપડાં પહેરીને જતા હોય છે ત્યારે ઘણી યુવતીઓ પણ જિમમાં પોતે કંફર્ટ લાગે તે હેતુથી શોર્ટ અને અનુરૂપ કપડાં પહેરીને જાય છે.

પરંતુ ઘણીવાર જિમની અંદર કેટલાક એવા ખરાબ નજરના યુવકો હોય છે જે આવી યુવતીઓના વીડિયો પણ બનાવી લેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી ટૂંકા કપડામાં કસરત કરી રહી હોય છે ત્યારે પાછળથી એક યુવક તેનો વીડિયો બનાવી લે છે,

પરંતુ તે યુવક ભૂલી જાય છે કે યુવતીએ પોતાની કસરત ચેક કરવા માટે પહેલાથી જ એક મોબાઈલ તેની પાછળ મુક્યો હતો. અને આ મોબાઈલમાં યુવકની આ ગંદી હરકત પણ કેદ થઇ જાય છે. જયારે યુવતીએ તેના વર્કઆઉટનો વીડિયો જોયો ત્યારે તેની અંદર યુવકની આ ખરાબ હરકતને જોઈને તે પણ હેરાન રહી ગઈ હતી,

અને તેને જિમના આસિસ્ટન્ટ ઓપરેશન મેનેજરને આ વાતની ફરિયાદ પણ કરી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તે વ્યક્તિની જલ્દી જ તપાસ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

યુવતીએ તેના આ વીડિયોને ટીક ટોક એકાઉન્ટ ઉપર શેર કર્યો છે,  જેના બાદ આ વીડિયો થોડા સમયમાં જ વાયરલ પણ થઇ ગયો છે. ટિક્ટોક ઉપર જ આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. જેના બાદ લોકો કોમેન્ટમાં આ ગંદી હરકત કરનાર યુવકને સજા થાય તેવી માંગણી પણ કરી રહ્યા છે.

disabled