કોર્ટની મહિલા ક્લાર્ક સાથે ગજબનો કાંડ કરનારી મહિલા ઝડપાઈ, ખુબ જ હોશિયારીથી પાડ્યો ખેલ - Chel Chabilo Gujrati

કોર્ટની મહિલા ક્લાર્ક સાથે ગજબનો કાંડ કરનારી મહિલા ઝડપાઈ, ખુબ જ હોશિયારીથી પાડ્યો ખેલ

આવો બેશરમ કળયુગની મહિલાઓની શું હાલત કરવી જોઈએ? જે કાંડ કર્યો એ જાણીને તમારી આત્મા કંપી ઉઠશે

રાજયભરમાંથી ઘણીવાર છેતરપિંડીના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે તેમાં અનેકવાર લાખો રૂપિયાની ઠગાઇ આચરવામાં આવતી હોય છે. ઘણીવાર તો આવા ભેજાબાજ પોલિસની પકડમાં આવી જાય છે પરંતુ ઘણીવાર આવા લોકો પોલિસની પકડની બહાર પણ હોય છે. હાલ ઠગાઇનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક કલાર્ક પાસે 3.56 લાખ રૂપિયા પડાવી લેવામાં  આવ્યા હતા અને આ ઘટનામાં સાયબર ક્રાઇમે મહિલાને ઝડપી પાડી છે અને તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

સુરતના રાંદેર રામનગર ગર્વમેન્ટના ક્વાર્ટ્સમાં રહેતી અને મૂળ ભાવનગરના સીદસર રોડ તળાજાની વતની પારુલબેન સુરત ડીસ્ટ્રીકટ કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. પારુલબેન ગુગલ ઉપર વર્ક ફ્રોમ હોમની તપાસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને ગત 5 માર્ચના રોજ એક લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી લિંક આવી હતી. લિંક મોકલનારે વોટ્સઅપ મેસેજ કરી લિંકમાં એકાઉન્ટ રજીસ્ટર કરવાનું કહ્યું હતું.

આ બાદ પારુલબેને લિંક ઓપન કરી એકાઉન્ટ બનાવ્યુ અને ડાઉનલોડ કરી હતી. જેમાં હોમ સર્ચ, બીંગો થતા માય નામના ઓપ્શન હતા. ભેજાબાજે વોટ્સઅપ મેસેજ કરી તમારે રૂપિયા 100નું રીચાર્જ કરશો તો તેમના 220-240નું પ્રોફીટ મળશે કહી એપ્લિેકશન રિચાર્જ કેવી રીતે કરવું તેના વીડિયો અને ફોટોગ્રાફ મોકલ્યા હતા. આમ રીચાર્જના નામે કુલ 3.56 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી.

ભોગ બનેલા પારૂલબેને આ મામલે એક મહિના પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસના છેડા છેક પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા હતા. સુરત સાયબર ક્રાઈમની ટીમે પશ્ચિમ બંગાળ ખાતેના સુલકાપરા ગામમાંથી ઠગાઈ કરનાર મહિલા અનીતાકુમાર સુબ્બાને ઝડપી લીધી હતી. તે બાદ પોલીસ તેને સુરત લઈ આવી અને તેને કોર્ટમાં રજુ કરી તે બાદ તેમણે આ મહિલાના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અનીતા સુબ્બા આ રીતે ઠગાઈ કરતી ગેંગની સભ્ય હોવાનું જાણવા મળે છે તેની પાછળનો માસ્ટર માઈન્ડ પકડાય તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તેમ છે.

Live 247 Media

disabled