શરમથી પાણી પાણી થઈને યોગા ક્લાસમાંથી ભાગી ગઈ આ મહિલા, કારણ તો એવું હતું કે જાણીને તમે હસવાનું રોકી નહિ શકો
ઓસ્ટ્રેલિયાની 31 વર્ષની લૉરા માજ્જાને બે બાળકોની માં છે. તેના બંન્ને બાળકો ખુબ નાની નાની ઉંમરે જ થઈ ગયા. જેના લીધે એને મસલ સેપરેશનનો સામનો કરવો પડ્યો છે. આ એક એવી બીમારી છે કે જેમાં પેટના મસલ્સ નબળા પડી જાય છે. મસલ્સ મજબુત કરવા માટે ફિજિયોથેરાપિસ્ટે લારાને યોગા ક્લાસ શરૂ કરવાની સલાહ આપી.
પરંતુ ત્યાં પહેલા દિવસે જ એવું કઇક થયું કે લૉરા શરમાઈને ભાગી ગઈ. પછી બીજીવાર ક્લાસમાં જવાની એની હિમ્મત જ ના ચાલી. એણે પોતાના અનુભવ ફેસબુક પર શેર કર્યો ત્યારે લોકોએ એને શરમજનક પ્રસંગ સાથે રિલેટ કર્યો. આ જ કારણ છે કે એની પોસ્ટને 23 હજાર વાર શેર કરવામાં આવી.
આ રહી આખી ઘટના:
લૉરા પહેલીવાર યોગા ક્લાસ પહોંચી ત્યારે તે ખુબ ગભરાયેલી હતી. એનો ડ્રેસ પણ બીજી મહિલાઓ કરતાં અલગ હતો. લૉરાએ અઘરી યોગ મુદ્રાઓ કરવાનું શરૂ કર્યું. એને ઇરિટેબલ બોલ સિન્ડ્રોમની ફરિયાદ છે અને એમાં ગ્લૂટેન ઇનટોલરન્સ પણ છે. જેના લીધે શરીરમાં ગેસ વધારે બને છે. લૉરાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે એ યોગના મુશ્કેલ પોઝ વખતે ફાર્ટ(પાદવું) કરવા લાગી. પહેલી બે વખત તો એણે પ્રયત્ન કર્યો કે એનો અવાજ અટકાવી શકાય. જો કે એની બીજુની યુવતીને દુર્ગંધથી ખ્યાલ આવી ગયો.
જો કે ત્રીજીવાર યોગના પોઝ લેતી વખતે એ વધારે નીચે નમી શકે એ માટે ઇન્સ્ટ્રક્ટરે એની પીઠ પર વજન આપ્યું. એટલે લૉરાના પેટ પર દબાણ આવ્યું અને એ કંટ્રોલ ના કરી શકી. એ વખતે એ વખતે તેણે મોટા અવાજ સાથે ફાર્ટ કર્યું અને આખા ક્લાસને ખબર પડી ગઈ. બધાની ભ્રમરો ખેંચાઈ અને એની તરફ જોવા લાગ્યા. લૉરા તો શરમથી લાલ લા થઇ ગઈ અને ચંપલ લઇને ત્યાંથી ભાગીને ઘરે આવી ગઈ.
એ પછી કદી એ યોગ ક્લાસ ના જઈ શકી. એણે પોતાનો આ અનુભવ ફેસબુક પર શેર કર્યો. ત્યાં લોકોએ એને સામાન્ય વાત ગણી અને પોતાના આવા જ અનુભવો સાથે રિલેટ કર્યાં.લૉરાની આ પોસ્ટ પર 19 હજારથી વધારે કમેન્ટ્સ આવ્યાં. લોકોએ એને સલાહ આપી કે શરમાવાની જરૂર નથી અને એણે યોગા ક્લાસમાં ચોક્કસ જવું જોઈએ.