સુરતમાં યુવકે ઓનલાઇન પટાવેલી પરિણીતાને ગંદાનાળાની પાસે પુલ પાસે લઇ જઈ બધા કપડાં ઉતાર્યા પછી જબરદસ્તી..... - Chel Chabilo Gujrati

સુરતમાં યુવકે ઓનલાઇન પટાવેલી પરિણીતાને ગંદાનાળાની પાસે પુલ પાસે લઇ જઈ બધા કપડાં ઉતાર્યા પછી જબરદસ્તી…..

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા કિશોરીઓ, યુવતીઓ અને પરિણીત મહિલાઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના હીરા નગરી સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકે સોશિયલ મીડિયા ઉપર પરિચય કેળવીને એક પરણિત મહિલાને પોતાની હવસની શિકાર બનાવી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ચોક બજાર વિસ્તારમાં એક મહિલાને સોશિયલ મીડિયા મારફતે 28 વર્ષના જાબિર શેખ સાથે ઓળખાણ થઇ હતી. ધીમે ધીમે આ ઓળખાણ વધુ ગાઢ મિત્રતામાં પરિણમી જેના બાદ મહિલાનો વિશ્વાસ કેળવી અને  મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદા નાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી.

જ્યાં સાથે રહેલા તેના મિત્ર મલેકને રિક્ષાની બહાર પહેરો ભરવા ઉભો રાખી અને રિક્ષામાં જ પરિણીતાની મરજી વિરુદ્ધ તેની સાથે જબર શેખે દુષ્કર્મ આચર્યું હતું.  જેના બાદ પણ તેના મિત્ર મલેક નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો.

પરિણીતા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ જાબિર શેખે મહિલાને ધમકી આપી હતી કે જો તે આ વાતની કોઈને જાણ કરશે તો તેને અને તેના દીકરાને જાનથી મારી નાખશે. આ ઘટના બાદ પણ જાબિર અલગ અલગ નંબરથી ફોન કરી અને મહિલાને ગંદી ગાળો આપતો હતો, જેનાથી કંટાળી મહિલાઓએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાબિર શેખ અને તેના મિત્ર મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  પોલીસે આ બંને વિરુદ્ધ ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Uma Thakor

disabled