પરણિત પુરુષના માયાજાળમાં ફસાઈને મહિલાએ બાંધ્યા સંબંધ, હવે કોઈને મોઢું દેખાડવા લાયક પણ નથી રહી - Chel Chabilo Gujrati

પરણિત પુરુષના માયાજાળમાં ફસાઈને મહિલાએ બાંધ્યા સંબંધ, હવે કોઈને મોઢું દેખાડવા લાયક પણ નથી રહી

કહેવાય છે ને કે પ્રેમ હંમેશા આંધળો હોય છે. તે નાત-જાત, ધર્મ, ઉંમર,રંગ કંઈપણ જોતો નથી . જો કે પ્રેમ સંપૂર્ણ પણે સફળ બને એવું પણ શક્ય નથી, ઘણીવાર લોકોને પ્રેમમાં દગો મળતો હોય છે જેને લીધે માણસ અંદરથી સંપૂર્ણ રીતે તૂટી જાય છે. સરળતાથી થઇ જતા હૂક-અપ તમને અને ભાવનાત્મક રીતે તોડી નાખે છે, પણ તમને કોઇના પર વિશ્વાસ કરવાને લાયક પણ નથી છોડતા.

પ્રશ્ન 1:લગભગ ત્રણ વર્ષ પહેલા હું એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા એક વ્યક્તિને મળી હતી.દેખાવમાં તે ખુબ જ હેન્ડસમ અને આકષર્ક હતો અને મને તે પહેલી જ નજરમાં પસંદ આવી ગયો હતો.ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત શરૂ થઇ અને મળવાનું શરૂ કર્યું.ધીમે ધીમે અમને પ્રેમ થઇ ગયો અને સંબંધો પણ બનવા લાગ્યા.પણ અચાનક જ તે મારાથી દૂર રહેવા લાગ્યો અને ગાયબ થઇ ગયો, તેણે મને કહ્યું કે તે જલ્દી જ મને મળશે પણ આવું હજી સુધી બન્યું નથી.

ધીમે ધીમે મને અહેસાસ થયો કે તેણે મને દગો આપ્યો છે અને મારો ઉપીયોગ કર્યો છે.કેમ કે અચાનક જ ખબર પડી કે તે પહેલાથી જ વિવાહીત હતો અને તે પોતાની વાસનાને લીધે મહિલાઓને  ફસાવે છે.મારી સાથે જે પણ થયું તેનાથી હું ખુબ જ ડરી ગઈ છું અને મને માણસ પ્રત્યે વિશ્વાસ જ ઉડી ગયો છે અને મને નથી લાગતું કે મને હવે બીજી વાર કોઈની પણ સાથે પ્રેમ થશે. મને જીવનમાંથી જ રસ ઉડી ગયો છે. મારે શું કરવું?

જવાબ-અમે તમારી ભાનાઓને સમજી શકીએ છીએ અને તમારી સાથે જે પણ થયું તે ખુબ જ પીડાદાયક છે. અમારી સલાહ એ છે કે ઝડપતી કોઈની પણ સાથે વિશ્વાસ ન કરશો અને જોયા જાણ્યા વગર કોઈના પણ પ્રેમમાં ન પડશો.તમે  જલ્દી જ આ પરીસ્થી માંથી બહાર આવો એવી કામના કરીએ છીએ. અને ચોક્કસ તમે એક દિવસ એવા વ્યક્તિને જરૂર  મળશે જે માત્ર ને માત્ર તમને જ પ્રેમ કરતો હશે. જે તમારી ભાવનાઓની સાથે સાથે તમારી લાગણીઓને પણ સમજશે.

પ્રશ્ન 2: મને મારા પાર્ટનરે દગો આપ્યો છે, જેની સર મારા માનસિક પર પડી છે. તેનાથી હું ડિપ્રેશનમાં આવી ગઈ છું મારે શું કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી

જવાબ: કોઈપણ પર વિશ્વાસ કરતા પહેલા તેનું બેકગ્રાઉન્ડ ચોક્કસ જાણી લો. આવું એટલા માટે કારણ કે જો તમે તમારા પાર્ટનર વિશે પહેલાથી જ બધું જાણી લો છો, તો તમને ખબર પડશે કે તેમનો મૂડ કેવો છે. તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે અથવા ન પણ કરી શકે છે. આખરે એ દિલ અને દિમાગનો મામલો છે, જરા પણ રિસ્ક લેવાનું નથી.જે પોતાના દિલથી સંબંધ નિભાવે છે તેના માટે વિશ્વાસઘાતથી વધુ ઊંડી પીડા કોઈ નથી. પ્રેમમાં દગો વ્યક્તિને સંપૂર્ણપણે તોડી નાખે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે જીવવાનું ભૂલી જશો.

Uma Thakor

disabled