આ મહિલાએ પ્લેનમાં આપ્યો બાળકને જન્મ, એરલાઇન્સે એવી ગિફ્ટ આપી કે બાળકને જીવનભર યાદ રહેશે - Chel Chabilo Gujrati

આ મહિલાએ પ્લેનમાં આપ્યો બાળકને જન્મ, એરલાઇન્સે એવી ગિફ્ટ આપી કે બાળકને જીવનભર યાદ રહેશે

આકાશમાં ઉપર બે હજાર ફૂટની ઊંચાઈએ મહિલાએ આપ્યો બાળકને જન્મ,હવે લાઈફટાઈમ વિમાનમા મફત મુસાફરી કરશે,જાણો વિગતે

યાત્રા કરવા માટે સરળ સૌથી સરળ સાધન હવાઇ માર્ગ છે. તેનાથી તમે ઘણી સરળતાથી અને જલ્દીથી તમારી જગ્યા પર પહોંચી જાવ છો. જો કે, આ મોંઘુ પણ હોય છે. ફ્લાઇટ્સની ટિકિટ અન્ય સાધનની કંપેરિઝનમાં મોંઘી આવે છે. પરંતુ થોડા સમય પહેલા જ એક બાળકીને પૂરા જીવન સુધી ફ્રી પ્લેન ટિકિટ્સ મળી છે. આ બાળકી હવે તેના પૂરા જીવન દરમિયાન ફ્રીમાં ફ્લાઇટ્સની મજા માણી શકશે. હવે તમે  વિચારી રહ્યા હશો કે આખરે આવું તો શુ થયુ કે તેને આ સુવિધા આપવામાં આવી.

જણાવી દઇએ કે, આ બાળકીનો જન્મ ફ્લાઇટમાં થયો હતો. તે બાદ એરપ્લેનના નિયમો અને સુવિધાઓના આધાર પર તેને આ ઓફર જીતી લીધી. આ બાળકીની ઘણી ચર્ચા થઇ રહી છે. આ ખુશકિસ્મત બાળકીની ઘણી ચર્ચા થઇ રહી છે. બાળકે અચાનક જ ફ્લાઇટમાં જન્મ લઇ બધાને હેરાન કરી દીધા હતા. સાથે જ તેણે જીવનભરની ફ્રી ફ્લાઇટ ટિકિટ પણ જીતી લીધી.

આ મામલો સામે આવ્યો ઇજિપ્તએર ફ્લાઇટ MS777માં, જે કૈરોથી લંડન જઇ રહી છે. આ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહી હતી એક યમનની મહિલા પેસેન્જર, જે પ્રેગ્નેટ હતી. તેનું નામ હિયઁ નાજી દાબન હતુ. તેની ડ્યુ ડેટનો સમય હતો. આ કારણે તે લંડન જઇ રહી હતી, પરંતુ પેટમાં રહેલ બાળકનો ઇરાદો કંઇ અલગ હતો. જેવું જ પ્લેને ટેકઓફ કર્યુ થોડી વાર બાદ મહિલાને દુખાવો શરૂ થઇ ગયો. પાયલટને જયારે આ મામલે જાણકારી આપવામાં આવી તો તેણે પ્લેનની ઇમરજન્સી લેંડિંગની તૈયારી શરૂ કરી દીધી.

ઇમરજન્સી લેંડિગ મ્યુનિચમાં કરાવવામાં પણ આવી, પરંતુ આ પહેલા કે પ્લેન રન વેને અડતુ હવામાં જ બાળકીનો જન્મ થઇ ગયો. ફ્લાઇટમાં એક પેસેન્જર ડોક્ટર હાજર હતા.તેમણે આ મહિલાની ડિલિવરી કરાવી. બાળકીના જન્મ બાદ આ એરલાઇને ટ્વીટ કરી બધાને જાણકારી આપી કે ફ્લાઇટમાં જન્મેલી આ બાળકીને જીવનભર માટે ફ્રીમાં ઇજિપ્તએર ફ્લાઇટની ફ્રી ટિકિટ આપવામાં આવશે.

જણાવી દઇએ કે, આ પહેલો મામલો નથી. આ પહેલા 2009માં 31 વર્ષિય એરએસિયા પેસેન્જરે પણ ફ્લાઇટ દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે ફ્લાઇટમાં હાજર બે નર્સ અને ડોક્ટરે ડિલિવરી કરાવી હતી. ત્યારે મહિલાની ડિલિવરીમાં 11 સપ્તાહનો સમય બાકી હતો. પરંતુ અચનાક જ આકાશમાં લેબર પેન શરૂ થતા બાળકનો જન્મ થયો હતો. તે બાદ એરએશિયાએ પણ તેને જીવનભર ફ્રી ટિકિટ્સની ઘોષણા કરી હતી.

 

Live 247 Media

disabled