ફક્ત બ્લાઉઝ પહેરીને મામા પાસે આવીને ભાણી પૂછતી - કેવી દેખાઉં છું? બેશરમ મામો કહેતો કે - Chel Chabilo Gujrati

ફક્ત બ્લાઉઝ પહેરીને મામા પાસે આવીને ભાણી પૂછતી – કેવી દેખાઉં છું? બેશરમ મામો કહેતો કે

મામાના બેડરૂમમાંથી ભાણીનાં આંતરવસ્ત્રો મળ્યા, તો હવસખોર મામાએ મામીને કહ્યું- AC નું બિલ….

ઘણીવાર રાજયમાંથી મહિલાઓ પર અત્યાચાર અને દહેજની માંગણી કરતા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હાલ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર સંબંધોને શર્મશાર કરતો કિસ્સો છે. આ કિસ્સો મામા-ભાણીના સંબંધ પર કલંક સમાન છે. આ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. એક પરિણિતાએ પતિ સામે મારઝૂડ અને દહેજની માંગણી કરતી ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તેની ભાણી વારંવાર તે લોકોના બેડરૂમમાં આવી જતી હતી અને પત્ની ન હોય તે તેના મામા સાથે સૂઇ જતી હતી. રૂમમાંથી ભાણીના અંડરગારમેન્ટ્સ પણ મળી આવતા હતા. અને આ જોઇ પરિણિતા ઘણી જ હેરાન રહી ગઇ હતી.

પત્નીએ આ બાબતે વાંધો ઉઠાવ્યો તો તેના પતિએ તેની સથે મારઝૂડ કરી અને તેને અને તેના દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. અમદાવાદના સેટેલાઇટમાં હાલ પરિણિતા તેના માતા-પિતા સાથે રહે છે અને તે 45 વર્ષની છે. તેને એક દીકરો પણ છે. પરિણિતાના લગ્ન 2003માં વડોદરાના યુવક સાથે થયા હતા અને 2005માં એક દીકરાને તેણે જન્મ આપ્યો હતો. લગ્નના થોડા મહિના સુધી તો તેના પતિએ તેને સારી રીતે રાખી પરંતુ તેે બાદ તેની પાસે હનિમુન પર ખર્ચ થયેલ 5 લાખ રૂપિયા પિયરમાંથી લઇ આવવા કહ્યુ. પૈસા ન આપવા પર તેની સાથે ઝઘડો કરતો અને પરિણિતાના જેઠ તેના પતિની ગેરહાજરીમાં ગંદી નજરે જોતા અને તે શું કરે તેના પર નજર રાખતા હતા. આ બધી બાબતોથી કંટાળી આખરે પરિણિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણિતાના જેઠ-જેઠાણી તેમજ નણંદ-નણંદોઇ અને ભાણી તેને ઘરકામ બાબતે પણ ઘણુ હેરાન કરતા હતા. પરિણિતા તેના પિયરમાં હોય ત્યારે ભાણી તેના રૂમમાં જઇ પૈસા, ઘરેણા કાઢી લેતી અને આ વાત પરિણિતા તેના પતિને કરે તો તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો. પરિણિતા તેના પિયરમાંથી પરત ફરી ત્યારે ભાણીના અંડરગાર્મેન્ટ્સ તેના બેડરૂમમાં મળી આવ્યા હતા અને આ વિશે તેણે તેના પતિને પૂછ્યુ તો તેના પતિએ એવું કહ્યુ હતુ કે, ACનું બિલ ઓછું આવે એટલે અમે સાથે જ સૂઈ જતાં. ભાણી તેની મામીને કહેતી કે મુન્ના (મામા)ને તારી કયાં જરૂર છે, એના માટે તો હું છું ને.

આ ઉપરાંત, નવરાત્રિમાં ભાણી મામા સામે બ્લાઉઝ અને ચણિયામાં આવીને પૂછતી, મુન્ના, હું કેવી લાગું છું અને મામીની હાજરીમાં જ ટૂંકાં વસ્ત્રો પહેરીને મામા સામે આવતી અને માસિક ધર્મની પણ જાણ કરતી હતી. પરિણિતા જયારે તેની ભાણી સામે અવાજ ઉઠાવતી તો તેનો પતિ તેની સાથે ગાળાગાળી કરતો અને મારઝૂડ પણ કરતો. 3 જાન્યુઆરી 2020ના રોજ પતિએ તેની પત્ની અને દીકરા બંનેને મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારથી પરિણિતા પિયર રહે છે. પરિણિતાએ તેના પતિ, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ તથા ભાણી સામે શારીક-માનસિક ત્રાસ, દહેજની માગણીની ફરિયાદ નોંધાવી છે.

Live 247 Media

disabled