સુરતમાં પતિએ પત્નીને કરી વ્યાજખોરને હવાલે, ત્રણ-ત્રણ વર્ષ સુધી પીંખતો રહ્યો નરાધમ, આખી રાત ઘાપઘપ... - Chel Chabilo Gujrati

સુરતમાં પતિએ પત્નીને કરી વ્યાજખોરને હવાલે, ત્રણ-ત્રણ વર્ષ સુધી પીંખતો રહ્યો નરાધમ, આખી રાત ઘાપઘપ…

હાલમાં સુરતમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે તેની જ પતિને લેણદારના હવાલે કરી દીધી કારણ કે તે ઉછીના લીધેલ પૈસા પરત ન આપી શક્યો. પત્નીને લેણદારને સોંપ્યા બાદ લેણદારે મહિલાનું ત્રણ વર્ષ સુધી જાતીય શોષણ કર્યું. આ ઘટનામાં મહિલાએ પતિથી છુટાછેડા લીધા બાદ પૂર્વ પતિ અને લેણદાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

પોલિસે પણ ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ મામલાની પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પૂર્વ પતિ અને નરાધમ લેણદાર વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે મુજબ પતિએ વર્ષ 2017માં ઉછીના 40 હજાર રૂપિયા લીધા હતા અને તે રૂપિયા પરત ન કરવા પડે એટલે પત્નીને લેણદારના હવાલે કરી દીધી હતી. લેણદાર રમેશભાઈ શીગાળાએ 2017થી2020 સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું અને પતિએ પણ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો અને લેણદાર રમેશના તાબે રહેવા માટે ધમકી આપી.

ત્યારે આખરે કંટાળી પરિણીતાએ પતિથી છુટાછેડા લીધા અને પછી ત્રણ વર્ષ બાદ પૂર્વ પતિ અને લેણદાર વિરૂદ્ધ 29 માર્ચ 2023ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેમાં પોલીસે લેણદાર રમેશ ભાઈ ઉર્ફે છગનભાઈ કરમશી ભાઈ શિંગાળાની ધરપકડ કરી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Live 247 Media

disabled