વડોદરામાં સાસરિયાઓએ વહુ સાથે પાર કરી ક્રુરતાની બધી હદો, છોકરાને વિદેશ મોકલ્યા બાદ પરિણીતાને ગુપ્તાંગમાં.... - Chel Chabilo Gujrati

વડોદરામાં સાસરિયાઓએ વહુ સાથે પાર કરી ક્રુરતાની બધી હદો, છોકરાને વિદેશ મોકલ્યા બાદ પરિણીતાને ગુપ્તાંગમાં….

સંસ્કારી નગરીમાં સંસ્કાર લજવાઈ ગયા, પરિણીતાને ગુપ્તાંગમાં સસરા અને દિયરે એવું એવું કર્યું કે રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ અને પરણિતાઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર સાસરિયા દ્વારા પરણિતા પર શારીરિક અને માનસિક અત્યાર ગુજારવામાં આવતો હોય છે, તો ઘણીવાર પતિ દ્વારા તેની પત્ની પર… ત્યારે ઘણીવાર પુત્રની ઘેલછામાં પણ સાસરિયાઓ વહુ પર ક્રૂરતાની હદ પાર કરી દેતા હોય છે. હાલમાં વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે. બે દીકરીઓને જન્મ આપનાર પરણિતા પુત્રને જન્મ ન આપી શકતા પતિ સહિત સાસરિયાઓએ તેના પર ત્રાસ આપવાનું શરૂ કર્યું. સાસરિયાઓએ પુત્રને વિદેશ મોકલ્યા બાદ પરણિતાને ઘણો ત્રાસ આપ્યો હતો. ત્યારે આખરે કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી.

ફરિયાદ અનુસાર, સાસરિયાઓની ઇચ્છા પૂરી કરી ન શકતાં સસરા અને દિયર વાળ પકડીને ગુપ્તાંગ અને પેટમાં લાતો મારતા. વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતી પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2016માં સમાજના રીતિરિવાજ મુજબ તેના લગ્ન શૈલેષ લુહાર સાથે થયાં હતાં જે મહેસાણાનો રહેવાસી છે. લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા ઘણીવાર દહેજની માગ કરવામાં આવતી. પરણિતાનો પતિ છેલ્લાં આઠ વર્ષથી અમદાવાદની કંપનીમાં નોકરી કરતો હતો અને તેમ છતાં તેના વેતન સહિતની કોઈપણ જાણકારી તેને ન હતી. જયારે તે પતિને નોકરી

અને પગાર સંદર્ભે પૂછતી તો પતિ કહેતો, તારો એ જાણવાનો કોઈ અધિકાર નથી. આ ઉપરાંત તેની સાસુ અને નણંદ પતિની કાન ભંભેરણી કરતા અને ઝઘડા કરાવતા. એકવાર બાથરૂમ સફાઈ કરતી વેળાએ તેને કરંટ લાગ્યો તો બચાવ માટે બૂમો પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહિ. તેણે માંડ માંડ તેનો જીવ બચાવ્યો હતો. તે દરમિયાન તેનો જમણો હાથ કામ કરવાનો બંધ થઈ ગયો હતો. અવારનવાર ઝઘડા અને સમાધાન બાદ પણ સાસરિયાઓમાં કોઈ સુધારો આવ્યો ન હતો. તેને સંતાનમાં દીકરી હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા પણ તે મૂંગા મોઢે બધુ સહન કરતી રહી.

જ્યારે પરણિતાને બીજી પુત્રીનો જન્મ થયો તો સાસરિયાઓએ કહ્યુ કે, જો તું દીકરો અમને નહીં આપે તો શૈલેષનાં બીજા લગ્ન કરાવીશું. પતિએ તેને થપ્પડ મારી તો કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. તે બેભાન અવસ્થામાં ફસડાઈ પડતા સાસરિયાઓએ બારીબારણા બંધ કરી બેલ્ટ વડે ખૂબ માર માર્યો. સસરા અને દિયરે તો બધી હદો પાર કરી અને વાળ ખેંચી પેટમાં અને પ્રાઇવેટ પાર્ટ પર ખૂબ લાતો મારી. આ વિશે તે કોઈને જાણ ના કરી શકે તે માટે થઇને તેનો મોબાઈલ પણ લઇ લીધો. આ ઉપરાંત એવું પણ કહ્યુ કે, જો પોલીસને જાણ કરી તો મોટી દીકરીને આશ્રમમાં મૂકી આવીશું.

પરિણીતાએ જણાવ્યું કે, માર્ચમાં તેને બંને દીકરીઓ સાથે વડોદરા મૂકી દેવામાં અને પછી તેડવા પણ ન આવ્યા. તેની જાણ બહાર પતિને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરાવવાના ઈરાદાથી યુ.કે.મોકલી દીધો. ત્યાંથી તે અન્ય યુવતીઓ સાથેના ફોટો શેર કરી માનસિક ત્રાસ આપે છે. ત્યારે હવે પરણિતાએ પોલિસ ફરિયાદ કરતા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયર સહિત છ લોકો સામે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Live 247 Media

disabled