પંચમહાલનું ભણેલું ગણેલું દંપતી સંતાન પ્રાપ્તિ માટે ગયું ભુવા પાસે, હવસખોર ભુવો પત્નીને ખેતરમાં લઇ ગયો અને હાથ ફેરવવાનું…

પંચમહાલમાં ભુવાએ વિધિના બહાને ભણેલી મહિલાને ઉપર અને નીચે હાથ ફેરવ્યો અને પછી…

આપણે દેશમાં આજે પણ ઘણી જગાએ અંધશ્રદ્ધા વ્યાપેલી જોવા મળે છે. ખાસ કરીને આવી અંધશ્રદ્ધાનો ભોગ મહિલાઓ બનતી હોય છે અને ઘણીવાર છેતરાવવાનો વારો પણ પાવતો હોય છે, પરંતુ હાલ પંચમહાલમાંથી જે ખબર સામે આવી રહી છે તે જાણીને હોશ ઉડી જશે.

ઘણી મહિલાઓ માતૃત્વ પામવા માટે કેટ કેટલા કીમિયા કરે છે, ઘણીવાર દવાઓથી માતા ના બની શકનારી મહિલાઓ દુવાઓનો સહારો પણ લેતી હોય છે તો ઘણી મહિલાઓ આજે પણ ભુવામાં વિશ્વાસ રાખતી હોય છે. આવી જ એક ઘટના પંચમહાલના ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી સામે આવી છે, જ્યાં એક શિક્ષિત પરિવાર સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગયો અને તેનું ખરાબ પરિણામ તેમને મળ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ શિક્ષત દંપતીને લગ્નના ઘણા વર્ષો બાદ પણ સંતાન પ્રાપ્ત થતું નહોતું, જેના કારણે તે એક ભુવા પાસે ગયા હતા. જ્યાં ઢોંગી ભુવાએ દંપતીને સંતાન પ્રાપ્ત કરવાનો વિશ્વાસ અપાવીને તાંત્રિક વિધિ શરૂ કરી હતી.

જેના બાદ એક દિવસ ભુવાએ વિધિ કરવાના બહાને પરણિતાને ખેતરમાં લઇ ગયો હતો. અને ત્યાં મહિલાની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક અડપલાં કરવાના શરૂ કર્યા હતા. જો કે આજ સમયે મહિલાનો પતિ અને સસરા ત્યાં આવી ચઢતા આ ઢોંગી ભુવાનો પ્રદાફાશ થયો હતો.

જેના બાદ આ ઘટનાને લઈને પરિવારે હિંમત દાખવી આ ઢોંગી ભુવા એવા  શનાભાઈ લલ્લુભાઈ રાઠવા વિરુદ્ધ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ જે બાદ રાજગઢ પોલીસે ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામના ઢોંગી ભુવાની ધપરકડ કરી હતી.

disabled