રુવાડા ઉભા કરી દેશે આ સ્ટોરી, ભાઈએ પોતાની જ બહેનને જીવતી કાપી નાખી, ખાબોચિયામાં તડપી તડપીને મોતને ભેટી- સારું કર્યું કે ખરાબ કેજો - Chel Chabilo Gujrati

રુવાડા ઉભા કરી દેશે આ સ્ટોરી, ભાઈએ પોતાની જ બહેનને જીવતી કાપી નાખી, ખાબોચિયામાં તડપી તડપીને મોતને ભેટી- સારું કર્યું કે ખરાબ કેજો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવે છે, ઘણીવાર પ્રેમ સંબંધ, અંગત અદાવત કે પછી કોઇ અન્ય કારણોસર હત્યાના કિસ્સા સામે આવે છે. છેલ્લા કેટલાક સમયથી તો એવા પણ કિસ્સા સામે આવે છે કે ઘરની કોઇ છોકરીએ જો પ્રેમ લગ્ન કર્યા હોય તો તેની અદાવત રાખી તેને અથવા તો તેના પતિને માર મારી તેની હત્યા કરી નાખવામાં આવતી હોય છે, હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બહેનના પ્રેમ લગ્નથી નારાજ ભાઇઓએ તેની હત્યા કરી નાખી.તરનતારનના કસ્બા પટ્ટીના વોર્ડ નં-7માં પ્રેમ લગ્ન કરનાર યુવતીને તેના ભાઈઓએ કાપી નાખી હતી.

ત્રણ મહિના પહેલા યુવતીએ સ્થાનિક કોર્ટમાં તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીનો પરિવાર નાખુશ હતો. આ આક્રોશમાં યુવતીના સંબંધીઓ અને પિતરાઈ ભાઈએ અઢી મિનિટમાં તેને કાપી નાખી હતી. છોકરી રસ્તા વચ્ચે પાંચ મિનિટ સુધી પીડાતી રહી અને તે પછી તેનું મોત થઇ ગયું. પોલીસે મૃતકના ભાઈ રોહિત અને પિતરાઈ ભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ ગુનેગારો ફરાર છે. મળતી માહિતી મુજબ મૃતક સ્નેહાનું રાજન જોશન સાથે અફેર હતું. યુવતીનો પરિવાર બંનેના પ્રેમથી ખુશ નહોતો. આમ છતાં બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું.

ત્રણ મહિના પહેલા સ્નેહાએ તેના પરિવારના સભ્યોથી છુપાઈને સ્થાનિક કોર્ટમાં રાજન સાથે લગ્ન કર્યા હતા. આ બાબતે સ્નેહાના ભાઈ અને માતા બંનેએ તેમની સામે નારાજગી રાખવાનું શરૂ કર્યું હતું. શુક્રવારે રાત્રે સ્નેહા ઘરની બહાર બજાર તરફ કેટલીક વસ્તુઓ લેવા માટે નીકળી હતી. સ્નેહાના ભાઈઓએ કે જે પહેલેથી જ ઓચિંતો છાપો મારીને બેઠેલા હતા, તેમણે રસ્તામાં તેને ઘેરી લીધી અને પહેલા તો તે લોકોએ સ્નેહાને થપ્પડ મારી અને પછી કાપી નાખી મોતને ઘાટ ઉતારી દીધી.

આ આખી ઘટના અઢી મિનિટમાં જ બની હતી. આરોપીઓ કાંડ કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પાંચ મિનિટ સુધી સ્નેહા રસ્તા વચ્ચે પીડાતી હતી, કોઈએ તેની મદદ ન કરી અને તેનું મોત થઇ ગયુ. માહિતી મળતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને કબજામાં લીઇ હોસ્પિટલ ખસેડી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક તપાસ અનુસાર, યુવતીનો પરિવાર પ્રેમ લગ્નથી ખુશ નહોતો. જેથી યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

આ મામલામાં યુવતીના પરિવારના બે સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હત્યારો યુવતીનો ભાઈ હતો.સ્નેહાની હત્યાની જાણ પતિ અને સાસુને થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારમાં દરેક વ્યક્તિની હાલત ખરાબ છે. યુવતીનો આખો પરિવાર ફરાર હોવાનું કહેવાય છે.

Live 247 Media

disabled