સાત જન્મની કસમ ખાનાર સંસ્કારી પત્નીએ આ કારણે પતિની હત્યા કરી, મરચાંનો પાઉડર નાખીને…જુઓ

ઇન્દોરમાં લફરાબાજ પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું, કારણ જાણીને કહેશો આવી મહિલાઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ

રાજય અને દેશમાંથી ઘણીવાર પતિ અથવા પત્નીના અવૈદ્ય સંબંધોની ઘટના સામે આવતી રહેતી હોય છે. ઘણીવાર આવા અવૈદ્ય સંબંધોને છુપાવવા માટે હત્યા પણ કરી નાખવામાં આવતી હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં પત્નીનું તેના સાથી કર્મચારી સાથે અફેર ચાલી રહ્યુ હતુ અને આ અફેરને કારણે તેણે તેના પતિની નિર્મમ હત્યા કરી દીધી. આ ઘટનામાં પોલિસે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે. આ કિસ્સો ઇન્દોરનો છે. ઈન્દોરમાં એક પત્નીએ તેના પ્રેમી અને તેના સાથીઓ સાથે મળી અવૈદ્ય સંબંધોને લઇને તેના પતિની હત્યા કરી. આ હત્યા કેસમાં પોલીસે સોમવારે પાંચ લોકોની ધરપકડ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ આરોપીઓમાં મૃતકની પત્નીનો પણ સમાવેશ થાય છે. આ સાથે પોલીસે તેના પ્રેમી અને પત્નીની તેમજ સાથીઓની પણ ધરપકડ કરી છે. તેમજ દરેકની પૂછપરછ કર્યા બાદ પોલીસ કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક આકાશ મિડકીયા ઇન્દોરમાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો. તેની પત્ની વર્તિકા શ્રીવાસ્તવ એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. જયાં કામ કરતા તેને મનીષ શર્મા સાથે આંખ મળી ગઇ હતી..

પ્રતિકાત્મક તસવીર

આકાશને વર્તિકા અને મનીષ વચ્ચે ચાલી રહેલા ગેરકાયદે સંબંધો વિશે ખબર પડી. જેનાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. જે બાદ પત્નીને તેના પ્રેમી સાથેના અવૈદ્ય સંબંધોનો અંત લાવવા કહ્યું હતુ અને આ જ કારણે પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ. 13 ઓક્ટોબરે હત્યાના આ કેસમાં પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે બુધવારે, વાર્તિકા અને મનીષે આ કાવતરામાં જીતેન્દ્ર વર્મા, અર્જુન મંડલોઇ અને અંકિત પવારનો પણ સમાવેશ કર્યો હતો. જ્યારે આકાશ તેની પત્ની વર્તિકાને એલઆઈજી સ્ક્વેરમાં મૂકીને પરત ફરી રહ્યો હતો. પછી અર્જુન અને અંકિતે તેને રોક્યો અને તેના ચહેરા પર લાલ મરચાનો પાવડર નાખ્યો. આ પછી તેણે આકાશને છરી વડે માર્યો હતો.

આ સાથે, પોલીસે આગળ જણાવ્યું કે આરોપીઓએ પોલીસથી બચવા માટે તેમના માથા અને દાઢીના વાળ મુંડાવ્યા હતા. આ બાબતનો ભેદ ઉકેલવા માટે પોલીસે ઘટના સ્થળથી 90 કિલોમીટરની અંદરના 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, ત્યારબાદ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

disabled