સ્ત્રી શરીરમાં કયા અંગો હોય છે પવિત્ર? આ રોચક તથ્યો જાણીને હોશ ઉડી જશે, દરેક સ્ત્રી પુરુષે વાંચવા જેવી વાત - Chel Chabilo Gujrati

સ્ત્રી શરીરમાં કયા અંગો હોય છે પવિત્ર? આ રોચક તથ્યો જાણીને હોશ ઉડી જશે, દરેક સ્ત્રી પુરુષે વાંચવા જેવી વાત

જાણો સ્ત્રીના શરીરનો કયો ભાગ સૌથી પવિત્ર હોય છે…. દરેક પુરુષોએ જરૂર જાણવું જોઈએ

આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તંત્ર દેવતા:” અર્થાત જ્યાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે. ઘણા લોકો સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે છે અને એમનું જીવન પણ તમે જોયું જ હશે. એમનું જીવન દુઃખ, તકલીફો અને સમસ્યાઓથી ભરેલું હોય છે અને જે ઘરમાં સ્ત્રીને સન્માન આપવામાં આવે છે ત્યાં હંમેશા ખુશીઓ ભરેલી રહે છે.

Image Source

સ્ત્રીને લક્ષ્મી તરીકે પણ આપણે ત્યાં સ્વીકારવામાં આવે છે. ઘરની અંદર જયારે દીકરીનો જન્મ થાય ત્યારે આપણે એવું માનીએ છીએ કે લક્ષ્મીનો અવતાર ઘરમાં અવતર્યો, જયારે લગ્ન કરીને દીકરી સાસરે જાય છે ત્યારે સાસરિયામાં સૌ પ્રથમ તેના કંકુ પગલાં ઘરની અંદર લેવામાં આવે છે, કારણ કે એકે સ્ત્રીના રૂપમાં એ ઘરની અંદર લક્ષ્મીનો વાસ થયો હોય તેમ આપણે સૌ માનીએ છીએ. તે છતાં પણ આ બધું માનવા ઉપરાંત પણ સ્ત્રી સાથે ઘણીવાર અત્યાચાર કરવામાં આવે છે. તેને તકલીફો આપવામાં આવે છે અને તેના કારણે જ ઈશ્વર પણ આપણી ઉપર રાજી રહેતા નથી.

Image Source

મોટાભાગના લોકો એમ માનતા હોય છે કે સ્ત્રીને સમજવી હંમેશા મુશ્કેલ હોય છે, સ્ત્રીને આજસુધી કોઈ સમજી શક્યું નથી, પરંતુ હું માનું છું કે સ્ત્રીને કોઈ સમજવા જ નથી માંગતા જો એક સ્ત્રીને સાચી રીતે સમજી તેની સાથે પ્રેમથી રહેવામાં આવે તો તે સ્ત્રી પોતાનું સર્વસ્વ સોંપી દેતી હોય છે. સ્ત્રીનો સાથ આપનાર વ્યક્તિનું જીવન પણ બદલાઈ જતું હોય છે અને એટલે જ આપણે ત્યાં એક કહેવત પણ છે કે “કોઈપણ સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે.”

Image Source

સ્ત્રીની પવિત્રતાનું ઉદાહરણ મેળવવા આપણે કેરળ પાસેથી શીખવું જોઈએ. કેરળમાં સ્ત્રીની પણ પૂજા કરવામાં આવે છે. એક માતાના રૂપમાં, એક પત્નીના રૂપમાં, એક દીકરીના રૂપમાં, એક લક્ષ્મીના રૂપમાં હંમેશા કેરળમાં સ્ત્રીની પૂજા થતી આવી છે. પતિ પોતાની પત્નીને પણ અહીંયા પગે લાગે છે કારણ કે એ લોકો માને છે કે સ્ત્રી હંમેશા પવિત્ર છે અને તેની અંદર જ દેવીઓનો વાસ રહેલો છે. તે એક શક્તિ છે.

Image Source

કેરળના લોકો માને છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે જેના કારણે તે વર્ષોથી સ્ત્રીઓની પૂજા કરતા આવ્યા છે. સ્ત્રીઓને સન્માન પણ આપે છે અને તેના કારણે જ એ લોકો સુખેથી પોતાનું જીવન પણ વિતાવી રહ્યા છે.

Image Source

આપણા ઋષિમુનિઓના કહ્યા અનુસાર બ્રામ્હણોનો પગ પવિત્ર છે, ગાયનો પાછળનો ભાગ પવિત્ર છે, ઘોડા અને બકરીનું મોઢું પવિત્ર છે. પરંતુ વાત જયારે કોઈ સ્ત્રીના શરીરના કોઈ અંગની પવિત્રતાની આવે ત્યારે ઋષિમુનિઓ કહે છે કે સ્ત્રી તો સમસ્ત પવિત્ર છે. તેનું  કોઈ એક અંગ નહિ પરંતુ સમગ્ર શરીર પવિત્ર હોય છે, સ્ત્રીનું દરેક અંગ પૂજ્ય છે. માટે હંમેશા સ્ત્રીની પૂજા કરવી જોઈએ.

Image Source

આપણા દેશમાં સ્ત્રીને ઘણા લોકો પગની પાની સમજતા હોય છે. પરંતુ જો સ્ત્રીને સાચું સન્માન આપવામાં આવે, તેની ઈજ્જત કરવામાં આવે, તેની પૂજા કરવામાં આવે તો દેવો પણ હંમેશા આપણા ઉપર પ્રસન્ન રહે છે અને આપણા ઉપર પણ એમની કૃપા હરહંમેશ બનેલી રહે છે તેના કારણે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

admins

disabled