શું તમે મળ્યા છો રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરિવારને ? ના જોયા હોય તો જોઇ લો - Chel Chabilo Gujrati

શું તમે મળ્યા છો રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરિવારને ? ના જોયા હોય તો જોઇ લો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે લાઇવ ટીવી પ્રોગ્રામમાં લાંબા સમયથી તણાવ વચ્ચે યુક્રેનમાં ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ની જાહેરાત કરી હતી. આ પછી રશિયાએ ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે યુક્રેન પર હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી. પરંતુ આ દરમિયાન અમે તમને યુદ્ધ વિશેની કોઇ જાણકારી નહિ પરંતુ પુતિનના પરિવાર વિશેની જાણકારી આપવાના છીએ. વ્લાદિમીર પુતિનનો જન્મ 1952માં સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો.

પુતિન 1975માં રશિયન સિક્રેટ એજન્સી કેજીબીમાં જોડાયા અને પછી રાષ્ટ્રપતિ બન્યા. એક સમયે સિક્રેટ એજન્ટ રહી ચૂકેલા પુતિનનું અંગત જીવન ખૂબ જ ગુપ્ત છે અને તે પોતાના પરિવારને દુનિયાથી છુપાવે છે. ધ સનના રીપોર્ટ અનુસાર વ્લાદિમીર પુતિન તેમના પરિવારને ગુપ્ત રાખવાનું પસંદ કરે છે. તેઓ ના તો તેમના વિશે ચર્તા કરે છે અને ના તો તેમની દીકરીઓનો ઉલ્લેખ કરે છે. જોકે એવું કહેવાય છે કે તેમને બે દીકરીઓ છે, જેનું નામ મારિયા અને કેટરિના છે.

વ્લાદિમીર પુતિનની પુત્રી મારિયા, એક તબીબી સંશોધક છે અને ડચ પતિ જ્યોર્જ ફાસેન સાથે મોસ્કોમાં રહે છે. તેને એક બાળક પણ છે. કેટરિના એક એક્રોબેટ ડાન્સર છે અને મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં ઉચ્ચ પદ ધરાવે છે. તે $1.7 બિલિયનનું સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. તેણે 2017માં રશિયન અબજોપતિ કાઈલી શમાલોવ સાથે લગ્ન કર્યા, પરંતુ આ વર્ષે બંનેના છૂટાછેડા થઈ ગયા. સ્વેત્લાના ક્રિવોનોગીખ નામની મહિલા સાથે પુતિનના સંબંધો 90ના દાયકામાં શરૂ થયા અને વર્ષ 2003 આસપાસ બંને અલગ થઈ ગયા.

સ્વેત્લાના ક્રિવોનોગીખ અને વ્લાદિમીર પુતિનને 18 વર્ષની પુત્રી છે, જે ગયા વર્ષે જ જાહેર થઈ હતી. યેલિઝાવેટા વ્લાદિમીરોવના ઉર્ફે લુઇઝાના જન્મ પછી પુતિન અને સ્વેત્લાના અલગ થઈ ગયા. રિપોર્ટ અનુસાર, 45 વર્ષીય સ્વેત્લાના ક્રિવોનોગીખ જ્યારે 90ના દાયકામાં વ્લાદિમીર પુતિનને મળી ત્યારે તે એક ક્લીનર હતી.પરંતુ આજના સમયમાં તે ખૂબ જ અમીર મહિલા અને કરોડોની માલિક છે. પુતિન 18 વર્ષની લુઇઝા પર ઘણા પૈસા ખર્ચે છે. લુઈઝા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ બતાવતી જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર, વ્લાદિમીર પુતિન 37 વર્ષીય ભૂતપૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેવા સાથે સંબંધમાં છે અને તે તેને ડેટ કરી રહ્યા છે. એલિના જિમ્નાસ્ટ રહી છે અને તેણે બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 25 યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી છે. રમતગમતમાંથી નિવૃત્તિ લીધા પછી, તે રાજકારણમાં જોડાઈ અને પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીમાંથી સાંસદ બની.પુતિને વર્ષ 1983માં લ્યુડમિલા શ્ક્રેબનેવા સાથે લગ્ન કર્યા. પુતિનને લ્યુડમિલાથી બે પુત્રીઓ છે, જેનું નામ મારિયા અને કેટરીના છે.

વર્ષ 2013માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને બંને અલગ થઈ ગયા. ધ સનના અહેવાલ મુજબ વ્લાદિમીર પુતિનની સંપત્તિ 160 અબજ પાઉન્ડ એટલે કે લગભગ 16555 અબજ રૂપિયા છે. તેની પાસે કાર, બોટ અને ગુપ્ત મહેલો છે. આ સિવાય તેની પાસે પ્રાઈવેટ જેટ અને ઘડિયાળોનું મોટું કલેક્શન છે. ઉલ્લેખનીય છે કે, વ્લાદિમીર પુતિને વિશ્વને કોરોના વાયરસની પ્રથમ રસી આપવાની જાહેરાત કરી અને આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે તેમની એક દીકરીને પણ રસી આપવામાં આવી છે. તેમના આ દાવાથી આખી દુનિયા ચોંકી ગઈ હતી.

માત્ર એટલા માટે નહીં કે તેમણે તેની પુત્રીને રસી લગાવડાવી પરંતુ એટલે કે પુતિન હંમેશા તેના પરિવારને સ્પોટલાઇટથી દૂર રાખે છે અને વિશ્વ તેમના બાળકો વિશે વધુ જાણતું નથી. પુતિન જાહેરમાં તેમના પરિવારની ચર્ચા કરતા નથી અને તેમની પુત્રીઓનો ઉલ્લેખ કરતા નથી. તેથી જ્યારે તેમણે રસી વિશે જાહેરાત કરી, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, પુતિને એ જણાવ્યું ન હતુ કે તેમની કઈ દીકરીઓને આ રસી આપવામાં આવી.

Live 247 Media

disabled