સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયા કેમ લખાવતા હતા તેમના વાહનો પર "વૈભવ" - જાણો - Chel Chabilo Gujrati

સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયા કેમ લખાવતા હતા તેમના વાહનો પર “વૈભવ” – જાણો

કેમ દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયા પોતાની ઘર અને ગાડી પર કેમ વૈભવ લખાવતા હતા…?? કારણ જાણીને હોંશ ઉડી જશે

પટેલ સમાજનું ગૌરવ અને સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા 2013માં ભાજપમાં આવી ગયા હતા 1990 થી 2007 સુધી વિઠ્ઠલ રાદડિયા સતત ધારાસભ્ય રહ્યા હતા. ત્યારબાદ 2009 થી 2019 સુધી તેઓ સાંસદ પણ રહ્યા હતા. સમાજમાં શિક્ષણ અને સેવાકીય કામગીરી માટે તેમનું નામ આદરથી લેવાય રહ્યું છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમજ આંતર ગામોમાં શિક્ષણ માટે તેમનું યોગદાન ઇતિહાસમાં યાદ રહેશે.

ગુજરાતના ઘણા ઓછા લોકો જાણતા હશે કે વિઠ્ઠલભાઇ રાદડિયા તેમના તમામ વાહનો પર વૈભવ લખાવતા હતા. આવું લખાવા પાછળનું કારણ તમને કદાચ જ ખબર હશે. વિઠ્ઠલ રાદડિયાને ચાર પુત્રો છે અને તેમાનો એક પુત્ર હતો જેનું નામ વૈભવ હતુ. તેનુ ઘણી નાની ઉંમરે નિધન થઇ ગયુ હતુ અને આ કારણે તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. તેમને વૈભવ ખૂબ જ વહાલો હતો. તેઓ તેમના દીકરા વૈભવને ભૂલી શકતા ન હતા અને યાદગીરી માટે તેઓએ તેમના લાડલા પુત્ર વૈભવનું નામ વાહનો પર લખાવ્યુ.

તમને જણાવી દઈએ કે યુવાન પુત્રનું મૃત્યુ થયા બાદ તેઓએ પોતાની પુત્રવધૂને દીકરી ગણી લીધી હતી એટલું જ નહીં એક બાપ દીકરીને પરણાવે અને તેનું કન્યાદાન કરે તે જ રીતે વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને તેમના બીજા લગ્ન કરી તેમનું કન્યાદાન પણ કર્યું હતું. આમ તેઓએ સમાજ માટે એક જબરદસ્ત ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. વિઠ્ઠલ રાદડિયાના નાના દીકરા કલ્પેશની રોડ અકસ્માતમાં મોત થઇ હતી.

કલ્પેશની પત્ની મનીષા અને તેમની દીકરી અને દીકરા સાથે સાસરે જ રહેતી હતી. ભાજપ સાંસદે તેમના સમાાજના લોકો સાથ ચર્ચા કર્યા બાદ તેમના એક કર્મચારીના દીકરા સાથે મનીષાના લગ્ન કરાવ્યા હતા. આ પ્રસંગે વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને જમીન તથા ઝવેરાત સોનું ચાંદી અને રોકડ વગેરે મળી 100 કરોડથી વધુની સંપત્તિ પણ કન્યાદાનમાં આપી હતી આમ તેઓ એ સમાજમાં એક ઉમદા અને મોટું દ્રષ્ટાંત પૂરૂં પાડ્યું હતું.

વિઠ્ઠલ રાદડિયા ખેડૂતો અને પાટીદારોમાં ખૂબ જ લોકપ્રિય હતા. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં એક વખત તેમનો કાર્યક્રમ હતો આ સમયે ધોધમાર વરસાદ વરસતો હતો આમ છતાં એક પણ માણસ ઊભો થઈને જતો રહ્યો ન હતો. જામકંડોરણામાં વિઠ્ઠલ રાદડિયાએ ઊભી કરેલી છાત્રાલય અદભુત છે. સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાનું વર્ષ 2019માં નિધન થયું હતું. જો કે આ ખેડૂત નેતાને આજે પણ લોકો યાદ કરે છે.

Live 247 Media

disabled